SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા ૫ ૭ મોહ-પંક પરિહર્યો રે, તૂટે રાગાદિ પાશ, વિશ્વવંદ્ય સમતા-સતી રે, કરે ઉરે ગૃહવાસ. સમતા અર્થ - મોહમાયારૂપી કીચડનો ત્યાગ કરવાથી રાગદ્વેષાદિરૂપ જાળને તોડી શકાય છે. તેવા સપુરુષના હૃદયમાં વિશ્વને વંદન કરવા લાયક એવી સમતારૂપી સતી આવીને નિવાસ કરે છે. ૧૩ સામ્ય ભાવના જાગતાં રે, નાશ આશનો થાય, અવિદ્યા ક્ષીણ તે ક્ષણે રે, ચિત્ત-સર્પ મરી જાય. સમતા અર્થ :- હૃદયમાં સમતાભાવ જાગૃત થવાથી આશારૂપી પિશાચીનો નાશ થાય છે. તે જ ક્ષણે અવિદ્યા એટલે અજ્ઞાન દૂર થાય છે અને ચિત્તરૂપી સર્પ પણ મરી જાય છે અર્થાતુ સંકલ્પ વિકલ્પ શાંત થઈ જઈ ઇચ્છાઓ શમી જાય છે. ૧૪ ટાળે કર્મ નિમેષમાં રે, સમભાવે મુનિ જેહ, કોટી ભવનાં તપો વડે રે, અન્ય ન ટાળે એહ. સમતા અર્થ :- સમભાવમાં સ્થિત મુનિવર એક નિમેષ એટલે આંખના પલકારામાં જેટલા કર્મ ટાળે છે, તેટલા કરોડો ભવના તપવડે પણ અજ્ઞાની ટાળી શકતા નથી. ||૧૫ના કહે વિશ્વવેત્તા ખરું રે : સમતા-ધ્યાન મહાન, તેને પ્રગટ કરાવવા રે, કહ્યાં શાસ્ત્ર સૌ, માન. સમતા અર્થ :- સકળ વિશ્વને જાણનાર એવા ભગવાન તીર્થકરો ખરી વાત કહે છે કે સમતારૂપી ધ્યાન એ મહાન ધ્યાન છે. તે સમતારૂપી ધ્યાનને પ્રગટ કરાવવા માટે સર્વ શાસ્ત્રોની રચના જ્ઞાની પુરુષોએ કરી છે એમ હું માન. /૧૬ના જે જ્ઞાની સમતા ઘરે રે, સર્વ વસ્તુમાં નિત્ય, કેવલી સમ સુખ તે લહે રે, માનું મુનિ ખચીત. સમતા અર્થ - જે જ્ઞાની પુરુષ જગતની સર્વવસ્તુમાં એટલે તૃણ કે મણિ, મુક્તિ કે સંસાર, માન કે અપમાન વગેરે સર્વમાં હમેશાં સમતાભાવને ઘારણ કરીને રહે છે તે કેવળી સમાન સુખને પામે છે. તેને ખચીત એટલે અવશ્ય મુનિ માનું છું. //વશી આત્મશુદ્ધિ કરવા ચહે રે, સમ્યક સ્વાભાવિક, મહાભાગ્ય તે ઘારશે રે સમતામાં મન ઠીક. સમતા અર્થ : જે ભવ્યાત્મા પોતાના આત્મસ્વભાવની શુદ્ધિ કરવા ઇચ્છે તે મહાભાગ્યશાળી પોતાના મનને સમતામાં રાખવાનો ખરો અભ્યાસ કરશે. II૧૮. રાગાદિક દોષો તજી રે, સર્વ દેહથી દૂર, આત્માને આત્મા વડે રે જાણ્ય, સાચ્ચે શૂર. સમતા અર્થ :- રાગાદિક દોષો છોડી અને સર્વ દેહભાવને મૂકી દઈ આત્માને આત્માવડે જાણવાથી સમભાવ પ્રગટે છે અને તેથી આત્મા શૂરવીર બને છે. I/૧૯ાા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy