SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક પામું સદાય ગુરુ ગૌતમતુલ્ય ભક્તિ, કે દાન-પાત્ર જિનતુલ્યી થાય મુક્તિ; સર્વે સુસાધક સુપાત્ર ગણી ચહે જે, ભક્તિભર્યું હ્રદય પંદરમે પદે છે. ૧૮ ૧૩૭ = અર્થ :- ૧૫. દાન પદ :- સભ્યજ્ઞાનદર્શનાદિની આરાધના કરનાર સુપાત્ર સત્પુરુષોને ભક્તિપૂર્વક આહારાદિ આપવા તે દાન છે. શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વતની તળેટીમાં પંદરસો તાપસોને ખીર જમાડીને સહધર્મી પ્રત્યે ભક્તિ દર્શાવી તેવી ભક્તિ હું પણ સદાય પામું એમ ઇચ્છું છું. તેમજ જિનેશ્વર તુલ્ય દાન આપવાને પાત્ર જીવો મને મળી આવે તો મારી અવશ્ય મુક્તિ થાય. મોક્ષમાર્ગને સમ્યક્ પ્રકારે સાધનાર સર્વે સુપાત્ર જીવોને જે ભક્તિભર્યાં હૃદયથી દાન આપવાને ઇચ્છે તે ભવ્યાત્મા આ પંદરમા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકને પામે છે. હરિવાહન રાજાનું દૃષ્ટાંત :– કંચનપુર નગરમાં હરિવાહન નામે રાજા હતો. તેના મુખ્ય વિરંચિ નામના પ્રઘાને શ્રી ઋષભદેવ સ્વામીનું સુંદર મંદિર બંધાવ્યું. ત્યાં રાજા અને મંત્રી દર્શન કરવા જતાં રસ્તામાં શેઠના ઘરે પુત્ર જન્મના ઉત્સવની ધામધૂમ જોઈ. બીજે દિવસે દર્શન કરવા જતાં તે જ પુત્ર મરી ગયાના સમાચાર જાણ્યા. તેથી રાજા ચિંતવવા લાગ્યો કે અહો !પ્રાણીઓના કહેવાતા સાંસારિક સુખો કેટલા ક્ષણિક છે, તે ખરેખર દુઃખના જ હેતુ છે. એકદા આચાર્ય ભગવંતને રાજાએ શેઠ પુત્રને જન્મતાં જ બીજે દિવસે મૃત્યુ પામવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીગુરુએ કહ્યું કે કુદેવ, કુગુરુ અને કુધર્મ વિષે ધર્મબુદ્ધિનું આ ફળ છે. તે સાંભળી વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. પછી શ્રી ગુરુ મુખે તીર્થંકરપદ પ્રાપ્તિના પંદરમા પદમાં સુપાત્રદાનનો મહિમા સાંભળી પોતે પણ એવી પ્રતિજ્ઞા કરી કે સુપાત્ર એવા મુનિ મહાત્માઓને પ્રથમ ભોજન, પાન, ઔષધિવડે ભક્તિ કર્યા પછી જે વર્ષે તે જ મારે વાપરવું. દેવે પરીક્ષા કરી તો પણ વ્રત ભંગ ન કર્યું. તેના પરિણામે જિનનામ કર્મનો નિકાચિત બંધ કરી બારમા અચ્યુત દેવલોકમાં મહાન સમૃદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પદ પામી સિદ્ધિપદને પામશે. ।।૧૮।। સામાન્ય જિન સઘળા ભગવાન ભાળું, વિશ્વપ્રકાશક બધા સરખા નિહાળું; પ્રત્યક્ષ સૌ વિહરમાન ઉર્ફે વિચારું, આ સોળમા પદ વિષે જિન સર્વ ઘારું. ૧૯ અર્થ :- ૧૬. જિનપદ :- જેના અનંતાનુબંઘી કષાયો તથા મિથ્યાત્વની ગાંઠ છેદાઈ ગઈ છે તે • સામાન્યપણે જિનની કોટીમાં ગણાય છે. સર્વશ સિવાય, આચાર્ય ભગવંત ઉપાધ્યાય ભગવંત કે સાધુ ભગવંત જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે તે સર્વસામાન્યપણે જિનની કોટીમાં આવી જવાથી બધાને ભગવાન તુલ્ય ભાળું, તથા વિશ્વપ્રકાશક એવા બધા કેવલી ભગવંતને ભગવાન સરખા જ નિહાળું. તેમજ વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં પ્રત્યક્ષ સૌ વિહરમાન એટલે વિચરતા ભગવાનને પણ હૃદયમાં લાવી સર્વ જિનોને ભક્તિપૂર્વક પ્રણામ કરું તથા ગુરુ, તપસ્વી, બાળ, વૃદ્ધ, ગ્લાન આદિ મુનિઓની તથા શ્રાવકોની નિર્દોષ આહાર, ઔષધ, વસતિ એટલે સ્થાન આદિ વડે નિષ્કામભાવે ભક્તિપૂર્વક વૈયાવચ્ચ એટલે સેવા કરીને આ સોળમા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકને ઉજમાળ કરું. જિમૂતકેતુ રાજાનું દૃષ્ટાંત :– પુષ્પપુર નામના નગરમાં રાજા જયકેતુનો પુત્ર જિમૂતકેતુ નામે હતો. તે એકવાર રત્નસ્થળપુરના રાજાની પુત્રીના સ્વયંવરમાં જતાં રસ્તામાં તેને મૂર્છા આવી. અનેક ઉપચારો કરવા છતાં તે મૂર્છા ટળી નહીં. ત્યાં શ્રી અકલંક દેવાચાર્ય પધાર્યા કે તેના પ્રભાવવડે તે મૂર્છા મટી શુદ્ધિ આવી ગઈ. તેથી કુમારે ગુરુ ભગવંતને વંદન કરી પૂછ્યું – ભગવંત! મને પૂર્વના કયા કર્મના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy