SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ તે વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. તેમાં ૧. ઔદારિક—એ સ્થૂલ પુદ્ગલોનું બનેલું શરીર છે. તે મનુષ્ય અને તિર્યંચને હોય છે. તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે. ૨. વૈક્રિય—એટલે વિવિધ પ્રક્રિયાથી બનેલું, જે નાનું-મોટું કરી શકાય. ખેંચરમાંથી ભૂચર થઈ જાય, દૃશ્યથી અદૃશ્ય થઈ જાય, એકથી અનેક થઈ જાય એમ વિવિધ ક્રિયાવાળું તે વૈક્રિય શરીર. આ શરીર દેવ અને નારકીને જન્મથી હોય. ૩. આહારક–એ શરીર ચૌદપૂર્વઘારી કે તપસ્વી મહાત્મા, તીર્થંકર ભગવાનને સંશય પૂછવા માટે એક હાથનું અતિ વિશિષ્ટ રૂપવાળું બનાવે તે. ૪. તૈજસ-અનાદિકાળથી જીવ સાથે રહેલ તૈજસ દ્રવ્યોના સમૂહ કે જેથી આહારનું પાચન વગેરે થાય તથા શરીરમાં ગરમી રહે તે તૈજસ શરીર. ૫. કાર્મા—જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો; જે આઠ કર્મના વિકારરૂપ તથા સર્વે શરીરના કારણભૂત બને છે. તે કાર્માણ શરીર છે. (૪) અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી અંગોપાંગ પ્રાપ્ત થાય. હાથ, પગ, છાતી, પેટ, માથું વગેરે અંગ છે અને હાથપગની આંગળીઓ વગેરે ઉપાંગ છે. તે ૧. ઔદારિક, ૨. વૈક્રિય તથા ૩. આહારક શરીરમાં હોય છે; તૈજસ, કાર્મણ શરીરમાં હોતા નથી. (૫) સંહનન નામકર્મ :- જે કર્મના ઉદયથી હાડકાના બાંઘામાં વિશેષતા હોય તેને સંહનન અથવા સંઘયણ નામકર્મ કહે છે. તે છ પ્રકારના છે. ૧. વજાઋષભનારાચ સંઘયજ્ઞ :– અત્યંત મજબૂત હાડકાનો બાંધો. અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટ બંધ, તેના ઉપર વજ્ર જેવા હાડકાનો પટ્ટો અને વચમા આરપાર વજ્ર જેવા હાડકાની ખીલી હોય તે. ૨. ઋષભનારાચ સંઘયજ્ઞ – અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટબંધ, તેના ઉપર પટ્ટી પણ વચમાં ખીલી નહીં. ૩. નારાચ સંઘયણ ઃ— અસ્થિ સાંધામાં માત્ર બે બાજુ મર્કટ બંઘ હોય. બીજું કંઈ હોય નહીં. : ૪. અર્ધનારાચ સંષયણ – જેમાં એક તરફ મર્કટ બંધ હોય અને બીજી તરફ ખીલી બંઘ હોય. ૫. કીલિકા સંધયણ :– જેમાં અસ્થિ માત્ર ખીલીના બંઘથી બંધાયેલા હોય. ૬. છેવટું સંઘયણ – જેમાં હાડકાના સાંઘા માત્ર છેડે અડીને રહેલા હોય. આપણું હમણાનું સંઘયણ તે છેવટું સંઘયણ' છે, (૬) સંસ્થાન નામકર્મ :- જે કર્મના ઉદયથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ બનાવેલ સામુદ્રિક શાસ્ત્રમાં અંગોના જે માપો કહ્યા છે તે તે માપોવાળા અંગો મળવા તે સંસ્થાન નામકર્મ. પૂર્વે જેવું કર્મ બાંધ્યું હોય તેવું શરીરનું સંસ્થાન હોય. આના છ પ્રકાર છે. ૧. સમચતુરસ્ર સંસ્થાન :– ઉપર નીચે વચમાં જેવું જોઈએ તેવું સર્વાંગ સુંદર સામુદ્રિકશાસ્ત્ર અનુસાર લક્ષણયુક્ત હોય તે શરીર. અર્થાત્ પદ્માસનમાં બેઠેલાના ડાબા ઢીંચણથી જમણો ખભો અને જમણા ઢીંચણથી ડાબો ખભો, તથા બન્ને ઢીંચણની વચ્ચેનું માપ, તેમજ નાસિકાથી પદ્માસનનો અગ્રભાગ આ ચારેય માપ એક સરખા હોય તે સમયનુરસ સંસ્થાન. ૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :– ન્યગ્રોધ એટલે વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તેવા પ્રકારનું શરીર છે. ૩. સાદિ (સ્વાતિ) સંસ્થાન – જેના ઉદયે નાભિ નીચેના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તે. :
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy