SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨૩૩ જાણો. જીવના આ વિભાવ ભાવો છે. તેથી પુદગલ કાર્મણ વર્ગણાઓનો જીવ સાથે જમાવ અર્થાત જોડાણ થાય છે. ૭૬ાા. વ્રત, સમિતિ, ચારિત્ર, ઘર્મ, પરિષહ-જય, સુવિચાર, ગુતિ આદિ ભાવફૅપ સંવર બહું પ્રકાર. ૭૭ અર્થ - પંચમહાવ્રત, પાંચ સમિતિ, પંચ આચારરૂપ ચારિત્ર, રત્નત્રયરૂપ ઘર્મ, બાવીસ પરિષહનો જય, સમ્યક વિચારણા તથા ત્રણ ગુપ્તિ આદિ તે દ્રવ્ય કર્મોને રોકવા માટે અનેક ભાવરૂપ સંવરના પ્રકાર છે. ૭૭ ભિન્ન ભિન્ન નિજ ભાવથી સ્વયં પ્રવર્તે જીવ, ગ્રહે, નિરોશે કર્મન, કર્મ તજે તો શિવ. ૭૮ અર્થ :- ભિન્ન ભિન્ન એવા ભાવોથી જીવ સ્વયં પ્રવર્તે છે. તેથી તે કર્મને ગ્રહણ કરે છે; અને કમનો નિરોઘ પણ સ્વયં કરે છે અર્થાત આવતા કર્મોને રોકે છે. તે કમનો સંપૂર્ણપણે ત્યાગ કરે તો જીવ. શિવ એટલે મોક્ષપદને પામે છે. II૭૮ નિમિત્ત આર્થન નહિ સદા, ભાવ રુચિ-આશીન, આસ્રવ પણ સંવર બને, દ્રષ્ટિ જો સમીચીન. ૭૯ અર્થ :- જીવના ભાવ હમેશાં નિમિત્તને આધીન નથી પણ રુચિને આધીન છે. જેવી રુચિ તેવા ભાવ થાય છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણઘારા સઘે” રુચિને આઘારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થાય છે. આશ્રવના કારણો પણ સંવરના કારણો બની જાય, જો જીવની દ્રષ્ટિ સમીચીન કહેતા યથાર્થ હોય તો. “હોત આસવા પરિસવા, નહીં ઇનમેં સંદેહ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એક.” શ્રીમદ્ રાજચંદ્ર //૭૯ના અજ્ઞાને આસક્તિ છે બંઘ-હેતુ, નહિ ભોગ; સુજ્ઞાન મુક્તિ-હેતુ છે, નહિ શાસ્ત્રાદિ-યોગ. ૮૦ અર્થ :- જીવને અનાદિ અજ્ઞાનના કારણે પરપદાર્થમાં આસક્તિ છે તે કર્મબંઘનું કારણ છે. માત્ર ઇન્દ્રિયના ભોગો બંઘનું કારણ નથી. જેમ સમ્યકજ્ઞાન મોક્ષનું કારણ છે, માત્ર શાસ્ત્ર કે ક્રિયા આદિનો યોગ જીવનું કલ્યાણ કરનાર નથી. //૮૦થી શાસ્ત્રો, ગુરુ-વિનયાદિ સૌ સંવર-હેતું જાણ, મન, તન, વચને ફળ નહીં, જ્ઞાને સંવર આણ. ૮૧ અર્થ - ગુરુ આજ્ઞાએ શાસ્ત્રો ભણવા કે શ્રીગુરુનો વિનય કરવો, વૈયાવચ્ચ કરવી વગેરે સર્વ સંવરના કારણો છે એમ જાણો. માત્ર મન, વચન, કાયાના યોગથી વર્લે આત્મિક ફળ નથી પણ જ્ઞાનસહિત ક્રિયા કરવાથી જ જીવને ખરો સંવર થાય છે. ૮૧ાા જે જે અંશે યોગ છે તે તે આસ્રવ-અંશ; જે અંશે ઉપયોગ છે, તે સંવરનો વંશ. ૮૨ અર્થ :- જેટલા અંશે મનવચન કાયાના યોગની પ્રવૃત્તિ છે તેટલા અંશે કર્મનો આસ્રવ છે. અને
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy