SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સૌ પર-દ્રવ્યોથી જુદો રે, પર પર્યાયથી ભિન્ન, આત્માનો નિશ્ચય થયે રે, સમતાનો જો જન્મ. સમતા અર્થ - પોતાનો આત્મા ચેતન કે અચેતન સર્વ પરદ્રવ્યોથી જુદો છે. તેમજ પર પદાર્થોના સર્વ પર્યાયો એટલે અવસ્થાઓથી પણ આત્મા ભિન્ન છે. એવો નિશ્ચય થયે હૃદયમાં સમતાભાવનો જન્મ થાય છે. “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંઘાણ સદાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (૨૦ાા અવિચળ સુખ તેને મળે રે, અવ્યય પદ લે તે જ, બંઘમુક્ત પણ તે બને રે, સમ જે યોગી રહે જ. સમતા અર્થ - આત્માનું અવિચળ એટલે અખંડ સુખ તેને મળે છે, તેજ અવ્યય એટલે શાશ્વત એવા મોક્ષપદને પામે છે. તે જ સર્વથા કર્મબંઘથી મૂકાય છે કે જે યોગી સમભાવમાં સ્થિર રહે છે. Im૨૧ાા ન ચરાચર જગમાં કશું રે ઉપાદેય કે હેય, તેવા મુનિ તર્જી શુભાશુભ રે શુદ્ધ શિવ-પદ લેય. સમતા અર્થ :- આ ચરાચર એટલે ચેતન અને જડમય જગતમાં કશુંયે ગ્રહણ કરવા યોગ્ય નથી. અને ત્યાગવા યોગ્ય નથી; કેમકે પોતાનો તો એક આત્મા છે. એ સિવાય કશું પોતાનું નથી એમ વિચારી મુનિ, પર પદાર્થોના નિમિત્તે થતા શુભાશુભ ભાવનો ત્યાગ કરી આત્માનાં શુદ્ધ સમભાવરૂપ મોક્ષપદને પામે છે. //રરાાં કમઠ-જીવ દશ ભવ સુઘી રે, દે પીડા મરણાંત, તોપણ પાર્થપ્રભુ ઘરે રે સમતા, અહો! અનંત. સમતા અર્થ – હવે અનેક સમતાવારી મહાપુરુષો પૂર્વે થયા છે તેના થોડાક દ્રષ્ટાંતો અત્રે જણાવે છે : કમઠનો જીવ દસ ભવ સુધી ભગવાન પાર્શ્વનાથના જીવને મરણાંત દુઃખ આપે છે. તો પણ પાર્થપ્રભુ અહો! સમતાને જ ઘારણ કરીને રહે છે. ૨૩, સ્નેહ-પાશ બહુ ભવ તણો રે, તોડ રામ ભગવંત, અનુક્રૂળ પરિષહ જો, સહે રે સમતા ઘરી અનંત. સમતા અર્થ :- ઘણા ભવનું સ્નેહ બંઘન શ્રી રામે વૈરાગ્યભાવ થરી દીક્ષા લઈ તોડી નાખ્યું. શ્રીરામ ધ્યાનમાં ઊભા હતા ત્યારે સીતા જે દેવલોકમાં સીતેન્દ્ર થયેલ છે, તેણે આવી અનેક અનુકૂળ ઉપસર્ગો વડે શ્રીરામને ચલાયમાન કરવા પ્રયત્નો કર્યા છતાં શ્રીરામે સમતા ઘારણ કરી તે સહન કર્યા પણ ચલાયમાન થયા નહીં. ર૪. પ્રતિક્રૂળ પરિષહ જોખમે રે, મુનિવર ગજસુકુમાર, શિર પર અંગારા બળે રે, સમતા ઘરે અપાર. સમતા. અર્થ - પ્રતિકૂળ મરણાંત પરિષહને પણ મુનિવર ગજસુકુમારે સહન કર્યા. તેમના માથા ઉપર અંગારા ભર્યા છતાં અનંત સમતાને ઘારી તેમણે તે સહન કર્યો. રપાા પિલાયા મુનિ પાંચસેં રે યંત્રે શેરડી જેમ, હાડ ચૅરેચૂરા થતા રે ગેંકે ન સમતા-ક્ષેમ. સમતા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy