SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પછી રાજાએ મંત્રીને તેનું માથું કરવા મોકલ્યો. દેવતાઓએ પ્રભુનો લગ્ન ઉત્સવ આદર્યો. તે જોઈ દેવ, મનુષ્યો સર્વ હર્ષ પામ્યા. ૯૧ાા સુંનંદા ને યશોમતી જી, પરણાવે વિધિ સાથ, મોં-માગ્યાં દે દાન ત્યાં જી, જનને નાભિનાથ રે. ભવિજન અર્થ:- સુનંદા અને યશોમતી નામની કન્યાને વિધિપૂર્વક ઋષભકુમાર સાથે પરણાવી. નાભિરાજાએ લોકોને મંહમાંગ્યા દાન આપ્યાં. ૧૯રા યશોમતીના ગર્ભમાં જી, બાહુ-પીઠના જીવ, સ્વર્ગથી આવીને રહ્યા છે, સંખે વશે સદીવ રે. ભવિજન અર્થ :- યશોમતીના ગર્ભમાં બાહુ અને પીઠના જીવો સ્વર્ગલોકથી ચ્યવીને આવી રહ્યા. તે સદૈવ સુખપૂર્વક વઘવા લાગ્યા. ૧૯૩ા. ભરત, બ્રાહ્મી રૂપે થયાં આ પ્રથમ ઋષભ-સંતાન; બાહુબલિ ને સુંદરી જી સુનંદાનાં, માન રે- ભવિજન અર્થ - ભરત અને બ્રાહ્મીરૂપે આ બાહુ અને પીઠના જીવો ઋષભપ્રભુના પ્રથમ સંતાન થયા. બાહુબલિ અને સુંદરી એ સુનંદાની કુખથી ઉત્પન્ન થયા. II૯૪ના સુબાહુ-મહાપીઠના જી ઑવ બન્ને વિચાર; બીજા અઠ્ઠાણું થયા જી, યશોમતી-સુત ઘાર રે. ભવિજન અર્થ - આ બાહુબલિ અને સુંદરી તે પૂર્વભવના સુબાહુ અને મહાપીઠના જીવો છે. બીજા અઠ્ઠાણું પુત્રો યશોમતીના કુખેથી ઉત્પન્ન થયા. પા. ઋષભદેવ શોભે અતિ જી, જાણે તરુ-વિસ્તાર, જ્ઞાન-કળા શીખવે ઘણી જી, પુત્ર-પુત્રીને સાર રે- ભવિજન અર્થ :- જેમ તરુ એટલે ઝાડ વિસ્તાર પામવાથી શોભે તેમ નૈઋષભદેવ સો પુત્રોના પરિવારથી શોભવા લાગ્યા. તે બધાને સારરૂપ એવી જ્ઞાનકળાનો અભ્યાસ પ્રભુએ ઘણો કરાવ્યો. II૯૬ાા. ગણિત, ગીત ને અક્ષરો જી, વાચન, લેખન સાર, નરનારીનાં લક્ષણો જી, નાટક-ભાવ-વિચાર રે. ભવિજન અર્થ - ગણિત, પ્રભુગુણ ગાનની રીતો, અક્ષરો, વાંચન, લેખન વગેરે સારરૂપ વસ્તુનું જ્ઞાન આપ્યું. ઉત્તમ નરનારીના લક્ષણો કેવા હોય? આ સંસારમાં જીવ કર્મના કારણે નાટક રમી રહ્યો છે તેનો ભાવ સમજાવી વિચારવા જણાવ્યું. II૯૭ી. ભાષણ, ભૂષણ, સભ્યતા જી, બ્રહ્મચર્યના ભેદ, મંત્ર તંત્ર યંત્રાદિથી જી, સૈન્ય-બૃહ-વિચ્છેદ ૨. ભવિજન અર્થ - કેમ ભાષણ કરવું, કેમ બોલવું, વિનયાદી જીવના ખરા આભૂષણ છે, સભ્યતાથી વર્તવું, બ્રહ્મચર્યની નવવાડના ભેદો શીખવ્યા. મંત્ર, તંત્ર, યંત્રકલાનો ઉપયોગ શા માટે કરવો અને સેનાના બૃહનો વિચ્છેદ કેમ કરવો વગેરેનું જ્ઞાન આપ્યું. I૯૮ના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy