SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૫ ૫ સહાયતા લઈને કે તેમનો ઉપદેશ સાંભળીને પણ જીવાદિ પદાર્થોના સ્વરૂપનો નિર્ણય ન કરવો અને તત્ત્વોમાં શંકા સહિત માન્યતા રાખવી તે સંશય નામનો મિથ્યાત્વનો બીજો ભેદ છે. II૯૬ના સમકિત-જ્ઞાનાચારમાં કે દ્રવ્યાદિ તત્વે રે, એકાંતે અંશો ગ્રહે, એકાંતિક મિથ્યાત્વે રે. ૯૭ અર્થ - કોઈ માત્ર જ્ઞાન વાંચી નિશ્ચયાભાસી થઈ પોતાને સમકિતી માને અથવા કોઈ એકાંતે ક્રિયાને જ વળગી રહી પોતાને સમકિતી માને. પણ “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ' અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાથી મોક્ષ છે તે ન માને તેમજ કોઈ જીવાદિ તત્ત્વોના પણ એકાંતે અંશો ગ્રહણ કરે જેમકે આત્મા નિત્ય જ છે. અથવા તે અનિત્ય જ છે એમ એકાંતે માને પણ સ્વાદુવાદથી ન માને તેને એકાંતિક મિથ્યાત્વનો ત્રીજો પ્રકાર કહ્યો છે. ૯શા. જ્ઞાન-જ્ઞાયક-જ્ઞયનો નિર્ણય ઊંઘો ઘારે રે, ત્યાં વિપરિત મિથ્યાત્વ છે; અઘર્મ-ઘર્મ વિચારે રે. ૯૮ અર્થ - જેનું જ્ઞાન વિપરીત છે અર્થાત્ જેની સમજણવડે કરેલો નિર્ણય ઊંઘો છે. જ્ઞાયક એટલે સર્વ પદાર્થને જાણનાર એવા આત્માનું સ્વરૂપ પણ જે દેહરૂપે માને છે, તેમજ જોય એટલે જગતના સર્વ પદાર્થો જે પોતાના નથી છતાં પોતાના છે એમ વિપરીત રીતે જેના મગજમાં નિર્ણય કરેલો છે, તથા પોતાના વિચાર કરીને જે અધર્મ એટલે મિથ્યાઘર્મને સઘર્મ માને છે, એમ સર્વનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું તે વિપરીત નામનો મિથ્યાત્વનો ચોથો ભેદ છે. II૯૮ ત્રિવિઘ વિનય સઘળે કરે, વિના વિવેક અજાણ્યો રે, મુક્તિ-હેતુ માને બથે, અંતિમ ભેદ વખાણ્યો રે. ૯૯ અર્થ:- જે ત્રિવિધ એટલે મન,વચન, કાયાથી સત્ દેવ કે અસત્ દેવ આદિનો અથવા સદ્ગુરુ કે અસદ્ગુરુનો અથવા સઘર્મ કે સલ્ફાસ્ત્ર તેમજ અસત્ ઘર્મ કે અસત્ શાસ્ત્ર આદિ સર્વેનો એક સરખો વિનય કરે તેને પાંચમો ભેદ વિનય મિથ્યાત્વ નામનો કહ્યો છે. તે પુરુષ વિવેક રહિત છે, સર્દેવ ગુરુધર્મના સ્વરૂપથી અજાણ્યો છે. માટે સર્વનો એક સરખો વિનય કરવો તેને મુક્તિનું કારણ માને છે. આ મિથ્યાત્વનો અંતિમ ભેદ ભગવાને કહ્યો છે. ગાલા અસંયમ અવ્રતી-ક્રિયા મન-વાણી-તનું યોગે રે, ઇન્દ્રિય-અસંયમ અને પ્રાણ-અસંયમ ભંગે રે. ૧૦૦ અર્થ - હવે અવિરતિનું સ્વરૂપ જણાવે છે. અવિરતિ એટલે અસંયમ. જે મન વચન કાયાથી વ્રત વગરની ક્રિયા કરે તે અસંયમ કહેવાય છે. તે અસંયમના બાર પ્રકાર છે. પાંચ ઇન્દ્રિયો અને મન પ્રમાણે વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે છ પ્રકારની ઇન્દ્રિય અસંયમ છે અને પાંચ સ્થાવર અને છઠ્ઠી ત્રસ જીવોની હિંસાને ન રોકવી તે છ પ્રકારનો પ્રાણી અસંયમ છે. |૧૦૦ગા. ગુણસ્થાનક ચોથા સુથી અસંયમ બંઘ-હેતુ રે, વ્રતમાં દોષ પ્રમાદ છે, છઠ્ઠા સુથી સુણી લે તું રે. ૧૦૧ અર્થ - ચોથા ગુણસ્થાનક સુધી ઉપરોક્ત બાર પ્રકારનો અસંયમ અથવા અવિરતિ જીવને
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy