SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨૦૯ અર્થ - સત પવિત્ર જૈનઘર્મના સઘળા સિદ્ધાંતો સત્ય જ છે. તે સિદ્ધાંતોને જ્ઞાનદ્રષ્ટિથી અને સૂક્ષ્મદ્રષ્ટિથી નિહાળી, તેનું મનન કરી હવે શાંત થા. કરા. આ અનુભવથી ઉરમાં અભયદાન વસી જાય, સૂક્ષ્મ મનનથી તેમ સૌ સિદ્ધાંતો ય મનાય. ૬૪ અર્થ:“જેમ અભયદાન સંબંઘીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરાં જ લાગશે. એમાં કાંઈ ન્યુનાધિક નથી જ.” એવો જૈનઘર્મ સર્વોત્કૃષ્ટ છે. ૬૪ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ). ભાગ-૨ (દોહરા) અલ્પાંશે સૌ ઘર્મમાં દયા વિષે છે બોઘ, તોપણ જૈન દયા, અહો! નિર્મળ ને અવિરોથ. ૧ અર્થ - “સઘળા ઘર્મમાં દયા સંબંઘી થોડો થોડો બોઘ છે ખરો; પરંતુ એમાં તે જૈન તે જૈન જ છે. જૈન ધર્મમાં અહો! દયાનું સૂક્ષ્મ સ્વરૂપ તે નિર્મળ અને અવિરોઘ છે. ૧ાા. જંતું ઝીણામાં ઝીણા કોઈ ન હણવા, તેમ કો રીતે ના દુઃખ દ્યો; હો સૌ કુશળ-ક્ષેમ. ૨ અર્થ - ઝીણામાં ઝીણા કોઈ જંતુઓને હણવા નહીં. તેમ કોઈ રીતે જીવોને દુઃખ દેવું નહીં. સર્વ જીવો કુશળ એટલે આરોગ્યયુક્ત અને ક્ષેમ એટલે સુખશાંતિને પામો એવો જૈનધર્મનો બોઘ છે. રા એવો જિન-ઉપદેશનો પ્રબળ, પવિત્ર સુમર્મ, ક્યાંય દીઠો નહિ, કેટલા પાળ્યા જો કે ઘર્મ. ૩ અર્થ - જિન ઉપદેશના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતનું આવું રહસ્ય જો કે તેં બીજા અનેક ઘર્મો પાળ્યા છતાં ક્યાંય જોવામાં આવ્યું નહીં. I જૈન તેં ના ઘર્યો, ક્યાંથી એવાં પુણ્ય? અનાર્ય, ગંદો તે ગણ્યો, પાપી જીવ અશુન્ય. ૪ અર્થ - જૈન ઘર્મને તેં ઘારણ કર્યો નહીં. અરે તારા અઢળક પુણ્ય સિવાય ક્યાંથી ઘારણ કરે ? એ ઘર્મ તો અનાર્ય જેવો છે, ગંદો છે. અરે પાપી જીવ, તને એમ સુર્યું, તેથી તું એ ઘર્મને પાળી ઘન્ય બની શક્યો નહીં. ૪
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy