SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૭૧ “ખેડૂત બે પૂર્વે હતા, એક બળદને કાજે રે લડી મર્યા; હાથી થયા, પૂર્વવરથી ઝૂઝે રે. ૯૩ અર્થ - પૂર્વભવમાં આ બેય ખેડૂત હતા. એક બળદને માટે તેઓ લડી મરી હાથી થયા. ત્યાં પણ પૂર્વવરથી પરસ્પર ખૂબ ઝૂયા. I૯૩ણા મરી ફરી પાડા થયા, લડી મરી, મેંઢા થાતા રે, લડી મરી મરઘા થયા,”સુણી વૈર ભેલી જાતા રે-૯૪ અર્થ - ત્યાંથી ફરી મરી પાડા થયા. ત્યાં પણ લડી મરીને મેંઢા થયા. તે ભવમાં પણ લડી મરીને હવે આ બેય મરઘા થયા છે. આ બધું સાંભળીને તે મરઘાઓ પોતાના કરેલા વૈરભાવને ભૂલી મહાપાપની મનવડે નિંદા-ગર્હ કરી ઘનરથ રાજાના ચરણને નમી પોતાની ભાષામાં બોલ્યા હે પ્રભુ! અમે હવે શું કરીએ? ત્યારે રાજાએ તેમને અહિંસાધર્મ પાળવાનો ઉપદેશ આપ્યો. તેથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી અનશનવ્રત લઈને અંતમાં સંન્યાસ ધારણ કર્યું. I૯૪ શાંતિ ઘરી, મરી દેવ બે થયા, એટલે આવે રે, દર્શાવી ઉપકાર તે, વિમાન નિજ બતાવે રે, ૯૫ અર્થ - તે અહિંસાધર્મના પાલનવડે શાંતિ ઘરીને ત્યાંથી દેહ ત્યાગી બન્ને તામ્રચૂલ અને કનકસૂલ નામના ભૂતજાતિમાં વ્યંતર દેવ થયા. તેથી ઉપકારનો બદલો વાળવા એકવાર તે આવી પોતાનું વિમાન બતાવી તેમાં બેસવાનું જણાવે છે. I૯૫ મેઘરથાદિ સર્વને વિમાનમાં બેસારી રે, દીપ-સમુદ્રો દાખવે, માનવ-સૃષ્ટિ સારી રે. ૯૬ અર્થ -મેઘરથાદિ સર્વ કુટુંબીઓને વિમાનમાં બેસાડીને દ્વીપ સમુદ્રો તથા સમસ્ત માનવ સૃષ્ટિ જે અઢી દ્વીપમાં રહેલ છે તેને બતાવી તે રાજી થયો. ૧૯૬ાા યાત્રા પૂર્ણ કરાવીને પાછા લાવી મૂકે રે, દિવ્ય અલંકારો દીઘા, સુર ઉપકાર ન ચૂકે રે. ૯૭ અર્થ :- યાત્રા પૂર્ણ કરાવી સૌને મૂળ સ્થાને પાછા લાવી મૂક્યા. પછી દિવ્ય અલંકારો ભેટમાં આપ્યા. દેવતાઓ કરેલા ઉપકારને ભૂલતા નથી. /૯૭ના ફેંકડા કૃત ઉપકારનો બદલો વાળે દેખો રે, માનવ ભૂલે તો પશુ કરતાં હલકો લેખો રે. ૯૮ અર્થ - કૂકડા જેવા પશુઓ પણ કરેલા ઉપકારનો બદલો વાળે છે; અને કોઈ માનવ બીજાના કરેલા ઉપકારને ભૂલે તો તેને પશુ કરતાં પણ હલકો સમજવો. ૯૮. ઘનરથ મનમાં ચિંતવેઃ શરીર વિષ્ટા-વાડો રે, જીવ વિચારે કેમ ના? દુઃખ તણો ભવ ખાડો રે!૯૯ અર્થ - એકવાર ઘનરથ રાજા મનમાં ચિંતવવા લાગ્યા કે આ શરીર વિષ્ટા-વાડો છે. છતાં જીવ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy