SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હે! નાથ, મોક્ષ-પથ-નાયક, હાથ ઝાલો, કમોં કઠિન ચૅરનાર સહાય આલો; હે! વિશ્વ-તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા. ૪ અર્થ - હે નાથ! મોક્ષમાર્ગના નાયક, આ સંસારમાં ડૂબતા એવા આ પામરનો આપ હાથ ઝાલો. હે કઠીન કર્મોને ચૂરનાર એવા પ્રભુ! મને પણ કર્મોને હણવામાં સહાય આપો. જડ ચેતનાત્મક વિશ્વ તત્ત્વને સમજી, જગત જીવોને સમજાવનારા એવા હે પ્રભુ! આપને સાચા ભક્તિભાવે વંદન કરવાથી અમારા પણ આત્મગુણો પ્રગટ થજો, એમ ઇચ્છીએ છીએ. આશ્ચર્ય સર્વ ઘરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મ-ગુણ દાસ તણા જગાવો; આત્માર્થી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોઘરૂપ બનવા પ્રભુ, જીવવું છે. ૫ અર્થ - હે પ્રભુ! આપનું અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સર્વ આશ્ચર્યમય છે. એવા સર્વ આશ્ચર્યને ઘારણ કરનારા પ્રભુ! આપ મારા હૃદયમાં પધારો. આ દાસના પણ સંપૂર્ણ આત્મગુણો જે તિરોભાવે રહેલા છે તેને આવિર્ભાવે કરી, મોહનીદ્રામાંથી જાગૃત કરો. આ જગતમાં રહેલા સર્વ પદાર્થો આત્માથી હીન છે, તેની આપની પાસે હવે કોઈ માગણી નથી. પણ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા બોઘરૂપ એટલે જ્ઞાનરૂપ બનવા અર્થે હે પ્રભુ! હવે માત્ર જીવવું છે. માટે આ પામરને તેમ થવા સહાય આપો. હે! મોક્ષ-મૂર્તિ, સહજાત્મફૅપી સુખાબ્ધિ, સિદ્ધાંત સર્વ ઉર ઘારી રહ્યા અરૂપી; આનંદ-કંદ જગમાં જયવંત વાણી–આપે કહી, ભવ-દવે બની મેઘ-પાણી. ૬ અર્થ :- હે સાક્ષાત્ જંગમરૂપ મોક્ષની મૂર્તિ સમા પ્રભુ! આપ સહજાત્મસ્વરૂપમાં જ રમણતા કરનારા હોવાથી સુખાબ્ધિ એટલે સુખના સમુદ્ર છો. આપનો આત્મા સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયના સિદ્ધાંતોને ઘારણ કહેલો હોવા છતાં અરૂપી છે. આપ જગતના જીવોને માટે આનંદના કંદ એટલે મૂળ છો. જયવંત એટલે જેનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે, એવી આપે વાણી પ્રકાશી, કે જે ભવદવ એટલે સંસારરૂપી દાવાનલને ઠારવા માટે મેઘ-પાણી એટલે વરસાદના ઘોઘ સમી સિદ્ધ થઈ. સંસાર-હેતુ ઘનઘાર્તા-તરુ ઉખેડી, બંઘુ બન્યા સકલ ભવ્ય જીંવો જગાડી; જ્ઞાને ભર્યા પરમ સુખ અનંત ભોગી, કામે હણાય જગ સર્વ, તમે અભોગી. ૭ અર્થ :- આ સંસારના કારણ એવા ઘનઘાતી કર્મરૂપી વૃક્ષને ઉખેડી, તથા બોઘવડે સર્વ ભવ્ય જીવોને મોહનીદ્રામાંથી જાગૃત કરી આપ સર્વના કલ્યાણ મિત્ર બન્યા છો. વળી આપ સર્વોત્કૃષ્ટ એવા કેવળજ્ઞાનવડે ભરપૂર હોવાથી આત્માના અનંતસુખના ભોગી છો, જ્યારે સર્વ જગતવાસી જીવો કામવાસનાથી હણાઈ ત્રિવિષે તાપાગ્નિના દુઃખને ભોગવે છે. પણ તમે અભોગી હોવાથી પરમસુખી છો. દેખો ત્રિલોક, તમને નહિ કોઈ દેખે, છો હિતકારી જગને, પણ કોક લેખે; ના જાણિયે હિત-અહિત, ભલા તમે તો છો બાળ-વૈદ્ય સમ, મંદમતિ અમે તો. ૮ અર્થ - આપ ત્રણેય લોકને જ્ઞાનબળે જુઓ છો. જ્યારે તમારા અરૂપી એવા શુદ્ધ સ્વરૂપને કોઈ જોઈ શકતું નથી. આપ જગતવાસી જીવોનું બોઘબળે પરમહિત કરનાર હોવા છતાં આપની અનંતી કરુણાને કોઈક જ ઓળખી શકે છે. અમારા આત્માનું હિત શામાં છે અને અહિત શામાં છે તે અમે જાણતા નથી. પણ તમે ભલા હોવાથી અમારા જેવા બાળ-અજ્ઞાની જીવો માટે નિષ્ણાત વૈદ્ય સમાન છો. અમે તો
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy