SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૩) રસાસ્વાદ પરાભક્તિ છે. એમ પરાભક્તિના અંત સુધી ખૂબ ભક્તિભાવ જગાડવાથી સ્વરૂપમાં સ્થિરતા આવે છે. ત્યાં મનોવૃત્તિની એકાગ્રતા જો સદા રહી તો આત્મઅનુભવરૂપ ૨સના આસ્વાદની વૃદ્ધિ થઈ અખંડપણે તેનો સ્વાદ જીવ ચાખ્યા કરશે. એવું પ્રભુભક્તિનું માહાત્મ્ય છે. ।।। મળે મોક્ષ જો જ્ઞાર્નીના આશ્રયે તો, બધાં સાઘનો થાય સુલભ્ય એ તોસ્વયંસિદ્ધ જાણો, કહ્યું જ્ઞાનીએ એ; કળિકાળ જાણી રહો સત્સમીપે, ૭ અર્થ :જ્ઞાનીપુરુષનો આશ્રય કરવાથી, તેમનું શરણ લેવાથી અર્થાત્ તેમના કહ્યા પ્રમાણે વર્તવાથી મોક્ષ મળી શકે છે, તો મોક્ષ પ્રાપ્તિના બીજા બધા સાધનો સુલભ થાય એમ સ્વયંસિદ્ધ જાણો. એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે. છતાં કળિકાળ વર્તે છે માટે સદા સત્પુરુષના સમીપે કે સત્સંગમાં નિવાસ કરવો યોગ્ય છે. '‘જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?'' વચનામૃત પત્રાંક ૫૬૦ (પૃ.૪૪૭)||૭|| ન સત્સંગ-સામીપ્ય, લ્યો આશરો એ; અસત્સંગ અત્યંત ત્યાગવા કરો રે; સ્વહિતે પ્રવર્તે, મુમુક્ષુ થયો જે, અખંડિત આ જ્ઞાર્નીના નિશ્ચયો છે. ૮ ૪૧૩ અર્થ :— જો સત્સંગ સમીપે રહેવાનું બનતું ન હોય તો સત્પુરુષના વચનામૃતનો આશ્રય લો. તથા અસત્સંગનો અત્યંતપણે ત્યાગ કર્યા કરો. કુગુરુ, કષાયભાવો કે આરંભપરિગ્રહમાં આસક્તિ એ સર્વ અસત્સંગ છે, જે મુમુક્ષુ થયો તે સ્વઆત્મઠિત થાય તેમ પ્રવર્તે છે. ઉપર કહ્યા તે વિચારો જ્ઞાનીપુરુષના અખંડ નિશ્ચયો છે. “આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભુત થાય.” (વ.પૃ.૪૪) IIII જ વિકલ્પો રહે ના, ઘણી સત્ય ઘાયૅ, રહે વર્તવું એક આજ્ઞાનુસારે, ભૂલે સર્વ સંસાર ને વાસનાઓ, ટળે કે-અભ્યાસ ને કલ્પનાઓ. ૯ અર્થ :– સાચા આત્મજ્ઞાની પુરુષને ગુરુરૂપે ઘણી ધાર્યો હોય તો તે સંબંધી વિકલ્પ રહે નહીં. પછી માત્ર તેની આજ્ઞાનુસારે વર્તવું એ જ રહે છે. સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાથી સર્વ સંસારની વાસનાઓને તે ભૂલે છે તથા તેનો દેહાધ્યાસ અને મનમાં ઊઠતી અનેક કલ્પનાઓ ટળે છે. જેથી કાળાંતરે આત્મસુખના રસાસ્વાદને તે પામે છે. ઘણી વગરના ઢોર સુના' એમ કહેવાયછે. તેમ પરમકૃપાળુદેવને જેણે ઘણીરૂપે ધાર્યા નથી તે બધે ભટક ભટક કરે છે. લા મહાનંદ એ ભક્તિયોગે ઝરે જે, રસાસ્વાદ તેનો સુભક્તો કરે છે; કર્યું વાત મિષ્ટાન્નની ના ઘેરાઓ; ચક્રો, ભ્રાત, એ સુખ તો જાગી જાઓ. ૧૦ અર્થ :– પ્રભુભક્તિના યોગે જે મહાનંદ ઝરે, તેનો રસાસ્વાદ સાચા ભક્તો કરે છે. નાભો ભગત =
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy