SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ ૭ ૧. જાણે ન કદીયે કાંઈ પોતાનું કર્યું આ ભવ વિષે; નિઃસ્પૃહ તેવા ત્યાગ લેતા શાંત શ્રીમંતો દસે. ૧ અર્થ - શ્રી શાલિભદ્ર અને શ્રી ઘનશેઠની કૃતાર્થતાને જુઓ કે જેણે કરવાયોગ્ય સર્વ કર્યું. જેણે દેહ પ્રત્યે કે કુટુંબ પ્રત્યે અહંભાવ મમત્વભાવ મૂકી દઈ આત્મારૂપે જેનું મન બની ગયું. ઘર કે આટલી રિદ્ધિ છોડીને ચાલી જતાં આ ભવે જાણે કોઈ દિવસ પોતાનું કંઈ માન્યું જ નહોતું એવા તે નિઃસ્પૃહ પુરુષોની દશા વિચારવા યોગ્ય છે. આટલો મોટો ત્યાગ કરવા છતાં પણ તે શ્રીમંતો પરમશાંત દશામાં જણાતા હતા. શ્રી શાલિભદ્ર પ્રત્યે (ઘનાભદ્ર) કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવો તે શાલિભદ્ર અને ઘનાભદ્ર “જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.” (વ.પૃ.૩૮૮) સપુરુષના વૈરાગ્યનાં દ્રષ્ટાંત દેખે સાંભળે, તોયે કરે ઑવ કાળનો વિશ્વાસ રે! શાના બળે? વિચાર કરવા યોગ્ય છે આ ઉર-ગુફામાં ઊતરી, તીર્થકરો જેવા તજી ઘર, વ્રત લઈ જાતા તરી. ૨ અર્થ - સપુરુષોના આવા વૈરાગ્યના દ્રષ્ટાંતો દેખવા કે સાંભળવા છતાં પણ આ જીવ કાળનો વિશ્વાસ કયા બળે કરતો હશે? શું મોતની સાથે મિત્રતા હશે? કે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હશે? કે હું નહીં જ મરું એમ હશે? આ વાત હૃદયની ઊંડી ગુફામાં ઉતરીને વિચારવા યોગ્ય છે. તીર્થકરો જેવા પણ ઘરબાર તજી વ્રત લઈને તર્યા છે. સારા આવા સત્પરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૮) શ્રેણિક સુણી એ વાત ઉત્સવ આદરે દીક્ષા તણો, માને મહોત્સવ ઘર્મનો અવસર ચહે એ આપણો. ન્દવરાવ બન્ને ઘર્મમૂર્તિ, અવનવાં ભૂષણ ઘરે, જેને સહસ્ત્ર જનો વહે સુખપાલ તે આણી ઘરે-૩ અર્થ - શ્રેણિક રાજાએ આ વાત સાંભળી દીક્ષાનો ભવ્ય ઉત્સવ આદર્યો, અને ઘર્મનો આ મહોત્સવ છે એમ માનવા લાગ્યા. પોતાને પણ એવો દીક્ષાનો અવસર આવે એમ ભાવથી ઇચ્છવા લાગ્યા. શ્રી શાલિભદ્ર અને શ્રી ઘન્યકુમાર બન્ને ઘર્મમૂર્તિને સ્નાન કરાવી નવા નવા આભૂષણો પહેરાવ્યા. જેને સહસ્ત્ર એટલે હજાર માણસો ઉપાડી શકે એવા સુખપાલ એટલે પાલખીને, તેમના બેસવા માટે ઘરે આણી. હા બેસારી બન્ને વીરને ઘર છત્ર, ચામર વીંઝતા, વાજાં વિવિઘ વાગે ઘણાં, પુર-સજ્જનો સાથે જતા. વૈભારગિરિ પર પાલખીથી ઊતરી ઈશાનમાં જઈ, મંડનાદિક માતને દઈ લોચ કરતા તાનમાં. ૪
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy