SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આપે બહુ ઉપકાર કર્યા છે, રત્ન-ભેટ લ્યો મારી રે.” વસ્ત્ર, વાહનો અનેક ઘરતા, વળી કન્યા દે સારી રે. પરો. અર્થ :- આપે અમારા ઉપર બહુ ઉપકારો કર્યા છે માટે આ રત્નોની ભેટ આપ સ્વીકારો. કોઈ ઉત્તમ વસ્ત્રો, હાથી, રથ વગેરે વાહનો તેમની આગળ બેસવા માટે ઘરવા લાગ્યા. વળી કોઈ દેવાંગના જેવી કન્યાને આપવા લાગ્યા. //૩રા. માળા, પાન-સોપારી આપે, પાકી કેરી દેતા રે, શા અપરાશ અમારા દેખો? બોલો નહિ, નહિ લેતા રે!” પરો. અર્થ - કોઈ માળા, પાન-સોપારી આપે, કોઈ પાકાં આમ્રફળને આપવા લાગ્યા. હે સ્વામી! આપ પ્રત્યે અમારા શા અપરાધ થયા છે કે જેથી આપ બોલતા નથી અને કોઈ વસ્તુ પણ લેતા નથી. ૩૩ અકથ્ય જાણી કશું ન લેતા, ઘર ઘર નિત્ય ફરતા રે, બીજા માસ છ ભૂખે વીત્યા, ગજપુર પછી વિચરતા રે. પરો. અર્થ - મુનિને કહ્યું નહીં એમ જાણી પ્રભુ કશું લેતા નથી. છતાં ઘર ઘર નિત્યે ફરતાં બીજા છે માસ ભૂખ સહિત વ્યતીત થઈ ગયા. પછી વિચરતા વિચરતા પ્રભુ ગજપુર નગરે આવ્યા. /૩૪ll બાહુબલિના સુત સોમપ્રભ, રાજ્ય કરે તે પુરે રે, તે રાત્રે શ્રેયાંસકુમારે સ્વપ્ન દીઠાં શુભ ઉરે રે. પરો. અર્થ :- ગજપુર નગરમાં બાહુબલિના પુત્ર સોમપ્રભ રાજ્ય કરે છે. તે રાત્રે સોમપ્રભના પુત્ર શ્રેયાંસકુમારે શુભ સ્વપ્નો નિહાળ્યા. /૩પા. પ્રભાતમાં તો પ્રભુ પથાર્થી; લોક મળી વીનવતા રે, કોલાહલનું કારણ જાણી કુમાર દર્શન કરતા રે. પરો અર્થ - પ્રભાતમાં પ્રભુ પધાર્યા. તેથી લોકો મળીને પ્રભુને અનેક વસ્તુઓ ભેટ આપવા માટે વિનવવા લાગ્યા. લોકોના કોલાહલનું કારણ પ્રભુ પધાર્યા જાણી તુરંત પ્રભુના દર્શન કરવા શ્રેયાંસકુમાર પણ ગયા. ||૩૬ાા. ગ્રંથાભ્યાસે બુદ્ધિ જેવી જાતિ-સ્મૃતિ જાગે રે, શ્રીમર્તી-વજજંઘ આદિ ભવ, આ ભવ જેવા લાગે રે. પરો. અર્થ – જેમ ગ્રંથાભ્યાસ કરવાથી બુદ્ધિ ખીલે તેમ પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. શ્રેયાંસકુમારનો જીવ તે નિર્નામિકાનો જીવ છે. જેથી પૂર્વના શ્રીમતી અને વજજંઘ આદિના ભવો તે આ ભવ જેવા લાગવા લાગ્યા. તેથી પ્રભુને શુદ્ધ આહાર માત્રની જરૂર છે તે પણ જણાયું. ૩થા. શેરડીં-રસનું દાન સરસ દે, પ્રભુ પોશે સ્વીકારે રે, વર્ષીતપનું થયું પારણું, સુર આશ્ચર્ય વઘારે રે. પરો. અર્થ – શ્રેયાંસકુમારે પ્રભુને કહ્યું એવું શેરડી રસનું ઉત્તમ દાન આપી સરસ પારણું કરાવ્યું. પ્રભુએ પણ શરીરના પોષણ અર્થે તે દાનનો સ્વીકાર કર્યો. પ્રભુના વર્ષીતપનું એટલે એક વર્ષ સુધી થયેલ સળંગ તપનું પારણું થવાથી દેવતાઓએ ત્યાં સુવર્ણવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, જયજયકાર, દુંદુભિ અને દાતાની
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy