SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ૩૧ ૯ વિશેષ વર્ધમાન થયે આ સર્વ શંકાઓનું આપોઆપ સમાઘાન થઈ જશે. ૧૨ાા તો તે જિનઆજ્ઞા-આરાઘક રહે, કહે ભગવંત, એમ પરાક્રમ કર કાંક્ષા તર્જી, લહે મુનિ ભવ-અંત. સદગુરુ અર્થ - તો તે જિન ભગવાનની આજ્ઞાનો આરાઘક બન્યો રહેશે, એમ ભગવાન કહે છે. આ પ્રમાણે પરાક્રમ કરીને પરમતની કાંક્ષા એટલે ઇચ્છાને તજી, મુનિ સંસારનો અંત લાવે છે. ૧૩ના મૂળ-માર્ગમાં શંકા ઊપજે તો ભવ-માર્ગે કાંક્ષા; અાયોજનભૃત વચને જે શંકા તે આશંકા. સગુરુ અર્થ :- આત્માદિ મૂળભૂત તત્ત્વમાં જો જીવને શંકા ઉત્પન્ન થાય તો તેને હજુ સંસારસુખની ઇચ્છા છે તથા અપ્રયોજભૂત તત્ત્વમાં શંકા છે તો તેને આશંકા એટલે સમજવા માટેની શંકા કહી છે. ૧૪ વાટે જાતાં કાંટે કપડું ભરાય ત્યાં શું કરવું? ઘૂંટી શકે તો પટ લઈ ચાલો, કાં તર્જી ચાલી નીકળવું. સગુરુ અર્થ :- આ વાતને દ્રષ્ટાંતથી પુષ્ટ કરે છે. રસ્તામાં જતાં કાંટામાં કપડું ભરાઈ ગયું હોય તો ત્યાં શું કરવું? તો કે છૂટી શકે તો પટ એટલે કપડાને છોડાવી આગળ ચાલવું. ન છૂટી શકે તો કપડાને ત્યાંજ મૂકી ત્યાંથી ચાલી નીકળવું. “વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વળવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.” (વ.પૃ.૭૩૯) /૧૫ તેને માટે રાત ન રહેવું, જીવન-જોખમ જાણી; અલ્પ અલ્પ શંકાઓ કાજે અટકો ના હે! પ્રાણી. સગુરુ અર્થ - તે કપડા માટે ત્યાં રાત રહેવાય નહીં. એમ કરતાં જીવન જોખમમાં આવી જાય. તેમ અલ્પ અલ્પ શંકાઓ માટે હે પ્રાણીઓ! તમે મોક્ષમાર્ગમાં ગમન કરતા અટકશો નહીં. એમ કરશો તો તમે આ મનુષ્યભવને હારી જશો અને અનંત સંસારમાં રઝળશો. ૧૬ આત્માદિક છ પદમાં શંકા કોઈ દિવસ ના કરવી; શંકા સર્વ કહી જીંવ-ઘાતક તે સુવિચારે હરવી. સગુરુ અર્થ - પ્રયોજનભૂત તત્ત્વ આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ છ પદમાં કે સાત તત્ત્વમાં કોઈ દિવસ પણ શંકા કરવી નહીં. આવી સર્વ પ્રકારની શંકાને જીવના ગુણોની ઘાતક કહી છે. માટે તેનો સત્પરુષના બોઘે સુવિચાર કરીને અવશ્ય નાશ કરવો. ./૧ણા કોઈ કોઈ સ્થાનક એવાં છે જ્યાં બુદ્ધિ ના ચાલે, ત્યાં બુદ્ધિથન નિજ હિત કાજે, જ્ઞાનીની આજ્ઞા પાળે. સગુરુવ અર્થ - કોઈ કોઈ એવા સ્થાનક છે જ્યાં આપણી બુદ્ધિ ચાલતી નથી તેથી તે વાત સમજાતી નથી.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy