SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા ૬ ૧ સમભાવમાં સ્થિત એવા મુનિના પ્રતાપથી તે જીવોના કષાયભાવો શમી જાય છે. ૩૯ાા યોગી વશ કરતા નહીં રે મને પ્રાણી ક્રૂર, સ્વયં શાંત દવ થાય જો રે વૃષ્ટિ થયે ભરપૂર. સમતા અર્થ - યોગીપુરુષો પ્રયત્ન કરીને તે ક્રૂર પ્રાણીઓને વશ કરતા નથી, પણ જેમ ભરપૂર વરસાદ વરસ્ય દાવાનળ આપોઆપ શાંત થઈ જાય છે તેમ તે ક્રૂર જીવો પણ મહાપુરુષોના પ્રભાવે શાંતભાવને પામે છે. |૪૦ શરદુ તુના યોગથી રે જો જળ નિર્મળ થાય, તેમ યોગ-સંસર્ગથી રે મન-મલ સર્વે જાય. સમતા. અર્થ - આસો થી કાર્તિક માસ સુઘીની શરદઋતુ કહેવાય છે. તે તુના યોગથી જળ નિર્મળ થાય. તેમ યોગીપુરુષોના સમાગમથી મનનો મેલ સર્વે ઘોવાઈ જાય છે. ૪૧ાા ક્ષીણ-મોહ મુનિ આશ્રયે રે, જાતિ-વેર વસરાય, સિંહ-શિશુને ચાટતી રે હરણી હર્ષિત થાય. સમતા અર્થ - જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે એવા મુનિ મહાત્માના સાનિધ્યમાં ક્રૂર જીવો પણ પોતાનું જાતિવેર ભૂલી જાય છે. ત્યાં સિંહના બચ્ચાને પ્રેમથી ચાટતી એવી હરણી પણ હર્ષ પામે છે. ૪રા ઢેલ ખેલતી સર્પગું રે, વાઘ સમીપે ગાય, ઉંદર બિલ્લી-ગોદમાં રે, શ્વાન-શશક હરખાય. સમતા અર્થ :- મહાત્માના સમીપે ઢેલ એટલે મોરડી સાપ સાથે ખેલે, વાઘ સમીપે ગાય બેસે, ઉંદર બિલ્લીની ગોદમાં રમે અને કૂતરો સસલાને જોઈ રાજી થાય છે. ૪૩ના ચંદ્ર, પવન, પૃથ્વી સમા રે મુનિ શાંતિ-દાતાર, અશુભ-પ્રીતિ, ભીતિ ટળે રે સમતા-પ્રભાવ ઘાર. સમતા અર્થ :- જેમ ચંદ્રની ચાંદની શીતળતા આપે, શીતળ પવન ગરમીને કાપે, પૃથ્વી આઘાર આપી શાંતિ પમાડે તેમ સમતાઘારી મુનિ મહાત્માઓ ત્રિવિઘ તાપથી બળતા સંસારી જીવોને શાંતિ આપનાર છે. તે મહાત્માઓના સમતા પ્રભાવે અશુભ મોહનો નાશ થાય છે. અને આલોક, પરલોક આદિ સર્વ પ્રકારના ભય ટળી જાય છે. ૪૪. કોઈ શાલિ-ફૂલે પૅજે રે, કોઈ ડસાવે સાપ, અનંત સમતાવંત મુનિ રે ગણે ન સુખ-સંતાપ. સમતા. અર્થ - એવા મહાત્માઓને કોઈ શાલિના ફુલોથી પૂજે કે કોઈ નાગ ડસાવે તો પણ અનંત સમતાના ઘારી મુનિ તેના સુખ કે સંતાપને ગણકારતા નથી. આહોર ગામમાં પ.પૂ.પ્રભુશ્રીજીએ એક પ્રસંગે પોતાની અદભુત અસંગી અંતરંગ આત્મદશા પ્રગટ કરી હતી કે –“કોઈ કુહાડાથી કાપે કે કોઈ ચંદન ચોપડે, અમારે તો પ્રભુ બન્ને પ્રત્યે સમ છે.” II૪પા. શિલા શય્યા, વન નગર રે સ્તુતિ નિંદા સમ ઘાર, કર્દમ કંકુ, યતિ યુવતી રે સમ માને મુનિ સાર. સમતા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy