SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હવે જો સમાધિમરણ કરવું હોય તો અનાદિકાળથી જીવને મૂંઝવતા કર્મોનો નાશ કરવો જોઈએ. તે કમને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધીને વિદારણ કરવાની રીતિઓ આગળના “વૈતાલીય અધ્યયન' નામના પાઠમાં જણાવવામાં આવે છે. વૈતાલીય એટલે વિદારક.... કર્મોને વિદારણ કરવાનું અધ્યયન. પ્રાકૃત ભાષામાં એને “વૈયાલીય' કહે છે. આ અધ્યયન સૂયગડાંગસૂત્રમાં આવેલ છે. એ વિષે “શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૨૦૭માં જણાવે છે કે – જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે આવાં વચનો કરતાં ‘વૈતાલીય” અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.” (૫૪) વૈતાલીય અધ્યયના (વૈતાલીય છંદ) (‘પ્રભુતા પ્રભુ, તારી તું ઘરી, મુજરો લઈ મુજ રોગ લે હરી'—એને મળતો રાગ) પ્રાસ્તાવિક આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે. આદીશ્વરની કને ગયા અઠ્ઠાણું તનુજો ય આશથીઃ કહે પિતા તેમ વર્તવું; ત્યાં ભડકાવ્યા દુઃખપાશથી. ૧ અર્થ :- આદીશ્વર ભગવાન પાસે તેમના અઠ્ઠાણું તનુજો એટલે પુત્રોએ રાજ્યની આશાથી જઈ ભગવાનને ફરિયાદ કરી કે ભગવન્! ભરત અમારી પાસે પોતાની આજ્ઞાનું પાલન કરાવવા ઇચ્છે છે તો અમારે શું કરવું? આપ પિતાશ્રી કહો તેમ અમારે વર્તવું છે. ત્યાં તો ભગવાને પુત્રોના હિતાર્થે એવો ઉપદેશ આપ્યો કે આ રાજ્યના ભોગો ભોગવવાથી મનુષ્યની ઇચ્છા કદી તૃપ્ત થતી નથી. અને આ સંસાર તો દુઃખના પાશ એટલે જાળ સમાન ભયંકર છે. માટે એનો પાશ અવશ્ય તોડવા જેવો છે. ||૧ જે બોઘ દઘો કૃપા કરી તે સુયો જ્યાં હિતનો ગણી; ત્યાગી સંસાર-સંગ તે મુનિ બની રહ્યા; ઘન્ય લાગણી!૨ અર્થ - ભગવાને કૃપા કરીને પુત્રોને સંસારની અસારતા, અનિત્યતા, અશરણતા, વિષય ભોગના કડવા ફળ, અસ્થિર આયુષ્ય અને યૌવનની ક્ષણભંગુરતાનો બોઘ આપ્યો. તે અઠ્ઠાણું પુત્રોએ પોતાના આત્માના હિતરૂપ જાણી અંગીકાર કર્યો. ભગવાનની આજ્ઞા પાલન કરવામાં જ પોતાનું કલ્યાણ છે એમ જાણી સંસારના સર્વ પ્રકારના સંગને ત્યાગી દઈ અઠ્ઠાણુંએય પુત્રો મુનિ બની ગયા. આવી ઉત્તમ આત્મકલ્યાણની દાઝ જાગૃત થવાથી તેમની લાગણીને ઘન્ય છે. //રા ઉત્તમ તેવા સુબોઘનો અનુવાદ કરું મુંજ કાજ જે, જે હૃદયે રોપી પોષશે તેને દેશે સુખ-સાજ તે. ૩ અર્થ - ભગવાને આપેલ આવા ઉત્તમ સમ્યબોઘનો મારા આત્માને હિતને અર્થે અનુવાદ કરું
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy