SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૩૯ સાગરચંદ્ર રાજાનું દ્રષ્ટાંત – મલયપુર વિશાળ નગરમાં ન્યાયયુક્ત પ્રજાપાલન રાજા અમૃતચંદ્રનો પુત્ર સાગરચંદ્ર નામે હતો. તે બુદ્ધિશાળી અને ઉપકારી હતો. એક દિવસે એક પંડિતે રાજકુમાર પાસે એક ગીતિ એટલે છંદ કહ્યો. તે સાંભળી કુમારે તેને પાંચસો સોનામહોર આપીને તે છંદ કંઠસ્થ કર્યો. તે છંદનો ભાવ એ હતો કે જેમ દુઃખ વગર બોલાવ્યે આવે છે તેમ પુણ્ય હોય તો સુખ પણ વણમાગ્યું પ્રાપ્ત થાય છે. એકવાર ઉદ્યાનમાં ક્રિડા કરતા તે કુમારને પૂર્વભવના વૈરીએ ઉપાડી જઈ સમુદ્રમાં નાખી દીધો. છતાં પૂર્વપુણ્યના ઉદયથી બહાર નીકળી આવ્યો. અને કાળાંતરે રાજા અને વિદ્યાઘર વગેરેની આઠ કન્યાઓનો સ્વામી થયો. વારંવાર સુખ દુઃખ આવે તો પણ તે છંદના સ્મરણથી તેને સદા ઘીરજ રહેતી હતી. એકદા ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી વૈરાગ્ય પામી આઠેય રાણીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. પછી ગુરુ આજ્ઞાએ પ્રતિદિન અભિનવ એટલે નવીન જ્ઞાન મેળવવા અર્થે પ્રથમ પોરિસીએ સ્વાધ્યાય, દ્વિતીય પોરિસીએ અર્થનું ચિંતન, ત્રીજી પોરિસીએ આહારપાણી અને ચોથી પોરિસીએ અપૂર્વ શ્રુતનું અધ્યયન કરવાનો અભિગ્રહ ઘારણ કર્યો. તેનું સ્થિર ચિત્તે પાલન કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જી જીવન ઘન્ય કર્યું. ૨૧ શ્રી તીર્થનાથ-મુખથી સુણ અર્થ સૂત્ર, ગુંથે ગુણી ગણઘરો ઉપકાર અર્થે ભાષ્યાદિથી સરળ તે સમજાય તેવું, સૂરિ કરે, “મૃત” બધું; પદ ઓગણીમું. ૨૨ અર્થ – ૧૯. શ્રુતભક્તિ પદ – સત્કૃતનું શ્રી સદ્ગુરુ મુખે ભક્તિપૂર્વક શ્રવણ કરી તેનું મનન કરવું તે મૃતભક્તિપદ છે. શ્રી તીર્થનાથ એવા તીર્થકર ભગવાનના મુખથી તત્ત્વોનો પરમાર્થ સાંભળી ગુણી એવા ગણઘરો તેને પરોપકાર અર્થે સૂત્રમાં ગૂંથે અથવા તે સૂત્રો ઉપર ભાષ્ય, ટીકા આદિ લખી તે સૂત્રોના અર્થ સરળતાથી સમજાય તેમ આચાર્ય આદિ કરે તે બધી ઋતભક્તિ છે. તે પદમાં સ્થિત રહેનારને શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિના ઓગણીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. રત્નચૂડરાજાનું દ્રષ્ટાંત - તામ્રલિપ્ત નામે સુંદર નગરમાં રત્નશેખર નામે ન્યાયી રાજા રાજ્ય કરતો હતો. એકદા ગુરુ ભગવંતે દેશનામાં જણાવ્યું કે જે પ્રાણી ભાવથી આગમની ભક્તિ કરે છે તે પ્રાણી જડત્વ, અંઘત્વ, બુદ્ધિહીનતા અને દુર્ગતિને કદી પામતો નથી. અને જે આગમની આશાતના કરે તે પ્રાણી દુર્ગતિના ભાજનરૂપ થાય છે. ઇત્યાદિ શ્રુતભક્તિનો મહિમા સાંભળી રાજાએ શ્રુતભક્તિ કરવાનો નિયમ શ્રી ગુરુ પાસે અંગીકાર કર્યો. પછી ગૃહસ્થપણામાં પણ શ્રતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની દ્રવ્ય અને ભાવથી વિધિસહિત ભક્તિ કરી વૈરાગ્ય પામીને ચારિત્રગ્રહણ કર્યું. દીક્ષા લીઘા પછી પણ કૃતઘરોની ઉત્સાહપૂર્વક ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને આત્મકલ્યાણ સાધ્યું. /રરા શ્રી તીર્થનામ વીસમું પદ પૂજ્ય તારું, છે સ્થિર-જંગમરૂપે દયવિઘ ઘારું; યાત્રા-સ્થળો પુનિત સ્થાવરરૂપ જાણું, અત્યંત આત્મહિતકારી બીજું વખાણું. ૨૩ અર્થ :- ૨૦. તીર્થપદ - જેથી તરાય તે તીર્થ. સત્પરુષો અથવા તેમનો બોઘેલ આત્મઘર્મ તેથી તરાય માટે તે તીર્થરૂપ છે. શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિનું આ વીસમું તીર્થનામનું પદ જીવોને સંસારરૂપી સમુદ્રથી તારુ એટલે તારનાર હોવાથી પૂજનીય છે. તે દ્રયવિથ એટલે બે પ્રકારે છે. એક સ્થિર તીર્થ અને બીજું જંગમ તીર્થ. જ્યાં જ્યાં સત્પરુષો વિચરેલા છે એવી તેમના ચરણરજથી પાવન થયેલ યાત્રા સ્થળની ભૂમિઓ તે સ્થિર અથવા સ્થાવર તીર્થ છે. અને હાલતા ચાલતા શ્રી તીર્થકરો અથવા આત્મજ્ઞાની પુરુષો
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy