SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) જિન-ભાવના ૪૪૫ મંદ બુદ્ધિવાળા છીએ. માટે સમ્યકજ્ઞાનરૂપી ઔષધ આપી અમારી અનાદિની આત્મભ્રાંતિનો નાશ કરો. સાચા પુરૃષ પુરુષાર્થ ખરો તમારો, આઘાર એક જગના, અમને ઉગારો; નિર્મોહ-જ્ઞાન-નયને સઘળું નિહાળો, રૈલોક્ય-હિત-કરતા, ભવ-દુઃખ ટાળો. ૯ અર્થ - આપ જગતમાં સાચા મહાપુરુષ છો. જગત જીવોને તારવાનો આપનો પુરુષાર્થ પણ યથાર્થ છે. જગતવાસી જીવોના આપ એક જ આઘાર છો. માટે હે પ્રભુ! અમારો હવે ઉદ્ધાર કરો. આપ નિર્મોહી હોવાથી કેવળજ્ઞાનરૂપ નયનથી સર્વ લોકાલોકને જુઓ છો. અને ત્રણેય લોકના જીવોનું ઉપદેશવડે હિત કરનાર છો માટે અમારા સર્વ ભવદુઃખનો હવે નાશ કરો. આરાઘના-ચતુર બોઘ વડે કરાવો, છોડાવી ચાર ગતિ, પંચમમાં ઠરાવો; પરિપુ-ઘાત કરવા બળ આપનારા, સાતે ભયો દૂર કરો દઈ બોઘ-ઘારા. ૧૦ અર્થ - હે પ્રભુ! બોઘવડે કરી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચતુર્વિઘ આરાઘના કરાવો કે જેથી અમારી ચાર ગતિ છુટી જઈ પંચમ ગતિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. કામ, ક્રોધ, લોભ, મદ, (અહંકાર) મોહ (વિપરીત માન્યતા) અને મત્સર (ઇર્ષા, અદેખાઈ) એ પરિપુ એટલે છ શત્રુઓની ઘાત કરવા બળ આપનારા હે પ્રભુ! હવે બોઘની ઘારા વરસાવી અમારા સાતેય ભય - આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગુતિ અને અકસ્માતભયને દૂર કરો. આઠ ગુણો અકળ સિદ્ધ તણા કળાવો, ને બ્રહ્મચર્ય નવનિથ વળી પળાવો; ઘર્મો દશે યતિતણા પ્રગટાવી દેતા, અગ્યાર શ્રાવકતણી પ્રતિમા કહેતા; ૧૧ અર્થ :- અકળ એટલે કળી ન શકાય એવી અરૂપી સિદ્ધ ભગવાનના આઠ ગુણો તે અમને કળથી સમજાવો. તે આ પ્રમાણે છે. ઘાતીયા ચાર કર્મમાં (૧) મહામોહ એવા દર્શનમોહનીય કર્મના ક્ષયથી સાયક સમ્યત્વ ગુણ પ્રગટે છે. (૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંતજ્ઞાન અને (૩) દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન તથા (૪) અંતરાયકર્મના ક્ષયથી અનંતવીર્ય ગુણ પ્રગટે છે તથા અઘાતીયા ચાર કર્મમાંના (૫) નામકર્મના અભાવથી અરૂપીપણું-દેહાતીત દશા પ્રગટે છે, જેને સૂક્ષ્મત્વગુણ પ્રગટ્યો કહેવાય છે. (૬) આયુષ્યકર્મના ક્ષયથી જુદી જુદી ગતિઓમાં જુદી જુદી અવગાહના એટલે આકાર થતો હતો તે મટી જઈ હવે સિદ્ધ અવસ્થામાં અચળ અવગાહના થવાથી અવગાહના ગુણ પ્રગટ્યો કહેવાય છે. (૭) વેદનીયકર્મના ક્ષયથી હવે સુખદુઃખનો અભાવ થઈ અવ્યાબાધ ગુણ પ્રગટ્યો તથા (૮) ગોત્રકર્મના અભાવથી ઊંચનીચપણું મટી જઈ અગુરુલઘુ નામનો આત્માનો ગુણ પ્રગટ્યો એમ કહેવાય છે. તથા બ્રહ્મચર્યરૂપી સુંદર વૃક્ષની રક્ષા કરનારી નવ નિધિઓને નવ વાડ કહેવાય છે. તે નવાવાડ સહિત બ્રહ્મચર્યનું અમારી પાસે પાલન કરાવો. તે નવવાડ આ પ્રમાણે છે :- વસતિ, કથા, આસન, ઇન્દ્રિય નિરીક્ષણ, કુડ્યાંતર, પૂર્વક્રીડા, પ્રણીત, અતિ માત્રા આહાર અને વિભૂષણ. હવે યતિ એટલે મુનિના દશ ઘમને અમારામાં પ્રગટાવો તે આ પ્રમાણે :- ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. અથવા યોગ્યતાનુસાર પંચમ ગુણસ્થાનવર્તી નૈષ્ઠિક શ્રાવકની અગ્યાર પ્રતિમા છે તેનું પાલન કરાવો. તે આ પ્રમાણે છે :- (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (દેશ વિરતિઘારી શ્રાવક) (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષઘ પ્રતિમા (૫) સચિત્તવસ્તુ ત્યાગ પ્રતિમા (૬) રાત્રિભોજન ત્યાગ પ્રતિમા (૭) બ્રહ્મચર્ય
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy