SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૪ ૩ ગળિયો થયેલો નિર્બળ બળદ આર ઘોંચવા છતાં પણ ચાલવામાં અસમર્થ બને છે અને અંતે કાદવમાં ખેંચી મરણ પામે છે. પાા કામેચ્છામાં કળી જતાં આજકાલ છોડીશ ચિંતવે; પણ ગળિયા જેમ કામીઓ મરે” ગણી ન ઇચ્છે, ન ભોગવે. ૬ અર્થ :- તેમ કામેચ્છાથી ભોગમાં કળી જતાં તેને હું આજકાલમાં છોડી દઈશ એમ તે વિચારે છે. પણ ગળિયા બળદની જેમ તે આસક્તિને ત્યાગવામાં અશક્ત બની મરી જાય છે પણ છોડી શકતો નથી. એમ જાણીને સાધુપુરષો ભોગને ઇચ્છતા નથી અથવા ભોગવતા નથી. કા. રખે પછી અસાઘુતા થતી, ગણી, વિષય તર્જી આત્મબોઘ લે “અસાધુતા દુર્ગતિ કરે, ત્યાં શોકર્થી પોકે રડી મરે.”૭ અર્થ – રખેને પડી જવાય તો સાધુપણું નાશ પામે એમ જાણીને વિષયંકામનાને તજી પોતાના આત્માને બોઘ આપે કે હે જીવ! આવા કૃત્યથી તારું સાધુપણું નષ્ટ થઈ તું દુર્ગતિમાં જઈને પડીશ. ત્યાં નરકમાં શોક કરી કરીને પોકે રડી મરીશ તો પણ તારું કોઈ સાંભળશે નહીં. IIળા જીંવન અહીંનું ય જો જરી, તરુણ કે વર્ષ સો થયે મરે, મે'માન સમાન જાણી લે; કામાસક્તિ મૂઢ, કાં કરે? ૮ અર્થ - હે ભવ્ય! તારું અહીંનું જ જીવન પહેલા જરા જોઈ લે. કોઈ તરુણ એટલે યુવાવસ્થામાં જ મરી જાય છે કે કોઈ સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. તું પણ અહીં મહેમાન જેવો જ છું એમ જાણી હે મૂઢ, કામમાં આસક્તિ કાં કરે છે? પાટા આરંભે અહીં જે મચ્યા આત્મઘાતી પરઘાત તે અરે! પાપલોક તે લહે પછી કે કુદેવ કદી થાય આખરે. ૯ અર્થ - જે પ્રાણીઓ મહા મોહના પ્રભાવે અહીં આરંભહિંસામાં મચ્યા રહે છે તે આત્મઘાતી કે પરજીવોના ઘાતી છે. અરેરે! તે જીવો પરભવમાં પાપલોક એટલે નરકાદિ ગતિને પામે છે અથવા કોઈ બાળ તપસ્યાના કારણે દેવગતિ પામે તો પણ અસુર કે કિલ્પિષ જેવા અઘમ દેવ થાય છે. લો તૂટયું સંઘાય આયુ ના, અવિવેકી ધૃષ્ટ તોય જો, બકે : અહીં જ સ્ખી થવું ઘટે, દીઠો ન પરભવ, દેખી તો શકે?” ૧૦ અર્થ - આયુષ્ય દોરી તૂટી ગઈ કે પછી સંઘાશે નહીં માટે આત્મહિત કરી લે. ત્યારે અવિવેકી એવો ધૃષ્ટ પુરુષ એમ બકે કે આ ભવે જ ગમે તે રીતે સુખી થવું ઘટે. પરભવ કોણે દીઠા છે? અને કોણ જોઈ શકે છે? એમ કહી પાપ કરવામાં જ પ્રવૃત્ત રહે. (૧૦ગા. સર્વજ્ઞ-કથિત વાત આ, અંઘ સમા શ્રદ્ધા કરી જુઓ; વર્તમાન એકલો ગણો તો પિતામહાદિક સૌ ખુઓ. ૧૧ અર્થ :- પુનર્જન્મ છે, પરલોક છે આ સર્વજ્ઞ કથિત વાત છે. માટે હે અજ્ઞાનથી અંઘ સમાન બનેલા પ્રાણી તું જિનેશ્વરે કહેલા આગમ બોઘની શ્રદ્ધા કર. વર્તમાનકાળને એકલો ગણીશ તો પિતામહ એટલે દાદા વગેરે થયા એને કેવી રીતે માનીશ. કેમકે વર્તમાનકાળમાં તો તે હાજર નથી. તેમજ પ્રત્યક્ષને જ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy