SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૩ કર્યો. સુરેન્દ્રો વગેરે દ્વારા ઉપાડેલ દિવ્ય પાલખીમાં વિરાજમાન થઈ દીક્ષાના વરઘોડારૂપે સહસ્ત્રાપ્રવન નામના મોટા ઉદ્યાનમાં જઈ પ્રભુ પાલખીમાંથી નીચે ઊતર્યા. કરા. જેઠ વદ ચોથે ઘરે છઠ્ઠ-નિયમ ઉપવાસી રે, ખરે! ક્લેશરૅપ કેશનો લોચ કરે ત્યાં બેસી રે. ૬૩ અર્થ :- જેઠ માસના કૃષ્ણપક્ષની ચતુદર્શીએ પ્રબળ વૈરાગ્યરંગથી રંગિત થયેલા પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી છઠ્ઠતાનો નિયમપૂર્વક ઉપવાસ કરી ક્લેશરૂપ કેશનો લોચ કર્યો. તથા સર્વ વિરતિ સામાયિકનો ઉચ્ચાર કરી સમ્યક્ ચારિત્ર ગ્રહણ કર્યું. /૬૩| વસ્ત્રાભૂષણ સૌ તજી, યથાજાત શિશુ જેવા રે; ચક્રાયુઘ સાથે થયા સહસ્ત્ર નૃપ મુનિ તેવા રે. ૬૪ અર્થ - સર્વ પ્રકારના વસ્ત્ર આભૂષણનો ત્યાગ કરી જન્મેલા બાળક જેવા નગ્ન બન્યા. ભાઈ ચક્રાયુઘ સાથે બીજા હજાર રાજાઓએ પણ એ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. ૬૪. અપ્રમત્ત બનતાં પ્રભુ મન-પર્યવ પ્રગટાવે રે, ભક્તિ-ભાથું બાંઘીને ઇન્દ્રાદિક સુર જાવે રે. ૬૫ અર્થ - દીક્ષા ગ્રહણ કરી અપ્રમત્ત બનતાં પ્રભુને મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. ઇન્દ્રાદિ દેવો પણ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉલ્લાસભાવે કરતાં ભક્તિનું ભાથું બાંધી દેવલોકે ગયા. I૬૫ના સુમિત્ર નૃપ-ઘર પારણું પ્રથમ કરે પ્રભુ, દેખો રે, પંચાશ્ચર્ય થયાં, અહો! ધ્યાનમૂર્તિ મુનિ પેખો રે. ૬૬ અર્થ – સુમિત્ર રાજાને ઘેર પ્રભુનું પ્રથમ પારણું થયું, ત્યારે પંચ આશ્ચર્ય થયા. અહો! પ્રભુ તો સદા ધ્યાનની જ મૂર્તિ છે એમ જાણો. ૬૬ાા સોળ વર્ષ છદ્મસ્થતા વતતાં કેવળજ્ઞાને રે દીપે હસ્તિનાપુરે પ્રભુ તે જ ઉદ્યાને રે. ૬૭ અર્થ:- ચાર જ્ઞાનના ઘરતા પ્રભુ મૌનપણે વિચરતાં જે હસ્તિનાપુરના ઉદ્યાનમાં દીક્ષા લીધી હતી ત્યાં પધાર્યા. અને છઠ્ઠતપ કરી કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. પ્રભુ સોળ વર્ષ છદ્મસ્થ મુનિ પર્યાય પાળી આજે શ્રેષ્ઠ શુક્લધ્યાનમાં વર્તતા પોષ સુદી નવમીને દિવસે ચાર ઘાતીયાકર્મનો ક્ષય થવાથી નિર્મળ કેવળજ્ઞાનને પામ્યા. શા. ઇન્દ્રાદિ આવી રચે સમવસરણ રૂપાળું રે; કુરુહરિ આદિ ગયા કલ્યાણક જ્યાં ભાળ્યું રે. ૬૮ અર્થ :- ઇન્દ્રાદિકે આવી પ્રભુને કેવળજ્ઞાન ઊપજવાથી રૂપાળા એવા સુંદર સમવસરણની રચના કરી. કુરુહરિ આદિએ પણ ત્યાં જઈ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની શોભા નિહાળી. સમવસરણમાં બાર પ્રકારની સભા હોય છે તે આ પ્રમાણે – પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરતા સાઘુની સભા, તેની પાછળ સાધ્વીની સભા અને તેની પાછળ વૈમાનિક દેવીઓની સભા હોય. દક્ષિણ દિશાથી પ્રવેશતાં જ્યોતિષી દેવીની સભા, તેની પાછળ ભવનપતિ દેવીની સભા અને તેની પાછળ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy