SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તારો નવો અવતાર થયો જાણ જે. નહીં તો હું તારા પ્રાણ લેવાને પળની પણ ઢીલ કરું તેમ નહોતું. પણ તને શુદ્ધ વૈરાગ્ય અને જૈનધર્મમાં ઉતરેલો દેખી મારું કાળજું હળવે હળવે પિગળતું ગયું. ૮૦. ઉષા-રંગ રંજન કરે જન-મન, મુજ મન તેમ તુજ મન ઘર્મે વર્તતાં મૃદુ બની ઘરતું રે’મ. ૮૧ અર્થ - પ્રભાતના રંગ જેમ લોકોના મનને રંજન કરે તેમ મારું મન પણ તારા મનને ઘર્મમાં વર્તતું જાણી કોમળ બની જઈ તારા પર રહેમ કરવા લાગ્યું. ૮૧પ. સુણી મંત્ર-ઉચ્ચાર તે ઘરે સુમૈત્રી ભાવ, તુજ હિત કરવા હું કહ્યું: ‘વઘાર ઘર્મ પ્રભાવ. ૮૨ અર્થ :- તારા મુખેથી મંત્રનો ઉચ્ચાર સાંભળીને મારું મન તારા પ્રત્યે સુમૈત્રીભાવ ઘરવા લાગ્યું. હવે તારા હિતને માટે કહું છું કે આ સત્ય જૈનધર્મના પ્રભાવને તું વિશેષ વઘાર. ૮રા ઘર્મ-બાળ-માબાપટ્ટેપ વસે પણ મુનિરાય, ઘર્મ-પ્રેમથી સર્વને બોથામૃત તે પાય. ૮૩ અર્થ - હવે તું પગ હેઠો આનંદથી મૂકી, ઘર્મરૂપી બાળકના મા-બાપરૂપે મહામુનિશ્વર જે જિનશાસનના શૃંગાર તિલકરૂપ છે, તે અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે ત્યાં તું જા. તે ઘર્મપ્રેમથી સર્વને બોઘામૃત પાય છે. તેમનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરી તારો આ માનવજન્મ કૃતાર્થ કર. ૮૩. સિંહરાજ શ્રાવક ગણી, નિર્ભય રહીં જા ત્યાંય.” વંદન કરી તે સર્પને પામ્યો આપન છાંય. ૮૪ અર્થ - સિંહરાજને પણ શ્રાવક ગણી તું નિર્ભય થઈ ત્યાં જા. પછી તે નાગદેવને વંદન કરી આપના દર્શન કરવા માટે હું આપની છત્રછાયામાં આવવા પામ્યો છું. I૮૪ો. મણિઘરનાં આવાં વચન સુણી પામ્યો છું હર્ષ, ઘર્મ-બાળ મુજને ગણો, વ્યર્થ ગયાં મુજ વર્ષ. ૮૫ અર્થ - હે મહા મુનિરાજ! મણિઘરનાં આવા વચન સાંભળીને હું અત્યંત હર્ષ પામ્યો. હવે મને ઘર્મમાં બાળક જેવો ગણી ઉપદેશ આપો. આજ સુધીનાં મારા બઘા વર્ષો વ્યર્થ વહી ગયા. I૮પી. વગર મોતે જ હું મર્યો, જીવે સાચા સંત, મરણ-યોગથી જન્મયો સમજ્યો જીંવન-અનંત. ૮૬ અર્થ :- હમેશાં ભાવમરણ કરીને હું વગર મોતે જ મર્યો છું. સાચું જીવન તો સંતપુરુષોનું છે. મરણનો યોગ આવી મળવાથી હવે મારો નવો જન્મ થયો. અને હવે સમજ્યો કે આત્માનું જીવન તો અનંત છે, તે કદી મરતો નથી. ૮૬. હર્ષઘેલછામાં વધું, સાચું જાણો આપ; શરણે આવ્યો આપને, અચિંત્ય આપ પ્રતાપ. ૮૭ અર્થ :- હર્ષની ઘેલછામાં આવી કહું છું કે સાચું તો આપ જ જાણો છો. હવે આપના શરણે હું
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy