SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) માયા ૧૪૩ સાચા સંતપુરુષોનો ભેટો થવો તે આ કાળમાં અતિદુર્લભ છે; પણ ઝેરી ઝાડ સમાન કાંટાવાળા વૃક્ષો જેવા કુગુરુઓ ઘણા મળી શકે. આવી ભારતભૂમિની સ્થિતિ જોઈને મહાપુરુષોના હૃદયમાં અત્યંત દયાભાવ ઉત્પન્ન થાય છે. શા સુગુરુશરણે ભાવો આવો બઘા જગ-જીવના, પ્રભુ, કર કરુણા એવી કે ટળે વિપરીતતાઃ સકળ જગમાં મૈત્રીભાવે ઑવ ઑવ સર્વ એ, ખટપટ કશી માયા સેવી કરો નહિ કોઈએ. ૮ અર્થ :- સાચા સદગુરુના શરણે આવવાના ભાવો જગતના સર્વ જીવોને થાઓ, એવી હે પ્રભુ! તું કરુણા કર કે જેથી જીવોમાં રહેલી વિપરીતતા એટલે મિથ્યા માન્યતાઓનો નાશ થઈ જાય. સકળ વિશ્વમાં રહેલા સર્વ જીવો મૈત્રીભાવે જીવો, પણ માયા પ્રપંચ સેવીને કશી ખટપટ કોઈપણ જીવ કરો નહીં; અર્થાત પરસ્પર પ્રેમભાવે જીવી એકબીજાની ઈર્ષ્યા કરો નહીં. ૮. અ-મલ ગગને ચંદ્રિકાથી ફુરે રમણીયતા, સરળ હૃદયે ઊંચા ભાવો ખીલે, વઘતા જતા; સ્વહિત સઘળા સાથે ત્યાં ક્યાં છુપાય મલિનતા? સુર-સદન ના ઇચ્છે કોઈ સ્વરાજ્ય ભળાય આ. ૯ અર્થ :- વાદળ વગરના નિર્મળ આકાશમાં ચંદ્રમાની ચંદ્રિકા એટલે ચાંદની ખીલી ઊઠીને જેમ બધું રમણીય જણાય છે; તેમ પવિત્ર એવા સરળ હૃદયમાં ઉત્તમ ભાવો ખીલે છે અને વધતા જાય છે. સરળતાને ઘારણ કરી જ્યાં સઘળા સ્વઆત્મહિત સાથે ત્યાં માયાની મલિનતા ક્યાં છુપાઈને રહે. એવા આરાધક જીવો સુર-સદન એટલે દેવલોકને પણ ઇચ્છે નહીં. કારણ કે સરળ પવિત્ર હૃદયમાં સ્વઆત્માનું રાજ્ય અહીં જ ભળાય છે; અર્થાતુ પવિત્ર હૃદયમાં અહીં જ આત્મામાં પરમશાંતિનું વદન થાય છે. “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (વ.પૃ.૧૮૩) ITલા મુંઢ હૃદયમાં માયાભાવો વસે ઘર ત્યાં કરી, નહિ સમજવા કે તેને તે સ્વહિત ખરું જરી. વિપરીતપણું તેથી જન્મ, હિતાહિત વીસરી, અહિત ઘટના માયાની ના કરી શકતો પરી. ૧૦ અર્થ - મૂઢ જેવા અજ્ઞાની પ્રાણીના હૃદયમાં રાગદ્વેષ અજ્ઞાનરૂપ મોહમાયાના ભાવો ઘર કરીને રહેલા છે. તે પોતાનું ખરું આત્મહિત શામાં છે તેને જરી પણ સમજવા દેતા નથી, એવો બળવાન આ મોહ છે. તે મોહને લઈને પોતાનું હિતાહિતપણું ભૂલી જઈ, તેના મનમાં વિપરીત ભાવો જન્મે છે. અને તે માયામોહના કારણે થતી અનેક અહિત ઘટનાઓને પણ તે પરી એટલે દૂર કરી શકતો નથી. ૧૦ાા. પ્રદ્યુમ્નકુમારનું દ્રષ્ટાંત – પ્રદ્યુમ્નકુમારને વિદ્યાધર રાજાએ જંગલમાંથી લઈ જઈ મોટો કર્યો. તે સોળ વર્ષનો નવયુવાન થયો કે અપરમાતા તેના પર મોહિત થઈ અને ભોગ માટે માગણી કરી. ત્યારે
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy