SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કર્મમળથી નિર્લેપ છે અને સદા મોક્ષરૂપી નગરીના તે રાજા છે અર્થાત્ સ્વરૂપના સ્વામી છે. [૨૪ હવે માયા મોહ મટે તો જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક્દર્શને આવે તો દર્શનમોહ જઈ આગળ વઘીને ચારિત્રમોહ હણવા તે મુનિ બને. તે અવસ્થામાં બાવીસ પ્રકારના પરિષહોનો મુનિએ જય કરવો જોઈએ. તેથી બળવાન કર્મોની નિર્જરા થાય. સર્વથા કમની નિર્જરા થયે જીવનો મોક્ષ થાય છે. હવે બાવીસ પરિષહો સંબંધીનો વિસ્તાર આ પાઠમાં કરવામાં આવે છે : (૬૫) પરિષહ - જય (સોમવતી છંદ) (મોહિનીભાવ વિચાર-અધીન થઈ—જેવો રાગ) શ્રીમદ્ રાજપ્રભુને પ્રણમું, શુદ્ધ સ્વરૂપે જે રમતા રે; પરિષહ સમ જંજાળ વિષે જે ઘરતા મુનિવર સમ સમતા રે. બાવીસ પરિષહ મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડે રે, અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ, સુરપદને તેડે રે. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભાવભક્તિ સહિત પ્રણામ કરું છું કે જે હમેશાં શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે, તથા પરિષહ એટલે આપત્તિ જેવી જગતની વ્યવહાર વ્યાપાર આદિની ઉપાધિમાં પણ જે મુનિવર સમાન સમતાને ઘારણ કરીને રહ્યાં છે. બાવીસ પ્રકારના પરિષહ મુનિને પીડે છે જ્યારે ગૃહસ્થને કેડે તો અગણિત પરિષહ છે અર્થાત ગૃહસ્થને અનેક ઉપાધિઓ છે. તેમાં પણ અવિષમ ભાવ રાખીને જે તેને જીતે તે મોક્ષપદને પામે અથવા દેવપણાને પામે છે. તેના ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસાદિક, અચલક, અરતિના રે, સ્ત્રી, ચર્યાસન, શયનાક્રોશે, વઘ, બંઘન, ભિક્ષા મળે ના રે; રોગ, તૃણ ખૂંચે, મલ, માને, પ્રજ્ઞા-ગર્વ અજ્ઞાન તણા રે દર્શન મલિન ઃ મળી સૌ બાવીસ એ મુનિ-પરિષહની ગણના રે. ૨ અર્થ - હવે બાવીસ પ્રકારના પરિષહોના નામ જણાવે છે. ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસ, મચ્છરાદિ, અચેલક (વસ્ત્રરહિત), અરતિ, સ્ત્રી, ચર્યા, આસન, શયન એટલે શય્યા, આક્રોશ, (કઠોર વચન) વઘ બંઘન, ભિક્ષા એટલે યાચના, આહાર ન મળે તે અલાભ પરિષહ, રોગ, તૃણસ્પર્શ, મલ એટલે મેલ, માને એટલે સત્કાર આપે, પ્રજ્ઞાનો ગર્વ ન કરે, તથા અજ્ઞાન અને દર્શન પરિષહ એમ સર્વ મળીને કુલ બાવીસ મુનિઓના પરિષદની ગણના કરેલ છે. રા. ઊંજણ વિણ પૈડા સમ પેટે કડકડ ભેખ ખૂબ દુઃખી કરે રે, બહુ ઉપવાસો વીત્યે પણ આહાર ન હિંસાયુક્ત કરે રે;
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy