SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ અર્થ - આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ૧. અર્ધનારાચ, ૨. કીલિકા અને ૩. સેવા (છેવટું) સંહનન એ ત્રણ તથા ૪. સમ્યત્વ-મોહનીય મળીને કુલ ચાર પ્રકૃતિઓ, સાતમા ગુણસ્થાનની ૭૬ પ્રકૃતિઓમાંથી બાદ કરતાં આઠમા ગુણસ્થાનમાં ૭૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. આઠમા ગુણસ્થાનકથી શ્રેણી ચાલુ થતી હોવાથી આ ગાથામાં કહ્યા તે ત્રણ છેલ્લા સંહનનનો ઉદય આઠમામાં ઘટતો નથી. અને આ ત્રણ સંહનનવાળા જીવો મંદ વિશુદ્ધિવાળા હોય તેથી શ્રેણી માંડી શકતા નથી. પણ વજઋષભનારાચ, ઋષભનારા અને નારાચ એ ત્રણે સંહનનવાળા જીવો ઉપશમ શ્રેણી માંડી શકે છે. પણ ક્ષપકશ્રેણી તો એક વજઋષભનારા સંઘયણવાળા જ માંડી શકે છે. હવે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬. જુગુપ્સા જવાથી, આઠમા ગુણસ્થાનની ૭૨ પ્રકૃતિઓમાંથી આ ૬ પ્રકૃતિઓ બાદ થતાં ૬૬ પ્રકૃતિઓનો ઉદય નવમાં ગુણસ્થાનમાં હોય છે. I/૧ળા દશમે ઉદયે સાઠ : ત્રણે વેદની જતી હો લાલ ત્રણે સંજ્વલન વિણ લોભ, ત્રણે દૂર થતી હો લાલ ત્રણે૧૮ અર્થ :- દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં ૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસક વેદ તથા સંજ્વલન લોભ કષાય વિના બાકીના સંજ્વલન ૪. ક્રોધ, ૫. માન, ૬. માયા મળીને કુલ ૬ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનના અંતમાં જવાથી નવમા ગુણસ્થાનની ૬૬ પ્રકૃતિઓમાંથી આ ૬ ને બાદ કરતાં ૬૦ પ્રકૃતિઓનો ઉદય આ દેશમાં ગુણસ્થાનમાં હોય છે. |૧૮ાા. અગ્યારમે નહિ લોભ, ઓગણસાઠ જ રહી હો લાલ ઓગ બારમામાં બે ભેદ : પ્રથમમાં બે જતી-હો લાલ પ્રથમ ૧૯ અર્થ - અગિયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં સંવલન લોભ કષાય ઉપશાંત હોવાથી અર્થાત તેનો ઉદય ન હોવાથી આ દશમા ગુણસ્થાનકની ૬૦ પ્રકૃતિઓમાંથી સંજ્વલન લોભને બાદ કરતા પ૯ પ્રકૃતિઓનો ઉદય આ અગિયારમા ગુણસ્થાનમાં હોય છે. હવે બારમા ક્ષીણમોહ નામના ગુણસ્થાનના બે ભેદ છે. પ્રથમના ભેદમાં બે પ્રકૃતિઓનો નાશ થાય છે. ૧૯તા. ઋષભ-નારાચનક્રિકઃ સત્તાવન ઉદયે હો લાલ સત્તાવન નિદ્રા, પ્રચલા જાય, પંચાવન દ્વિતીયે. હો લાલ પંચાવન ૨૦ અર્થ - બારમા ક્ષીણમોહ ગુણસ્થાનની બે પ્રકૃતિ ૧. ઋષભાનારાચ સંહનન અને ૨. નારાજ સંહનન છે. અગિયારમા ગુણસ્થાનની પ૯ પ્રકૃતિમાંથી આ બે બાદ કરતાં પ૭ પ્રકૃતિઓ બારમા ગુણસ્થાનના પ્રથમ ભેદમાં ઉદયમાં રહે છે. તેમાંથી ૧. નિદ્રા અને ૨. પ્રચલા એ બે પ્રકૃતિઓ બીજા ભાગમાં નાશ થવાથી પ૭ પ્રકૃતિઓમાંથી બે બાદ કરતા ૫૫ પ્રકૃતિનો ઉદય આ બારમા ગુણસ્થાનમાં હોય છે. ૨૦. જ્ઞાનાવરણીય પાંચ, બથી અંતરાયની હો લાલ બથી દર્શનાવરણી ચાર : જતી ચૌદ ઘાતની હો લાલ જતી. ૨૧ અર્થ :- હવે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં ૧. મતિ, ૨. શ્રત, ૩. અવધિ, ૪. મન:પર્યવ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy