SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઉદયવડે આ મૂછ આવી હશે? ગુરુ કહે : પૂર્વ ભવ દીક્ષા લીઘા છતાં તું શ્રીગુરુને ગમે તેમ બોલતો તથા ગચ્છ ઉપર પણ વેષ રાખતો હતો. એકદા ગચ્છનો ત્યાગ કરી તું એકલો આગળ ચાલ્યો ગયો. ત્યાં અરણ્યમાં રૌદ્રધ્યાનથી મૃત્યુ પામી સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી અનેક ભવોમાં ભટકી આ ભવે તું આ રાજકુમાર થયો છું. મુનિ નિંદાનું કર્મ બાંધ્યું હતું. તે ભોગવતાં અવશેષ રહેલું તે આજે ઉદયમાં આવવાથી તને મૂછ આવી. હવે તે કર્મ નાશ પામ્યું છે. તે સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું અને વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પાળતાં એવો અભિગ્રહ કર્યો કે આજથી હું શ્રી ગુરુ, ગ્લાન, તપસ્વી વગેરેનું વૈયાવચ્ચ સ્થિર ચિત્તથી કરીશ. તેમ ભાવભક્તિપૂર્વક સદૈવ કરતાં શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જી જીવન સફળ કર્યું. ૧૯ાા. આશા તજી વિષયસુખની, પાપ છોડી, ત્રિયોગ શુદ્ધ કરી સંયમ-ભાવ જોડી, જે શ્રાવકો, મુનિ સમાધિ-સુખે વસે છે, તે સૌખ્ય હે! હૃદય, સત્તરમેં પદે લે. ૨૦ અર્થ :- ૧૭. સંયમ સમાધિપદ - આત્મસ્વરૂપને વિષે સ્થિતિ તે પરમાર્થસંયમ અને તે મેળવવાના કારણભૂત તે દ્રવ્ય સંયમ. એ દ્રવ્ય અને ભાવસંયમ વડે આત્મામાં સ્થિતિ કરવી તે સંયમસમાધિ પદ છે. તે પદમાં સ્થિતિ કરવા માટે પાંચ ઇન્દ્રિયના વિષયસુખની આશા તજી, પાપના કારણો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહને ત્યાગી, મન, વચન કાયાના ત્રિયોગને શુદ્ધ કરી મનને સંયમભાવમાં જોડી, જે શ્રાવકો અથવા મુનિઓ આત્માના સમાધિસુખમાં નિવાસ કરે છે તે જ ખરા સુખી છે. હે! આત્મા તું પણ હૃદયમાં વિકલ્પોને શમાવી આવા સમાધિસુખને પ્રાપ્ત કર. આ સંયમસમાઘિપદમાં નિવાસ કરનારને શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના સત્તરમા ભેદમાં ગણવામાં આવ્યા છે. પુરંદર રાજાનું દ્રષ્ટાંત – વારાણસી નગરીમાં વિજયસેન રાજાનો પુત્ર પુરંદરકુમાર હતો. યુવાનવયમાં ક્રિડા કરવા જતાં અરણ્યમાં શ્રી ગુરુનો ભેટો થયો. તેમની દેશના સાંભળી ઉપદેશમાં શ્રી ગુરુએ કહ્યું કે “સર્વ સંપદાઓનું કારણ ઘર્મ છે અને તેનું મૂળબીજ પરસ્ત્રીનો ત્યાગ કરવો એ છે' તેથી પુરંદરકુમારે શ્રી ગુરુ પાસે પરસ્ત્રીના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. રાજા થયે પણ વૃઢપણે વ્રતનું પાલન કરવા લાગ્યો. કાળાંતરે પુત્રને રાજ્ય સોંપી પાંચ સો રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યાં પણ દ્રવ્ય અને ભાવથી શુદ્ધ સંયમના પાલનવડે આત્મામાં સ્થિતિ કરી અનેક લબ્ધિઓના ઘારક થયા. સંઘ પર આવેલી આપત્તિનું નિવારણ કર્યું તથા વિશુદ્ધ સંયમ સમાધિના બળે તીર્થકર નામકર્મ ઉપાર્જી મહાશુક્ર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદને પામશે. રાણી બંઘુમતિનો જીવ પણ તેમના ગણઘર થઈ મુક્તિને પામશે. ર૦ના. શાસ્ત્રો શીખે ગુરુગમે તજવા પ્રમાદ, તે જ્ઞાનવૃદ્ધિરૃપ લે ગુરુનો પ્રસાદ; આડંબરો તર્જી સદા સમજી શમાતા, તો “જ્ઞાનનૂતન’ ગણાય, અઢારમું આ. ૨૧ અર્થ - ૧૮. અભિનવ જ્ઞાનપદ – નિત્ય નવીન અપૂર્વજ્ઞાનનો અભ્યાસ કરવો તે અભિનવ જ્ઞાનપદ છે. જે પ્રમાદને તજવા અર્થે નિત્ય નવીન શાસ્ત્રોને ગુરુગમે શીખે, તે જ્ઞાનવૃદ્ધિરૂપ ગુરુના પ્રસાદને પામે છે અર્થાત્ તેમની કૃપાને પાત્ર થાય છે. સમ્યકજ્ઞાનવૃદ્ધિના કારણે આડંબરો એટલે મિથ્યાડોળને મૂકી, તત્ત્વ સમજીને સદા સ્વરૂપમાં સમાય, તો “જ્ઞાનનૂતન' તેને મેળવ્યું એમ ગણાય. આ અઢારમું તીર્થંકરપદ પ્રાપ્તિનું સ્થાનક કહેવાય છે.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy