SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- અન્ય પુરુષોના મર્મ એટલે ગુપ્ત ભેદને ઉઘાડા પાડી ક્લેશનું બીજ રોપી, તેને નિત્ય પોષણ આપે. જેને ક્લેશ દૂર કરવાનો ભાવ નથી એવા જીવોને મહામોહનીય કર્મના એકવીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. ૩૧ાા. લઈ જઈ કુમાર્ગે પછી ઠગે, ઘન હરે બની કુગુરું જગે; પરમ મોહ બાવીસમો ગણો, ભવ બગાડતા માનવો તણો. ૩૨ અર્થ - લોકોને ચાલો તમને ગામનો રસ્તો બતાવું એમ કહી કુમાર્ગે લઈ જઈ તેમની પાસે જે કંઈ ઘન હોય તે પડાવી લે અથવા જગતમાં કુગુરુ બની ખાવા-પીવા, મનાવા-પૂજાવાની ઇચ્છાથી ઘર્મને બહાને ઊલટો માર્ગ બતાવી માનવોના ભવ બગાડે અને કોઈ ઘર્મનું કારણ બતાવી તેમના ઘનનું હરણ કરે તેવા જીવો મહામોહનીય કર્મના બાવીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. ૩રા. મુનિ, ગૃહસ્થ બા’ને સુઘર્મને વિષય સર્વે બાંધે કુકર્મને, પરમ મોહ તેવીસમો થયો, જનમ બેયનો વ્યર્થ રે! ગયો. ૩૩ અર્થ - મુનિ કે શ્રાવક બની લોકોને સમ્યઘર્મના બહાને વિશ્વાસમાં લઈ તેમની સ્ત્રીઓ સાથે વિષયસેવન કરી કુકુર્મ બાંધે અથવા તેમના છોકરાઓ ભણવા આવે તેમને છાનામાના સમજાવે કે દીક્ષા લેશો તો સારું સારું ખાવાનું મળશે, કમાવું નહીં પડે અને લોકોમાં પૂજનીક ગણાશો; એમ પૌદ્ગલિક સુખ દેખાડી તેમના માબાપથી છાના નસાડી મૂકી પોતાના ચેલા ચેલી કરે તે મહામોહનીય કર્મના તેવીસમાં સ્થાનકમાં પેસી અનંત સંસાર વઘારે. તેમને ફસાવનાર અને તેમાં ફસનાર એ બેયનો જન્મ વ્યર્થ ગયો અને અનંત જન્મમરણ વઘારનાર થયો. [૩૩] વળી કુમાર ના છતાં ‘કુમાર છું” યશ વઘારવા જૂઠું બોલવું, પરમ મોહ ચોવીસમો કહ્યો - અપરણ્યો કહે ભોગમાં રહ્યો. ૩૪ અર્થ - પોતે કુંવારો ન હોવા છતાં હું તો ‘કુંવારો છું' એમ સભા મધ્યે પોતાનું યશ વધારવા માટે જૂઠું કહે. પોતે ભોગમાં આસક્ત હોવા છતાં, અમે તો પરણવા છતાં પરણ્યા નથી એમ જૂઠું બોલી પોતા વિષે લોકોને રાગ ઉપજાવે. તે જીવ મહા મોહનીયકર્મનો બંઘ કરે. મહામોહનીય કર્મનું આ ચોવીસમું સ્થાનક સમજવું. ૩૪ વળી કહે: “સદા બ્રહ્મચારી હું,' વ્યસન વૃત્તિમાંથી ન છૂટતું, પ્રગટ ચોર એ મોહ બાંઘતો; ઉભય ત્યાગ ના, કેમ ટતો? ૩૫ અર્થ - વળી કોઈ કહે હું તો ‘સદા બ્રહ્મચારી છું' દ્રવ્યથી કોઈ આ લોક કે સ્વર્ગલોકના સુખની ઇચ્છાએ ઉપરથી ત્યાગ કર્યો હોય પણ વૃત્તિમાં એટલે મનમાં તેનો અભિલાષ બન્યો રહે તો તે યથાર્થ બ્રહ્મચારી નથી. અને બીજો કોઈ અંતરથી બ્રહ્મચારી નથી તેમજ બહારથી પણ નથી. એવા ઉભય એટલે બેયના ત્યાગનો જેને અભાવ છે તેવા જીવો આ સંસારથી કેમ છૂટશે? પ્રગટ ચોર જેવા આ જીવો મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૩પ પચીસમો મહા મોહ-ભેદ એ, સુજન ત્યાગશે, દંભ છેદશે; છર્વીસમો કુતડ્વી તણો ગણો, મદદ આપતાને ઠગે ઘણો. ૩૬
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy