SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧ ૧૭ પછી તે તત્ત્વોનો યથાર્થ બોઘ થવો એટલે જેમ છે તેમ યથાર્થ સમજાઈ જવું તેને નિશ્ચયનયથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પણા ઉપાદેય તત્ત્વ પરિચય તે સમ્યકચરણ વિચારો રે, શુદ્ધાત્માકૅપ વીતરાગ પદ વિષે સ્થિરતા ઘારો રે. શ્રીમદ્ અર્થ :- ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વોનો પરિચય કરવો અર્થાત્ તેને આચરણમાં મૂકવા તેને સમ્યક ચારિત્ર કહ્યું છે એમ તમે વિચારો, અને શુદ્ધ આત્મસ્વરૂપ એવા વીતરાગપદમાં મનની સ્થિરતા કરો. Ifપટા. ત્રણે ગુણોની અભેદતા તે મોક્ષમાર્ગ, સૌ પામો રે; ગુરુ નિઝર્થ તણા બોઘે લ્યો તત્ત્વપ્રતીતિ-પરિણામો રે. શ્રીમદ્ અર્થ :- સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યકુચારિત્ર એ ત્રણેય ગુણોની અભેદતા એટલે એકતા કરવી એ મોક્ષનો માર્ગ છે. તેને હે ભવ્યો! તમે બઘા પામો. તેને પામવા માટે જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ એવા નિગ્રંથ આત્મજ્ઞાની સદ્ગુરુના બોઘે તત્ત્વો ઉપર શ્રદ્ધા થાય એવા ભાવોને જાગૃત કરો. “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ”-શ્રીમદ્ રાજચંદ્ર પા. સર્વજ્ઞ દેવ ને ઘર્મ યથારથ સદ્ગુરુ જ ઓળખાવે રે; ત્રણે તત્ત્વની પ્રતીતિથી જ તત્ત્વપ્રતીતિ આવે રે. શ્રીમદ્દ અર્થ – સર્વજ્ઞદેવ અને સાચા ઘર્મનું યથાર્થ સ્વરૂપ સદ્ગુરુ ભગવંત જ ઓળખાવી શકે. સદેવ, ગુરુ અને ઘર્મ એ ત્રણેય તત્ત્વની શ્રદ્ધાથી જ જીવને તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ૬૦ના જ્ઞાન-દર્શનાવરણ, મોહ ને અંતરાયના ક્ષયથી રે, સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ જ પ્રગટે છે નિશ્ચયથી રે. શ્રીમદ્દ અર્થ :- આત્મામાં રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મના ક્ષયથી જીવનો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ નિશ્ચયથી એટલે નક્કી પ્રગટ થાય છે. [૧] નિગ્રંથ પદ અભ્યાસે મુનિ ઉત્તરોત્તર ક્રમથી રે; તે જ માર્ગ છે પૂર્ણ થવાનો, સમજી લે અંતરથી રે. શ્રીમદ્ અર્થ - નિગ્રંથપદ એટલે મિથ્યાત્વ ગ્રંથિને સંપૂર્ણ છેદવાનો અભ્યાસ કરી મુનિ ઉત્તરોત્તર ક્રમ આરાઘને સર્વજ્ઞ વીતરાગદશાને પામે છે. એ જ માર્ગ સંપૂર્ણ આત્મશુદ્ધિ એટલે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો છે. એ વાતને તું અંતરથી એટલે સાચા ભાવથી સમજી મનમાં દ્રઢ કરી લે. એ સિવાય મુક્તિ મેળવવાનો બીજો કોઈ સાચો માર્ગ નથી. કરા. સર્વજ્ઞ-કથિત સુઘર્મ-સમજ આ પરમશાંતિરસ-મૂળ રે, રહસ્ય આ સન્માર્ગ-મર્મરૃપ સર્વજીવ-અનુકૂળ રે !” શ્રીમ અર્થ - સર્વજ્ઞ પુરુષો દ્વારા બોઘેલો આ સમ્યઘર્મ પરમશાંતરસ પ્રાપ્ત કરવાનું મૂળ છે. આ સન્માર્ગ એટલે સાચા મોક્ષમાર્ગના મર્મરૂપ રહસ્ય જણાવ્યું. જે જગતના સર્વ પ્રાણીઓને અનુકૂળ અર્થાત્
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy