SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૮ ૩ ચારિત્રમોહનીય કર્મનો બંઘ થાય છે. પણ સમ્યક્ સમજણ મેળવી કર્મના ઉદયમાં સમભાવ રાખવાથી, સહનશીલતાથી તથા કમળની જેમ સંસારમાં નિર્લેપ રહેવાથી આ મોહનીય કર્મ ક્ષીણ થાય છે. આયુષ્ય કર્મ :- જે કર્મના ઉદયથી જીવને નરકાદિ ગતિઓમાં નિશ્ચિત સમય સુધી રોકાઈને રહેવું પડે તે આયુષ્ય કર્મ. તે બેડી સમાન છે. સજા પામેલ કેદી નિયત સમય પહેલા બેડીથી છૂટી શકે નહીં; તેમ આ પણ છે. આ કર્મના ઉદયથી આત્માનો અક્ષય સ્થિતિ ગુણ રોકાઈને રહે છે. આયુષ્ય કર્મના ભેદ :- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ, દેવાયુ; એમ આયુષ્યકર્મના ચાર ભેદ છે. આ કર્મને લીધે જન્મ લેવો પડે, જીવવું પડે, મરવું પડે. જીવનમાં એક જ વાર એક ભવના આયુષ્ય કર્મનો બંઘ પડે. જે ગતિનો બંઘ પડે તેમાં જવું જ પડે છે. આયુષ્ય કર્મબંઘના કારણો – નરકાયુ - મહાઆરંભ, મહાપરિગ્રહ, રૌદ્ર (ક્રૂર) પરિણામ, પંચેન્દ્રિય વઘ, માંસભક્ષણ, અનંતાનુબંધી કષાયવાળી વેર પરંપરા, રાત્રિભોજન અને પરસ્ત્રીગમન વગેરેથી જીવને નરકાયુનો બંધ પડે છે. તિર્યંચાયુ - કોઈના ગૂઢ રહસ્ય પ્રગટ કરવા, છળકપટ, ખોટા તોલમાપ કરવા, કપટસહિત જૂઠું બોલવું તથા અપ્રત્યાખ્યાન કષાયવાળા અને આર્તધ્યાન વગેરેથી જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મનુષ્ઠાયુ – સ્વભાવથી મંદ કષાય, અલ્પ આરંભ-પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરળતા, સભ્યતા, ઉદારતા વગેરેથી મનુષ્યાયનો બંઘ પડે છે. દેવાયુ - સંયમ, દેશસંયમ, બાળ-અજ્ઞાન તપ તથા અકામ નિર્જરા વગેરેથી જીવ દેવાયુનો બંધ કરે છે. શરીરાદિ આકાર ચિતારા સમ કરે હો લાલ ચિતારા નામ-કર્મનો બંઘ સડસઠ ફૂપ ઘરે. હો લાલ સડસઠ. ૧૭ અર્થ – નામકર્મ – નામકર્મ એ ચિતારા એટલે ચિત્રકાર જેવું છે. ચિત્રકાર જેમ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકીના ચિત્રો દોરે તેમ અથવા નટ જેમ અનેક પ્રકારના રૂપો ઘારણ કરે તેમ આપણે પણ આ શુભ અશુભ નામકર્મના પ્રભાવે અનેક શરીરાદિ રૂપોને ઘારણ કરીએ છીએ. આ કર્મના ઉદયથી આત્માનો અમૂર્તિક એટલે અરૂપી દિવ્યશક્તિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મની બંઘયોગ્ય કુલ ૬૭ પ્રકૃતિઓ નીચે પ્રમાણે છે. નામકર્મની ૬૭ પ્રકૃતિઓ :તેમાંથી ૩૯ પિંડ એટલે સમૂહ પ્રકૃતિ. તે ૧૨ ભેદ બતાવી, બીજા બે ભેદ વિષે નીચે નોંઘ આપેલ છે. ૧. ગતિનામ કર્મ - જે કર્મના ઉદયથી જીવ નરકાદિ ગતિમાં ગમન કરે. તે ચાર પ્રકારે ૧. દેવગતિ, ૨. મનુષ્યગતિ, ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ. ૨. જાતિનામ કર્મ :- જે કર્મના ઉદયથી હીન અધિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. તે પાંચ પ્રકારે– ૧. એકેન્દ્રિય, ૨. બે ઇન્દ્રિય, ૩. તે ઇન્દ્રિય, ૪. ચઉરિન્દ્રિય અને ૫. પંચેન્દ્રિય. ૩. શરીરનામ કર્મ - જે કર્મના ઉદયથી પાંચ પ્રકારના શરીરની પ્રાપ્તિ થાય તે ઔદારિક,
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy