SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તે વિષે કેમ વિચારતો નથી? કે આ શરીર ઉપર રાગ કરવો તે ફરી નવા દેહ ઘારણ કરીને ચાર ગતિરૂપ સંસારમાં દુઃખ ભોગવવાના ખાડામાં પડવા સમાન છે. તા. પાપ-બીજફૅપ રાજ્યમાં જીવન જાય અલેખે રે, મોહ-મદિરા-છાકમાં સુખ દુઃખે જન દેખે રે. ૧૦૦ અર્થ - વળી વિચારે છે કે પાપના બીજરૂપ આ રાજ્યના વહીવટમાં આ જીવન અલેખે જાય છે. મોક્ષ રૂપી મદિરાના નશામાં આ જીવ જગતની આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખને જ સુખરૂપ માને છે. ૧૦૦ના ઑવન અનિશ્ચિત જન્મથી, આત્મ-હિત કરી લેવું રે, બંધુ બંધન માનવા; સઘળું સ્વપ્ના જેવું રે.” ૧૦૧ અર્થ - આ મનુષ્ય જીવન જન્મથી જ અનિશ્ચિત છે. એક ક્ષણનો પણ ભરોસો નથી. માટે સૌ પ્રથમ આત્મહિત કરી લેવું એ જ યોગ્ય છે. સર્વ બંધુઓ મોહના નિમિત્ત કારણ હોવાથી બંઘન સમાન માનવા. આ જગતમાં સર્વ સ્વપ્ના જેવું છે. આયુષ્ય પૂર્ણ થયે સર્વ સંબંઘો સ્વપ્ના જેવા ફોક જણાય છે. /૧૦૧ લોકાંતિક સુર આવીને પૂજી, સ્તવ ચેતાવે રે, અવસર ત્યાગ તણો કહી, સ્વર્ગે તે સિઘાવે રે. ૧૦૨ અર્થ :- સમયે લૌકાંતિક દેવોએ આવી પૂજા સ્તવના કરી ચેતાવ્યા કે હે સ્વામિનું! ઘર્મતીર્થ પ્રવર્તાવો. આ અવસર ત્યાગ કરવાનો છે એમ કહી પાછા તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. /૧૦૨ા રાજ્ય મેઘરથને દઈ, દીક્ષા ગ્રહીં તપ ઘારે રે, કેવળજ્ઞાની તે થઈ, ઘર્મમાર્ગ વિસ્તારે રે. ૧૦૩ અર્થ - તે સાંભળી જ્ઞાનથી પોતાની દીક્ષાનો સમય જાણી સાંવત્સરિક દાન આપી, મેઘરથ પુત્રને રાજ્ય પર સ્થાપન કરી, ઘનરથ રાજાએ દીક્ષા લીધી. પછી તપ તપી સર્વકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. હવે તીર્થંકર થઈ પૃથ્વીમંડળ ઉપર ઘર્મમાર્ગનો ઉપદેશવડે વિસ્તાર કરવા લાગ્યા. /૧૦૩ પુણ્યકર્મથી ભોગવે રાજ્ય મેઘરથ મોટું રે, ઘર્માદિ પુરુષાર્થથી તજતા વર્તન ખોટું રે. ૧૦૪ અર્થ - હવે મેઘરથ પુણ્યકર્મના ઉપાર્જનથી મોટા રાજ્યના ભોક્તા થયા, તો પણ ઘર્માદિ પુરુષાર્થને હમેશાં આદરે છે અને ખોટા વર્તનનો ત્યાગ કરે છે. I/૧૦૪ો. નૃપ ઉપવાસ કરી કરે વાત ઘર્મની જ્યારે રે, એક કબૂતર કંપતું પાસે આવ્યું ત્યારે રે- ૧૦૫ અર્થ - જે શાંતિનાથ ભગવાનનો જીવ છે એવા આ મેઘરથ રાજા એકવાર ઉપવાસ કરી પૌષઘવ્રત ગ્રહણ કરીને પૌષધશાળામાં યોગાસને આરૂઢ થઈ સમગ્ર રાજાઓની પાસે ઘર્મદેશના કરતા હતા. તે સમયે શરીરે કંપતું અને ભયથી ચપળ લોચનવાળું એક કબૂતર ઊડતું આવીને મેઘરથ રાજાનાં ઉસંગમાં પડ્યું. ||૧૦પા. વેગે ગઘ આવી કહે : “દેવ મને ઉગારો રે, ભૂખે પ્રાણ જતા અરે! કબૂતર મુજ આઘારો રે.” ૧૦૬
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy