SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ સમય માત્ર ના ક્લેશથી બચે, સતત વેદના કર્મથી રચે; સમજ જીવની સંત આપશે, કઠિન ક્લેશને તે જ કાપશે. ૪૨ અર્થ :– અજ્ઞાનના કારણે ચાર ગતિમાં દુઃખો ભોગવતાં તે જીવ સમય માત્ર પણ કષાયક્લેશથી બચતો નથી. અને નવા કર્મો બાંધી સતત વેદનાને નવી ઊભી કરે છે. એવા જીવને પણ આત્માની સમજ સંત પુરુષો આપશે; અને કઠિન એવા કર્મક્લેશના કારણોને તે જ કાપી શકશે. દૃઢપ્રહારી કે અંજનચોર જેવા મહાપાપી જીવો પણ સંત સમાગમના યોગથી કર્મક્લેશના કારણોને કાપી તે જ ભવે મુક્તિને પામી ગયા. ॥૪૨॥ પણ ન યોગ તે પાર્ટીને મળે, અહિતની રુચિ કેમ તો ટળે? પરમ પાપ આ ત્રીસ જે કહ્યાં, તō ન જે શકે પાપથી ભર્યાં.- ૪૩ અર્થ :– પણ એવા પાપી જીવોને સત્પુરુષનો યોગ મળે નહીં તો આત્માનું જેમાં અહિત છે એવા કામોની રુચિ તેની કેમ ટળી શકે? જેથી મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનક કહ્યાં તેને તે પાપથી ભરેલો જીવ છોડી શકતો નથી. ।।૪૩।। નહિ સુયોગને યોગ્ય તે બને, ભ્રમણનો નથી ત્રાસ તેમને; જૈવ-દયા ખરા ભાવથી ઉરે સુભગ જીવને પુણ્યથી સ્ફુરે. ૪૪ અર્થ :— તેવા પાપી જીવો સત્પુરુષના યોગને પામે એવા યોગ્ય બનતા નથી. કેમકે તેમને સંસાર પરિભ્રમણનો ત્રાસ લાગતો નથી. પોતાના આત્માની દયા તો સાચા અંતરના ભાવથી કોઈ સુભાગ્યશાળી જીવને જ પુણ્યોદયે સ્કુરાયમાન થાય છે. ।।૪૪। વચન શાસ્ત્રનાં કે સુસંતના શ્રવણ થાય સત્સંગ-યોગમાં, તર્જી કુમાર્ગ એ ત્રીસ ભેદના, ભજ સુમાર્ગ જે ન્યાયનીતિના. ૪૫ અર્થ = - સત્પુરુષો કહે છે કે શાસ્ત્રના અથવા સત્પુરુષના વચનોને સત્સંગના યોગમાં સાંભળીને, કુમાર્ગમાં લઈ જનાર એવા આ મહામોહનીયકર્મના ત્રીસ ભેદને તજી દઈ જે ન્યાયનીતિના માર્ગથી યુક્ત છે એવા સન્માર્ગની ભજના કરજો અર્થાત્ તે માર્ગે જ ચાલજો. ૪૫।। સ્વપર-હિત જે ચિંતવે જનો સ્વીય દૃષ્ટિથી, ભૂલ ત્યાં ગણો; સ્વપર-ભેદ તો જ્ઞાની જાણતા, કરુણ ચિત્તથી ઉપદેશતા. ૪૬ અર્થ :— સ્વ કે પ૨નું હિત જે જીવો સ્વકીય એટલે પોતાની દૃષ્ટિથી ચિંતવે છે તે જીવો ભૂલ ખાય છે. સ્વ કે ૫૨નું કલ્યાણ શામાં છે તેનો ભેદ જ્ઞાનીપુરુષો જાણે છે. તેઓ નિષ્કારણ કરુણાના ભાવથી બીજા જીવોને ઉપદેશ આપે છે. ।।૪૬।। સ્વરૂપ ઓળખે તે સ્વહિતનાં અચૂક સાધનો આદરે ઘણાં, અફળ યત્ન સૌ તે તજે સદા, સકળ લોકને તે જ બોઘતા. ૪૭ અર્થ :– જે પોતાના સ્વરૂપને ઓળખે છે એવા જ્ઞાનીપુરુષો, સ્વહિતઅર્થે અચૂક આત્મકલ્યાણના ઘણા સાધનોને આદરે છે. અફળ એટલે નિરર્થક પુરુષાર્થનો સર્વથા ત્યાગ કરે છે અને સર્વ લોકોને પણ આત્મકલ્યાણમાં સહાયક એવા સત્પુરુષાર્થનો જ બોધ કરે છે. ૪૭।।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy