SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) મહામોહનીય સ્થાનક ૧૨૧ ગણવામાં આવ્યા છે. આચાર્ય, ઉપાધ્યાય, મુનિ કે શ્રાવકના વિનય વૈયાવૃત્યાદિક ન કરવા તે મહામોહનીય કર્મના અગ્યારમાં ભેદમાં ગણવામાં આવ્યા છે. ગુણીજનોને જોઈ હૃદયમાં પ્રેમનો ઉમળકો આવવો જોઈએ, તેને બદલે ગુણીની સેવા ન કરતા તે મહામોહનીય કર્મના ભાંગામાં ગણાય છે. ૧૨ાા કર કષાય જે ક્લેશ-કારણો જગતમાં નવાં યોજતા, ગણો કથન બારમા ભેદનું થયું; મતમતાંતરે ખેંચતાણનું– ૧૩ અર્થ :- ઘર્મના નામે કષાય ક્લેશના કારણો જગતમાં ઊભાં કરે, તે મહામોહનીય કર્મના બારમા ભેદમાં ગણાય છે. જેમકે સંવત્સરી ચોથની કરવી કે પાંચમની વગેરે કારણોથી કષાય ક્લેશ થાય તો મહામોહનીય કર્મ બાંધે. મત મતાંતર સંબંધી ખેંચતાણ કરે ત્યાં ઘર્મ નથી. II૧૩ના વલણ જે રહે સ્થાપકો તણું, પછી વધી જતાં, ઘર્મભેદનું, ઘર કષાયનું સ્થાપનારને કઠિન મોહનો બંઘ, તેરમે. ૧૪ અર્થ - નવીન ગચ્છમતના સ્થાપકોનું વલણ મતમતાંતરની ખેંચતાણનું જે રહે, તે પછી વળી જતાં મૂળ ઘર્મતીર્થનો ભેદ થઈ કષાયનું ઘર બની જાય છે. જ્યાં કષાયનું પોષણ છે ત્યાં કષાયનું શાસન છે, વીતરાગનું શાસન નથી. માટે મત સ્થાપનારને તે કઠિન મહામોહનીય કર્મનો બંઘ કરાવે છે. તેને મોહનીયકર્મનું તેરમું સ્થાનક જાણવું. ૧૪માં પતન-કારણો જાણતા છતાં ફરી ફરી મુનિ સેવતા જતા, વશ કરે જનો, ભેદ ચૌદમો, ઠગ થતાં મહા-મોહ ચોટતો. ૧૫ અર્થ :- આ ઘર્મથી પતિત થવાનાં કારણો છે. એમ જાણવા છતાં પણ ફરી ફરી મુનિ તેને સેવતા જાય. જેમકે દોરાધાગા વગેરે કરી લોકોને વશ કરવાનો પ્રયત્ન કરે. એમ લોકોને ઠગનાર હોવાથી તેને મહામોહનીય કર્મની ચોંટ થાય છે. તેને મહામોહનીય કર્મનો ચૌદમો ભેદ જાણવો. ૧૫ા. રતિ તજ્યા છતાં પ્રાર્થના કરે સુર-મનુષ્યના ભોગની ઉરે, ગણ અનુક્રમે દોષ એ પછી ગતિ બૅરી મહામોહથી થતી. ૧૬ અર્થ - વિષયોનો જેણે ત્યાગ કરી દીધો છે એવા પુરુષને કામભોગની પ્રાર્થના કરવી અથવા વિષયોને ત્યાગી દઈ દેવલોકના કે મનુષ્યલોકના ભોગની ફરીથી હૃદયમાં ચાહના કરવી; તેવા દોષને અનુક્રમે મહામોહનીય કર્મના પંદરમાં ભાંગામાં ગણવા. એવા જીવોની મહામોહથી બૂરી ગતિ થાય છે. ૧૬ાા નિપુણ શાસ્ત્રમાં હોય ના છતાં મુખ વડે બહુશ્રુત ભાખતાં, તપસ ના છતાં “છું તપસ્વી” એ, વચન દંભનું, ભેદ સોળમે. ૧૭ અર્થ - શાસ્ત્રમાં નિપુણ ન હોવા છતાં મુખથી પોતાને બહુશ્રુત ઘારી કહે. તપસ્વી ન હોવા છતાં હું તપસ્વી છું એ દંભ એટલે માયાચારનું કથન હોવાથી તે મહામોહનીય કર્મ બાંધે અને તેની ગણતરી સોળમા ભાંગામા થાય. /૧ળા સમજ ભેદ એ સર્વ ગર્વમાં : મુનિપણા વિના સાથે માનતાં, ગુણ ન હોય જો શ્રાવકો તણા, મદ ઘર્યે મહામોહમાં ગયા. ૧૮ અર્થ :- આ બધા ભેદો અહંકારના છે એમ સમજવું. મુનિપણાના લક્ષણો “આત્મજ્ઞાન ત્યાં
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy