SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨૪૭ અર્થ - તે સત્પરુષોના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, જીવને સાતમા ગુણસ્થાનથી પણ આગળ વઘારીને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત બની છેલ્લે અયોગી સ્વભાવને પ્રગટ કરી પૂર્ણ સુખરૂપ એવા અનંત અવ્યાબાઘ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે. આવી ત્રણે કાળ જયવંત વર્તનાર વસ્તુઓનો અપૂર્વ સુયોગ પામી, હવે તેનો લાભ લેવા કોઈ પણ કારણે અટકું નહીં. પણ અત્યંત પુરુષાર્થ આદરીને તે પદ પામવા પ્રયત્ન કરું. બીજા જીવો ભલે ગમે તેવી માન્યતા ઘરાવે કે તે સંબંથી લવે અર્થાતુ લવારી કરે પણ હું તો આ ભવમાં ઉપરોક્ત પુરુષાર્થ કરી મારા આત્મભાવને પ્રગટ કરું. //૪ પ્રથમ પદ - આત્મા છે જો પાંગળો ચઢી આંઘળાના ઝંઘ ઉપર આવતાં, ઝાંખી નજરવાળો ન દેખે, બે જણા જુદા છતાં; તે પાંગળાની આંખને અંઘા વિષે આરોપતો, ને આંથળાના પગ વડે પંગુ ગણે છે ચાલતો. પ અર્થ - જો પાંગળો માણસ આંધળાના ખભા ઉપર ચઢીને આવતો હોય, ત્યારે જેની નજર ઝાંખી છે તેને આ બેય જણા જુદા હોવા છતાં એક દેખાય છે. તે પાંગળાની આંખને આંધળામાં આરોપે છે અને આંધળાના પગને પાંગળામાં આરોપી, જાણે પાંગળો જ ચાલી રહ્યો છે એમ માને છે. “પાંગળો અંઘ-ખંઘે ત્યાં, પંગુની દ્રષ્ટિ અંઘમાં આરોપ મૂઢ, તે રીતે આત્માની દ્રષ્ટિ અંગમાં.” -સમાધિશતક //પા તેવી રીતે આ દેહ ને આત્મા જુદા મૂળે છતાં, અજ્ઞાન જાણે એકરૂપે, જૂઠી દ્રષ્ટિ સેવતાં; આત્માની દ્રષ્ટિ જ્ઞાન તેને દેહમાં આરોપતો, કાયા તણી ક્રિયા થતી તે જીવની મૂંઢ જાણતો. ૬ અર્થ - તેવી રીતે આ દેહ અને આત્મા મૂળમાં જુદા હોવા છતાં અજ્ઞાની બન્નેને એકરૂપે જાણે છે. એમ મિથ્યા છે દ્રષ્ટિ જેની એવો અજ્ઞાની જીવ, આત્માની જ્ઞાનદ્રષ્ટિને અર્થાત જાણપણાને તે દેહને વિષે આરોપે છે; અને જે ક્રિયા કાયાથી થાય છે તે ક્રિયા, જીવ કરે છે; એમ તે મૂઢ અજ્ઞાની માને છે. તેવા આત્મા અરૂપી તેથી આંખે જોઈ કોઈ શકે નહીં; પણ પવનની શીતાદિ ગુણ કે કંપથી ખાત્રી લહી, તેવી રીતે જ્ઞાની અનુમાન ગુણો જાણી ગણે પ્રત્યક્ષ દેહાદિથી આત્મા ભિન્ન છે જ્ઞાતા-પણે. ૭ અર્થ :- આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી આંખે કોઈ જોઈ શકતું નથી. જેમ ઠંડો પવન કે ગર્મીનો શરીરે સ્પર્શ થવાથી ખબર પડે છે, કે પવનવડે કપડાં આદિ કંપાયમાન થવાથી પવન છે એમ ખાત્રી થાય છે; તેમ જ્ઞાની પુરુષો પણ અનુમાનથી આત્મા અને પુદ્ગલના ગુણધર્મોને જાણી, આત્માને દેહ આદિ પદાર્થોથી પ્રત્યક્ષ ભિન્ન ગણે છે; અને જાણવું, દેખવું એ આત્માનો સ્વભાવ છે એમ માને છે. IIના જ્ઞાન ગુણનું સ્થાન ઑવ જો, તેના વિના શબ દેહ તો, ના યંત્રની ક્રિયા નિહાળી જીવ કોઈ માનતો;
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy