SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અથવા “સર્વ ત્મિમાં સમદ ઘો.’ આ સિદ્ધાંત જ સંસાર સમુદ્રથી તરવા માટે સફરી જહાજ સમાન છે. //૫૬ાા એમ વિચાર્યું કે ભલે, પુનર્જન્મ ના હોય, તોપણ આ જ ભવે મળે હિંસાનું ફળ, જોય. ૫૭ અર્થ - વળી એમ વિચાર્યું કે ભલે પુનર્જન્મ નહીં હોય તો પણ આ ભવમાં જ કરેલી હિંસાનું કિંચિત્ ફળ મળે છે ખરૂં, એ મેં પ્રત્યક્ષ જોયું. //૫ગા. નહિ તો આ વિપરિત દશા, તારી ક્યાંથી હોત? પાપી શોખ શિકારનો લાવે આવું મોત. ૫૮ અર્થ:- નહીં તો હે આત્મા! આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત? તને હમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, તેનું ફળ આ મોતનો સમય તને આવી મળ્યો. પેટા દયાળુઓનાં દિલને દુભાવવા તુજ ભાવ, તેનું ફળ તુજને મળ્યું; હિંસા પથ્થર-નાવ. ૨૯ અર્થ – દયાળુ પુરુષોના દિલને દુભાવવા માટેના તારા ભાવ હતા, તેથી તેનું ફળ તને આ મળ્યું કે તું કેવળ પાપી મોતના પંજામાં આવી પડ્યો. જીવોની હિંસા કરવી એ પત્થરની નાવ સમાન છે. પત્થરની નાવ પાણીમાં બૂડી જાય તેમ હિંસક પ્રાણી સંસાર સમુદ્રમાં બૂડી મરે છે. //૫૯ો. હિંસા-મતિ ના હોત તો, આવો વખત ન હોય; કેવળ નીચ વૃત્તિ તણું આ ફળ આવ્યું, જોય. ૬૦ અર્થ:- તારામાં હિંસા કરવાની બુદ્ધિ ન હોત તો આવો વખત તને આવત નહીં. કેવળ તારી આ નીચ મનોવૃત્તિનું જ આ ફળ આવ્યું એમ હું માન. ૬૦ના હે! પાપી જીંવ, જા ભલે-થઈ દેહથી મુક્ત -ગમે ત્યાં, પણ પાળજે ઘર્મ દયાથી યુક્ત. ૬૧ અર્થ:- “હે પાપી આત્મા! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તો પણ એ દયાને જ પાળજે ! કેમકે “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી! ‘દયા એ જ ઘર્મનું સ્વરૂપ છે.’ ‘નાત્મનઃ પ્રતિકૂંછાનિ રેશાન્ ૧ સમારેત.” જે આપણા આત્માને પ્રતિકૂળ જણાય એવું વર્તન બીજા જીવો પ્રત્યે કદી કરવું નહીં. જગતમાં સૂક્ષ્મ દયાથી યુક્ત એવો જૈનધર્મ જ સર્વોત્કૃષ્ટ છે. II૬૧ના તારે ને આ દેહને વિયોગની ક્યાં વાર? શાંતિ તારી જો ચહે અહિંસાદિક વિચાર. ૬૨ અર્થ – ‘હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ.' તેરા સત્પવિત્ર જિન-ઘર્મના સાચા સૌ સિદ્ધાંત, જ્ઞાન-દ્રષ્ટિએ દેખતાં; મનન કરી થા શાંત. ૬૩
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy