SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કરનારી એવી આ માયા વક્ર છે. જે કપટ કરવામાં કુશળ છે એવી માયા ઉપરથી નમનરૂપ વર્તન બતાવી હૃદયમાં છૂપી રીતે ભરાઈને રહે છે. મંહમેં રામ બગલમેં છૂરી જેવું વર્તન કરે છે. જે ઉત્તમ ગતિરૂપ ફળને પામવા ઇચ્છે તે તો આ માયાને કદી અંતરમાં પેસવા દે નહીં, પણ સરળ પરિણામવાળા રહે છે. કેમકે “સરળતા એ ઘર્મના બીજ સ્વરૂપ છે. પોતાના આત્મસ્વરૂપને હરણ કરવા માટે માયા તે કુટિલ લલના એટલે માયાવી સ્ત્રી સમાન છે. જો રજ બહુ ઊંડી માયાની આ દિશા-મૂંઢતા ઘરે, ઉદય થતી ના તેથી બોઘે સુદ્રષ્ટિ ઉરે, અરે! સ્કુરતી નથ હા! ઊર્મિ ઉરે સુબોધ-સુયોગમાં, વિપરત લીંઘા માર્ગો મેં સૌ પ્રયત્ન કર્યા છતાં૫ અર્થ :- માયારૂપી ધૂળ બહુ ઊડવાથી જીવ દિશામૂઢ બનીને મોક્ષમાર્ગની સાચી દિશાને પામતો નથી. માયાને લઈને સત્પરુષના બોઘે પણ તેની સમ્યકુદ્રષ્ટિ એટલે સવળી બુદ્ધિ હૃદયમાં ઉદય પામતી. નથી. અરે! આશ્ચર્ય છે કે સમ્યકુબોઘ પ્રાપ્તિના સુયોગમાં પણ હે પ્રભો! મારા હૃદયમાં સત્ આરાઘનાની ભાવના ફરાયમાન થતી નથી, મોક્ષને માટે અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્વચ્છેદે મેં વિપરીત જ માર્ગો આચર્યા છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દૃઢાગ્રહ થયો છે; અને તેથી બોઘ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોઘ પ્રવેશ થાય એવો ભાવ ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” (વ.પૃ.૪૩૩) //પા. સૅઝર્તી ગતિ ના કોઈ મારી, અનાથ હવે ઠર્યો, સહજ મળિયા યોગો સારા, છતાં પરમાં ફર્યો. પરમ સદુપાયે નિવૃત્તિ કરીશ કુમાર્ગની, કપટ તર્જીને અર્પી આત્મા, સુયત્નરુચિ બની. ૬ અર્થ :- “હે નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી.’ હું અનાથ જ રહ્યો. સહજે પ્રભુ કૃપાએ સારા યોગો મળ્યા છતાં હું બીજા ખોટા માર્ગમાં જ ભટકતો રહ્યો. પણ હવે ઉત્કૃષ્ટ સદુપાય કરીને તે કુમાર્ગની અવશ્ય નિવૃત્તિ કરીશ અને માયા કપટને તજી સત્ય પુરુષાર્થમાં રૂચિવાન બની મારા આત્માને આપના શરણમાં અર્પણ કરીશ. ફાા. સરળ જન ના ઝાઝા લોકે, બહુ કપટી દીસે; સુરતરુ સમા સંતો સાચા સુદુર્લભ ભેટશે, વિષતરુ સમાં કાંટાવાળાં અતિ તરુ નીપજે; ભરતભેમિને દેખી આવી, દયા અતિ ઊપજે. ૭ અર્થ :- આ લોકમાં સરળ જીવો ઝાઝા નથી પણ ઘણા લોકો કપટી દેખાય છે. કલ્પવૃક્ષ સમાન
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy