SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ નાવ ૐબે અતિ ભારથી, ખરી તેમ જ હિંસા-ભાર રે, ખરી ડુબાડે, વિચાર રે. ખરી ન૨-સમુદ્રે જીવને – ખરી હવે પંચ મહાવ્રત વિષે વાત કરે છે ઃ— અર્થ :જેમ અતિ ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે. તેમ હિંસા કરવાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. માટે કદી પણ હિંસા કરવી નહીં. એ વાત દૃઢપણે વિચારવા યોગ્ય છે. ।।૬।। તૃણ ઊડે વંટોળીએ - ખરી જીવ અસત્યે તેમ રે; ખરી ભમે ભવે ચિરકાળ રે! ખરી જૂઠ ન દેતી ક્ષેમ રે. ખરી અર્થ ઃ— જેમ વાના વંટોળીઆ તરણા ઊડે તેમ જીવ અસત્ય બોલવાથી આ સંસારમાં ચિરકાળ ભમે છે. તે જૂઠ તેને કદી પણ ક્ષેમ એટલે સુખશાંતિ આપનાર થતું નથી. ૫૬૪॥ સ્પર્શ કૌચનો દુઃખ દે - ખરી તેમ અદત્તાદાન રે, ખરી પરથન-દારા પ્રીતિ દે- ખરી ચિંતા ચિતા સમાન રે. ખરી અર્થ :– જેમ કૌચ એટલે કૂચના કાંટાનો સ્પર્શ કરવાથી તે કરડ્યા કરે, દુઃખ આપે તેમ અદત્તાદાન = એટલે ચોરી કરી પરધન હરણ કરવાથી ક્યારેય પણ સુખ થતું નથી. પરધન કે પરદારા એટલે પરસ્ત્રી પ્રત્યેની પ્રીતિની ચિંતા જીવને ચિંતા સમાન બાળનાર થાય છે. ।।૫।। મૈથુન મન્મથ-દાસને – ખરી નરકે ઢસડી જાય રે; ખરીજેમ જમાદા૨ો વડે - ખરી કેદી જન ઢસડાય રે. ખરી અર્થ :— મૈથુન એટલે અબ્રહ્મ સેવનાર એવા મન્મથ એટલે કામદેવના દાસને તે રાંકની પેઠે ગળેથી પકડી નરકમાં ઢસડી જાય છે, જેમ જમાદારો એટલે પોલિસવર્ડ કેદી જન જેલમાં ઢસડાય છે તેમ. II૬૬॥ પરિગ્રહ-કુગ્રહે સહે - ખરી ભારે દુઃખો સર્વ રે; ખરી કાદવમાં કરીવર કળે – ખરી૰ તેમ રસાદિ-ગર્વ રે. ખરી અર્થ :– પરિગ્રહરૂપી કુગ્રહવડે જીવ ચારે બાજુથી પકડાઈ જઈ સર્વ પ્રકારના ભારે દુઃખોને સહન કરે છે. કરીવર એટલે મોટો હાથી જેમ કાદવમાં કળી જાય તેમ પ્રાણી રસગારવ, રિદ્વિગારવ અને સાતાગારવવડે આ સંસારરૂપી કાદવમાં કળી જાય છે. ।।૬।। દેશે પણ પાપો તજે-ખરી તે વ્રી લે કલ્યાણ રે.' ખરી સમકિત સહ નિર્દેમિકા-ખરી અણુવ્રતો લે, જાણ રે. ખરી અર્થ :— દેશે એટલે અંશે પણ જે જ્ઞાનીપુરુષની આજ્ઞાથી આ પાંચ પાપોને તજે તે દેશવ્રતી શ્રાવક કલ્યાણને પામે છે. આ પ્રમાણે ચારગતિનું દુઃખમય સ્વરૂપ જાણી નિર્દેમિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. જેથી મુનિશ્વર પાસે તેણીએ સમકિત સહિત પાંચ અણુવ્રતોને ધારણ કર્યા. પ્રા વંદન કરી પાછી ફરી- ખરી ભારો લઈને જાય રે; ખરી બહુ દિન ધર્મ ઘરી હવે - ખરી૰ અનશન-ધારી થાય રે. ખરી અર્થ :– પછી મુનિશ્વરને વંદન કરી પોતાને કૃતાર્થ માનતી તે ભારો લઈ ઘર તરફ પાછી ફરી. ઘણા દિવસ સુધી તપાદિ ધર્મ ક્રિયા કરી અંતે અનશનવ્રત ધારણ કર્યું, ના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy