SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકરગોત્ર બાંઘે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું.’’ બો.ભાગ-૧ (પૃ.૩૩૧) જિનદત્ત શેઠનું દૃષ્ટાંત – વસંતપુર નગરમાં સમકિતઘારી પુણ્યાત્મા જિનદાસ નામે શેઠ હતો. તેની જિનદાસી નામે પ્રિયા અને જિનદત્ત નામે ગુણવાન પુત્ર હતો. જિનદત્તે એકવાર ચારણમુનિ ભગવંતની ઘર્મદેશના સાંભળી કહ્યું કે ભગવંત! તીર્થંકરપદની પ્રાપ્તિ કેવા પુણ્યના ઉદયથી કરી શકાય? ગુરુ ભગવંતે કહ્યું–હે સોભાગી! તીર્થંકર પદ પ્રાપ્તિના ત્રીજા પદમાં ચતુર્વિઘ સંઘની ભાવપૂર્વક ભક્તિ કરવી તે ઉત્તમ છે. તીર્થંકર ભગવંત પણ થર્મોપદેશ સમયે ‘નમો તિથ્યસ’ કહી એટલે ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર હો એમ કહી દેશના આપે છે. એવા સંઘની ભક્તિ તે પરમપદ પ્રાપ્તિના હેતુરૂપ છે. શ્રી સંઘનું આવું માહાત્મ્ય સાંભળી ઉલ્લાસપૂર્વક શ્રી ચતુર્વિધ સંઘની તે ભાવપૂર્વક પ્રતિદિન ભક્તિ કરવા લાગ્યો. રાજાએ પણ તેને નગરશેઠની પદવી આપી. શ્રી સંઘની અત્યંત ભક્તિના પ્રભાવે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી દીક્ષા લઈ નિરતિચારપણે ચારિત્ર પાળી નવગ્નેવેયકમાં ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામશે. તેની સ્ત્રી હારપ્રભા પણ તેમની ગણધર બની સિદ્ધિપદને પામશે. ૬ા ૧૩૦ આચાર્ય-સેવન વડે જિન-બીજ વાવું, ચોથે પદે સૂરિ-ગુણો ઉર સર્વ લાવું; આચાર પાળી શીખવે જીવ સર્વને જે, તેની કૃપા ગ્રહી તરું ભવસિંધુ સ્હેજે. ૭ અર્થ :- ૪. આચાર્ય ભક્તિ = આચાર્ય ભક્તિ એ જ ગુરુ ભક્તિ છે. ‘ગુરુ ભક્તિસે લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ” માટે એવા સાચા આત્મજ્ઞાની ગુરુ ભગવંતની સેવના એટલે આજ્ઞા ઉપાસીને જિનનામકર્મ બીજની વાવણી કરું. શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના આ ચોથા પદમાં ગુણોની ખાણરૂપ વીતરાગી શ્રી ગુરુના સર્વ ગુણોને હૃદયમાં ધારણ કરી તેમની ભક્તિ કરું. ધન્ય ભાગ્ય હોય તો જ આવા સાચા સદ્ગુરુના ગુણોમાં અનુરાગ થઈ એમનું શરણ પ્રાપ્ત થાય. આચાર્ય ભગવંત પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર નામના પંચ આચારને શુદ્ધ રીતે પાળી ચતુર્વિધ સંઘને પણ યથાયોગ્ય ભૂમિકાએ તેને શિક્ષા આપી પળાવે છે. તેઓ વર્તમાનકાળમાં સકળસંઘ માટે ધર્મના નાયક છે. તેવા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતની ભક્તિ વડે તેમની કૃપાને ગ્રહણ કરું તો સહેજે દુસ્તર એવો ભવસિંધુ એટલે સંસારસમુદ્ર તરી જાઉં. પુરુષોત્તમ રાજાનું દૃષ્ટાંત – પદ્માવતી નામે નગરીમાં રાજા પુરુષોત્તમ રાજ્ય કરતો હતો. એકદા તેની રાણીનું મૃત્યુ થયું. રાજાને રાણી પ્રત્યે અત્યંત પ્રેમ હોવાથી રાજકાર્યનો ત્યાગ કરી રૂદન કરવા લાગ્યો. ત્યાં ચાર જ્ઞાનના ધર્તા ગુરુભગવંત પધાર્યા. તેમની દેશનાવડે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ગુરુને કહ્યું: મને જન્મમરણના દુઃખોથી મુક્ત કરનાર ચારિત્ર આપી કૃપા કરો. ગુરુએ યોગ્ય જાણી દીક્ષા આપી. નવ પૂર્વ સુધી રાજાએ અભ્યાસ કર્યો. એકદા તે ચિંતવવા લાગ્યા - અહો! સમ્યજ્ઞાનરૂપ ચક્ષુના આપનાર, દુર્ગતિથી બચાવનાર એવા ગુરુનો કરોડો ઉપાયો કર્યો છતે પણ ઉપકાર વાળી શકાય એમ નથી. આ પ્રમાણે વિચારી અભિગ્રહ ધારણ કર્યો કે આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી. તેમના પ્રત્યેની તેત્રીસ આશાતનાને ત્રિવિધે તજી, ગુરુના છત્રીસ ગુણોનું ચિંતવન કરવું. અન્ય સમક્ષ પણ ગુરુના ગુણનું ભાવપૂર્વક કીર્તન કરતાં રાજાએ ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન કરવાથી તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો. એક માસનું અનશન કરી સમાધિપૂર્વક દેહ ત્યાગી, બારમા દેવલોકમાં દેવ થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy