SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (પ) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૯ ૧ અર્થ :– પ્રથમના ચાર કષાય તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને ત્રીજી સ્ત્યાનગૃદ્ધિ, વળી ચાર સહનન એટલે સંઘયણ તે ઋષભનારાચ, નારાચ, અર્ઘનારાચ, કીલિકા પછી સ્ત્રીવેદ તથા નીચ ગોત્રનો આ મિશ્ર ગુણસ્થાનકમાં બંધ પડતો નથી. મઘ્ય સંસ્થાન ચાર, ઉદ્યોત, આયુ બે; હો લાલ ઉદ્યોત॰ બાંઘે ચૂંવોર્નર ત્રીજે ગુણસ્થાનકે હો લાલ ત્રીજે ગુણ ૨૬ અર્થ :— મધ્યના ચાર સંસ્થાન એટલે શરીરની આકૃતિ તે ન્યગ્રોઘપરિમંડલ, સાદિ (સ્વાતિ), વામન, કુબ્જ પછી ઉદ્યોત અને મનુષ્યાયુ તથા દેવાયુનો બંધ થતો નથી. એ ગુણસ્થાનમાં કોઈપણ આયુષ્યનો બંધ પડતો નથી. બીજા ગુણસ્થાનમાં બંઘ પ્રકૃતિ ૧૦૧ હતી તેમાંથી આ ત્રીજા ગુણસ્થાનની બીજી ૨૭ પ્રકૃતિઓ બાદ કરતા ૭૪ પ્રકૃતિઓ આ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકમાં બંધ યોગ્ય હોય છે. આ મિશ્ર ગુન્નસ્થાને જીવ દેહ છોડતો નથી અને આયુષ્યનો બંઘ પણ કરતો નથી. ।।૨૬।। અવિરતિ સમ્યગ્દષ્ટિ ત્રણ બાંધતા બીજી હો યાય ત્રણ જિન-બીજ, સુર-નર આયુ, સિન્નોતર ત્યાં થતી હો લાલ સિન્ ૨૭ અર્થ :– આ અવિરતિ નામના ચોથા ગુણસ્થાનકમાં દર્શન મોહનીયકર્મની ત્રણ અને અનંતાનુબંઘી કષાયની ચાર મળી કુલ સાત પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય અથવા કાર્યોપશમ થવાથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી વ્રત આવતા નથી. તેથી અવિરતિ સમ્યકવૃષ્ટિ નામનું આ ચોથું ગુણસ્થાનક કહેવાય છે. ત્રીજા ગુણસ્થાનકમાં ૭૪ પ્રકૃતિઓનો બંઘ થતો હતો પણ આ ચોથા ગુણસ્થાનમાં બીજી ત્રણ પ્રકૃતિઓ તે જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મ, તથા દેવાયુ અને મનુષ્યાયુનો બંઘ વધી જવાથી કુલ ૭૭ પ્રકૃતિનો બંધ આ ચોથા અવિરતિ સમ્યક્દ્ગષ્ટિ ગુણસ્થાનમાં થાય છે. ।।૨૭।। દશ દેશ-વિરતિ માંહી બંઘાય નહીં કહી હો લાલ બંધાય૰ અપ્રત્યાખ્યાની ચાર, મનુષ્ય-ત્રિક વળી હો લાલ મનુષ્ય ૨૮ અર્થ :— આ પંચમ દેશ-વિરતિ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ ક્રોઘ, માન, માયા, લોભના સોપશમથી શ્રાવક વ્રતરૂપી દેશચારિત્રની પ્રાપ્તિ થાય છે. પણ પ્રત્યાખ્યાનાવરણ કાયના ઉદયથી સર્વવિરતિ સંચમ આવતો નથી. આ પાંચમાંથી ઉપરના બધા ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન હોય છે. આ ગુણસ્થાનમાં બીજી દશ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ તથા મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી તથા મનુષ્યાયુ છે. ।।૨૮।। આદિ સંહનન સાથે ઔદારિક-નિક એ; હો લાલ ઔ પ્રત્યાખ્યાની ચાર છઠ્ઠું ન બંધાય છે, હો લાલ છઠ્ઠું ન ૨૯ અર્થ :— આદિ એટલે પ્રથમનું સંહનન તે વજાઋષભનારાચ સંહનન તથા ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ મળી કુલ દશ પ્રકૃતિઓનો આ પાંચમા ગુણસ્થાનમાં બંધ થતો નથી. ચોથા ગુણસ્થાનમાં
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy