SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ૧૭૪ નિશ્ચયપણે જાણીએ છીએ;” (પૃ.૨૯૭) ||૫|| આમ કર્યાર્થી અખંડ ખુમારી પ્રવહે નિશ્ચય એવો રે જાણી ગુપ્તપણે આરાધે; નરભવ-હાવો લેવો . શ્રીમદ્ ઃ અર્થ :– આવી પ્રભુ પ્રત્યે ઘેલછાથી પ્રેમની ખુમારી અખંડપણે રહેશે એવો પરમકૃપાળુદેવને નિશ્ચય છે એમ જાણી તેને ગુપ્તપણે આરાઘે છે. કેમકે મળેલ માનવદેહનો પૂર્ણપણે લાભ ઉઠાવવા તેઓ ઇચ્છે છે. પા જનકવિદેહી જ્ઞાનદશા નહી માયા દુસ્તર તરતા રે, સહજ ઉદાસીનતા હતી તોપણ દુરંત પ્રસંગે કરતા રે, શ્રીમદ્૰ અર્થ :– રાજા જનક આત્મજ્ઞાનના બળે વિદેહીદશાને ધારણ કરી દુસ્તર એવી મોહમાયાને જીતી ભવસાગર તરતા હતા. તેમની સહજ ઉદાસીનદશા હોવા છતાં માયાનો દુરંત એટલે દુઃખે કરી અંત આવી શકે એવા જગતના પ્રસંગોમાં તેઓ પણ ડર રાખી પ્રવર્તતા હતા. “વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; પણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માથાના પ્રસંગમાં કેવળ જેની ઉંદાસ અવસ્થા છે એવા નિશ્વગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” (વ.પૃ. ૩૧૩) ।।૫૭ના જલધિમાં તોફાને ડોલે નાવ કુશળ નાવિકની રે, તેમ પરિણતિ ડોલે ત્યાં લે મદદ અષ્ટાવક્રની રે. શ્રીમદ્ અર્થ :– જલધિ એટલે સમુદ્રમાં જેમ તોફાન આવવાથી કુશળ નાવિકની નાવ પણ ડોલાયમાન થઈ જાય, તેમ પરિવ્રુતિ એટલે ભાવોમાં ચંચળતા આવી ડોલાયમાન થાય ત્યારે જનક વિદેહી પોતાના શ્રી ગુરુ અષ્ટાવક્રની મદદ લેતા હતા. ।।૫૮।। માયાના પ્રત્યેક પ્રસંગે કેવળ ઉદાસ અવસ્થા રે, સદ્ગુરુની રહેતી હોવાથી શરણ તણી બલવત્તા ૨. શ્રીમદ્ અર્થ :— તેમના સદ્ગુરુ અષ્ટાવક્રની માયામોહના પ્રસંગે પણ કેવળ ઉદાસ દશા રહેતી હોવાથી તેમનું શરણ જનવિદેહીને બળવત્તર હતું. IIપા પથ્થરના સ્તંભે વીંટાતી વેા ન પવને હાર્યો રે, તેમ શરણ સદ્ગુરુનું લેતાં ચંચળ મન ના ચાલે રે. શ્રીમદ્ અર્થ :– જેમ પત્થરના સ્તંભે વીંટાયેલી વેલ તે પવન વડે હાલી નીચે પડે નહીં તેમ સાચા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતનું શરણ લેવાથી સ્વભાવે ચંચળ એવું મન પણ પતિત થાય નહીં પણ સ્થિર રહે છે, કારણકે સદ્ગુરુના શરણની એવી જ બળવત્તરતા છે. વ્યા આ કળિકાળ વિષમ હોવાથી સ્વરૂપ-સ્થિરતા દુર્ઘટ રે, જંજાળ અનંતી, અલ્પ જિંદગી અનંત તૃષ્ણા-ખટપટ રે- શ્રીમદ્
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy