SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫) પરિષહ-જય ૧૪૯ નસો શરીરે તરે ભલે, કુશ અંગો કાગ-ચરણ જેવાં રે, આત્મવીર્યવંતા મુનિએ ના નિષિદ્ધ અશન કદી લેવાં રે. ૩ અર્થ :- ૧. શુઘા પરિષહ – ગાડાના પૈડાની વચમાં ઊંજણ એટલે ઘટ તૈલીય પદાર્થ ન નાખે તો ગાડાને ચાલવામાં મુશ્કેલી પડે, તેમ કડકડીને લાગેલ ભૂખ ખૂબ દુઃખ આપે અથવા બેતાલીસ દોષરહિત આહાર ન મળવાથી બહુ ઉપવાસ થઈ જાય તો પણ અશુદ્ધ હિંસાયુક્ત આહાર મુનિ કરે નહીં. લાંબી ભૂખના કારણે શરીરની નસો દોરીની જેમ શરીર ઉપર તરી આવે અથવા કાગડાની જાંઘ સમાન શરીરના અંગો પાતળા પડી જાય; છતાં આત્મવીર્યવાન મુનિએ કદી પણ ભગવાને નિષિદ્ધ કરેલ અશુદ્ધ અશન એટલે ભોજન લેવું નહીં. ૩ પરાથીન મુનિવરની ભિક્ષા પ્રકૃતિવિરુદ્ધ વળી મળી આવે, તૃષા પડે, જળ શુદ્ધ મળે ના, સચિત્ત જળ કદી ઉર ના લાવે; ગ્રીષ્મ કાળ, જળ ખારું ઊનું, પિત્તપ્રકોપે ગળું બળતું રે! એકાન્ત વનપ્રાન્ત શીતળ જળાશયે મન નહિ ચળતું રે. ૪ અર્થ - ૨. તૃષા પરિષહ - ભિક્ષા મેળવવામાં પરાધીન એવા મુનિવરને કદી પોતાની વાતપિત્ત કફની પ્રકૃતિથી વિરુદ્ધ આહાર મળી આવે અને તૃષા પડે ત્યારે પણ જો શુદ્ધ જળ મળે નહીં તો સચિત્ત એટલે ગરમ કર્યા વગરના પાણીને પીવાની ઇચ્છા મનમાં પણ લાવતા નથી. પ.પૂ.પ્રભુશ્રીજીને સાદડી ગામમાં દ્રષીઓના કારણે ગરમ પાણી પણ પીવાને મળ્યું નહીં. ત્યારે ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસ પરિષહ સહન કર્યા હતા. ગ્રીષ્મકાળ એટલે ઉનાળામાં જળ ઊનું ખારું હોય કે પિત્તપ્રકોપને કારણે ગળું બળતું હોય કે સુકાતું હોય તો પણ એકાંત નિર્જન વનદેશમાં શીતળ જળાશય એટલે તળાવ જોઈને પણ આત્મજ્ઞાની મુનિનું મન ચલાયમાન થતું નથી. જા. શિશિરમાં સૌ જન કંપે, વન-વૃક્ષ બળે જ્યાં હિમ પડે રે, હેલીમાં હીકળ વા વાતાં અંગ કળે અતિ શરદ વડે રે; તેવી વિષમ અવસ્થામાં મુનિ નદી-તટ પર જઈ શીત સહે , તળાવપાળે, કે ખુલ્લામાં રાતદિન દુઃખ સહી રહે તે. ૫ અર્થ :- ૩. શીત પરિષહ – શિશિર એટલે ઠંડીની ઋતુમાં સર્વ લોકો ઠંડીથી કંપાયમાન થાય તે સમયે વનના વૃક્ષો પણ હિમ પડવાથી બળી જાય. હેલી એટલે સતત વરસાદમાં, હીકળ એટલે વરસાદથી થતી અતિશય ઠંડી વડે કે વા વાવાથી અત્યંત શરદીના કારણે શરીરનાં અંગો કળવા લાગે, તેવી વિષમ અવસ્થામાં પણ મુનિ નદીના કિનારે જઈ એવી ઠંડીને સહન કરે છે. તળાવની પાળ ઉપર કે ખુલ્લામાં આવી ઠંડીમાં રાત-દિવસ દુઃખ સહન કરીને મુનિ રહે છે. આપણા અગ્નિ, તડકો, હૂંફ ના ઇચ્છ, શિશિરે શીત-વસાણું ના રે, ઉષ્ણપરિષદમાં ના પંખો, સ્નાન, વિલેપન લુછણું ના રે; તપે પહાડો, દાહ દહે તન, પિત્તે દાહજ્વર જાગે રે, અગ્નિ ઝાળ જેવી લું લાગે સહે, ઘરજ મુનિ ના ત્યાગે રે. ૬ અર્થ :- ૪. ઉષ્ણ પરિષહ :- મુનિ અત્યંત ઠંડી સહન કરતાં છતાં કદી અગ્નિ, તડકો કે હૂંફ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy