SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ ૭ ૫ પાષાણ સમ કરી કઠણ મન મુનિ બેય લીન સ્વરૂપમાં, બોલે ન ચાલે કે જુએ નિર્મળ રહે નિજ રૂપમાં. રાજા કહે : “મુનિરત્ન આવું ઘન્ય તમ કૂખે થયું! ભદ્રા, તમે શાંતિ ઘરો; જીવન સફળ પુત્રે કર્યું.”૧૬ અર્થ - પાષાણ એટલે પત્થર સમાન કઠણ મન કરીને મુનિ બેય સ્વરૂપમાં જ લીન રહ્યા. ન બોલે કે ન ચાલે કે જુએ પણ નિર્મળ એવા પોતાના આત્મસ્વરૂપના ધ્યાનમાં જ મગ્ન રહ્યા. ત્યારે રાજા શ્રેણિક ભદ્રામાતાને કહેવા લાગ્યા કે આવું મુનિરત્ન તમે કૂખે ઘારણ કર્યું માટે તમે પણ ઘન્ય છો. હવે શાંતિને હૃદયમાં ઘારણ કરો, કારણ કે તમારા પુત્રે તો આ મનુષ્ય જીવન સફળ કરી લીધું. [૧૬ના રાજા ગયા નિજ પુરમાં, માતા થઈ સાધ્વી સતી, બન્ને મુનિ અંતે વર્યા સર્વાર્થસિદ્ધ સુરગતિ. મુનિ બે ય મુક્તિ પામવાના ત્યાંથી ચાવી માનવ થઈ, માતા ય મુક્તિ પામશે સ્વર્ગે જઈ, નરભવ લઈ. ૧૭ અર્થ :- રાજા શ્રેણિક પોતાના નગરમાં ગયા અને સતી એવી ભદ્રા માતા સાધ્વી બની ગઈ. શ્રી શાલિભદ્ર અને ઘન્યકુમાર બન્ને મુનિ સમાધિપૂર્વક દેહત્યાગ કરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે અવતર્યા. ત્યાંથી ચવીને માનવ થઈ બેય મુનિ મુક્તિને પામશે. માતા પણ અહીંથી સ્વર્ગમાં જઈ પછી મનુષ્યભવ પામી મોક્ષને મેળવશે. I૧ણા. શ્રેણિક તો પ્રારબ્ધ ગતિ નિજ નરકની પૂરી કરી, પદ તીર્થપતિનું પામી ભરત, મોક્ષપદ લેશે વરી. સો મોક્ષગામી સજ્જનોની આ કથા વૈરાગ્યની, પરમાર્થ-પંથે પ્રેમ જગવે, સૂચના સભાગ્યની. ૧૮ અર્થ - શ્રેણિક રાજા તો પોતાના પ્રારબ્ધ અનુસાર નરકની ગતિ પૂરી કરીને ભરતક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામી મોક્ષપદને પામશે. સર્વ મોક્ષગામી સજ્જનોની આ કથા વૈરાગ્ય આપનાર છે અને પરમાર્થ માર્ગમાં પ્રેમ જાગૃત કરનાર છે કે આવી દેવતાઈ રિદ્ધિ ભોગવતાં સુખી જીવો પણ સંસાર ત્યાગી ચાલ્યા ગયા; તો હવે આપણે પણ પરમાર્થ પંથે પ્રેમ જગવી, આ તુચ્છ વિષયોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આપણા સદ્ભાગ્યનું આ સૂચન છે કે આવા પવિત્ર પુરુષોની કથાઓ, આવા કલિયુગમાં પણ આપણને સાંભળવા મળે છે. ૧૮ના શાલિભદ્ર કર્મોના બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર ભાંગોને તોડવાનો, ભગવાન મહાવીરની આજ્ઞાથી પુરુષાર્થ કરી ઉત્તમ ગતિ સાધી. તે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા કોને કહેવાય? એનું વિસ્તારથી વર્ણન કરી આગળના પાઠમાં હવે સમજાવવામાં આવે છે :
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy