SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રદ્યુમ્ન તે સ્વીકારી નહીં તેથી માયા કરીને રાજાના કાન ભંભેર્યા કે આ પ્રદ્યુમ્નકુમારે મને ભોગ માટે આમંત્રણ કર્યું. એમ કલંક આપવાથી પોતાનું કેટલું અહિત થશે એ મોહમાયાને વશ રાણી સમજી શકી નહીં. ૧૦ના પ્રસૂતિગૃહ છે માયા મિથ્યાત્વ-ભૂત તણું અહો! અપયશ તણો વાસો તેમાં, અનર્થ-તરુ કહો; નિસરણ ગણી માયા-શલ્ય જતા નરકે ઘણા, શીલતરુવને વહ્નિ જેવી દહે દિલ આપણાં. ૧૧ અર્થ :- અહો! આ મિથ્યાત્વરૂપ ભૂતને ઉત્પન્ન કરવામાં માયા પ્રસૂતિઘર જેવી છે. માયા કપટ કરનાર અપયશ પામે. તેને અનર્થના ઝાડ સમાન માનો. માયાશલ્ય એટલે કાંટા સમાન આ માયામોહને નરકે જવા માટે નિસરણી સમાન માનો. જેથી ઘણા નરકે જાય છે. શીલરૂપી વૃક્ષોને વનમાં બાળવા માટે માયા વતિ એટલે અગ્નિ જેવી છે. એ માયામોહ આપણા દિલને પણ બાળનાર છે. ||૧૧ાા અફલ સમજો માયાભાવો અસાર, નકલી ગણો; નરપતિ થયો સ્વપ્ન, જાગી ઉદાસ થયો ઘણો. કુટિલ મનથી માયા-સેવી વરે કુગતિ અરે! પ્રગટ છળ તો વ્હેલું મોડું થયે, શરમે મરે. ૧૨ અર્થ - માયા મોહના ભાવોને તમે અસાર જાણો. નકલી ગણો. જેમ સ્વપ્નમાં ભિખારી, રાજા થયો પણ જાગ્યો ત્યારે પાછું ભિખારીપણું જોઈ ઘણો ઉદાસ થયો. તેમ માયામોહ કરી જીવ રાજી થાય પણ પાપબંઘ કરી અંતે પસ્તાવાનું કારણ થાય. અરે! કપટમનથી માયામોહને સેવી જીવો ખોટી ગતિને પામે છે. કોઈનું કરેલું છળકપટ વહેલું મોડું પ્રગટ થાય છે ત્યારે તે શરમનો માર્યો દુઃખી થાય છે. ૧૨ા. ગ્રહીં નહિ શકે માયાવીઓ સુમાર્ગ જિનેન્દ્રનો, સરળ ગતિ ના સંચે કેમે, ગમે પથ વક્રનો; અ-સરળ અસિ સીઘા ખ્યાને ન પેસી શકે પૅરી. ગ્રહણ કરતા ઢોંગી વેષો છતાં મનમાં હૅરી. ૧૩ અર્થ :- માયાવીઓ જિનેન્દ્ર કથિત વીતરાગ માર્ગને ગ્રહણ કરી શકે નહીં. કેમકે મોક્ષમાં જવાનો માર્ગ સરળ એટલે સીઘો છે, તે માયાવીઓને રુચે નહીં પણ તેમને માયા પ્રપંચનો વક્રમાર્ગ જ પ્રિય લાગે. જેમ અસરળ અસિ એટલે વાંકી તરવાર સીધા મ્યાનમાં પૂરી પેસી શકે નહીં, તેમ ઢોંગી એવા માયાવી લોકો સાધુનો વેષ પહેરવા છતાં પણ મનમાં આત્માના ગુણોને સમયે સમયે ઘાતનાર એવી છૂરી રાખે છે અર્થાત્ અંતરમાં સંસાર વાસનારૂપ આત્મઘાતક હિંસક ભાવો તેમના ટળતા નથી. /૧૩ નરપતિ-પતિ દીક્ષા લેતા તજી સુખ-વૈભવો, અધિક હિતકારી તે ઘારી ભિખારી બને જુઓ. અચરજ અતિ, ભ્રષ્ટાચારી બની મુનિ માગતો વિષય-સુખને માયા-પાશે રુચિ કરી ચાટતો - ૧૪
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy