SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જ્ઞાનીપુરુષના યોગથી ચિલાતીપુત્ર જેના હાથમાં વ્યક્તિનું માથું કાપેલું છે અને લોહીથી ખરડાયેલ હાથ સહિત જ્ઞાનગુરુ પાસે મોક્ષ માગે છે કે મુંડા મોક્ષ આપ, નહીં તો તારું માથું પણ ઉડાવી દઈશ. તેવા જીવો પણ મંત્રથી તરી ગયા. તેને શ્રી ગુરુએ “ઉપશમ, વિવેક, સંવર’એવા મંત્રરૂપે ત્રણ શબ્દોમાં મોક્ષ છે એમ જણાવ્યું. તે મંત્રરૂપ ત્રણ શબ્દોનું ચિંતન કરતાં તેનો આત્મા જાગૃત થયો અને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ મંત્રથી જીવ જાગૃત થઈ શકે છે. ||૧૨ા. આવી વાતો ગહન ઑવની મૂળ શક્તિ બતાવે, સાચા ધ્યાને પ્રગટ થઈ તે કર્મ-કોટી ખપાવે; મંત્રો સાચા પરમ પુરુષો અર્પતા તો, પદસ્થ ઘર્મ-ધ્યાને મદદ પદની પામતાં હોય સ્વસ્થ. ૧૩ અર્થ - આવી મંત્ર સંબંધી ગહન વાતો, તે જીવની મૂળ શક્તિને બતાવે છે. તે શક્તિ સાચા આત્મધ્યાને પ્રગટ થઈ કરોડો કર્મને ખપાવે છે. આવા સાચા મંત્રોને જો પરમ જ્ઞાની પુરુષો આપે તો તે પદસ્થ ઘર્મ-ધ્યાન કહેવાય. તેની મદદથી આત્મા સ્વસ્થતાને પામે છે અર્થાત્ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરે છે. જેમ પરમકૃપાળુદેવ દ્વારા અર્પિત “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” મંત્રની આરાધના કરવાથી પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાના સ્વસ્વરૂપને પામ્યા. અથવા ૐ, અરિહંત, અરિહંત સિદ્ધ આદિ મંત્રોના પદનું ધ્યાન તે પદસ્થ ધ્યાન છે. ૧૩યા. સત્ જાણો ના દં; કુમતિથી દૂર લાગે જનોને; ભ્રાંતિરૂપી પડળ નજરે, ક્યાંથી સૂઝે, કહોને? અંઘારાને વિવિઘ રીતના ભાગ પાડી તપાસો, કોઈ ભાગે કિરણ રવિનું ત્યાં જડે? એ વિમાસો. ૧૪ અર્થ :- સત એટલે આત્મા. એ આત્માને પોતાથી દૂર જાણો નહીં. કેમકે પોતે જ આત્મા છે. પણ કુમતિ એટલે અજ્ઞાનના કારણે તે લોકોને દૂર લાગે છે. જેને આત્મભ્રાંતિરૂપી પડલ, નજર આગળ આવેલા હોય તેને કહો ક્યાંથી તે દેખાય? અંઘારાને અનેક પ્રકારે ભાગ પાડી તપાસીએ તો શું તેના કોઈ ભાગમાં સૂર્યનું કિરણ મળી શકે? ન જ મળી શકે. સ” એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. સત્” જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંઘકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી, અને “સ”ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી “પર” (આઘે) છે;” (વ.પૃ.૨૬૭) I/૧૪ તેવી રીતે અણસમજા જે કલ્પના-ફ્લેશ-ખિન્ન, તેને ક્યાંથી સત-નિકટતા? ભ્રાંતિ ને સત્ય ભિન્ન; સત્ આત્મા છે, સરળ, સઘળે પ્રાપ્તિ તેની સુગમ્ય; તોયે તેની ગરજ જગવે યોગ તેવો અગમ્ય. ૧૫
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy