SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેથી તમને બોઘવા, આવ્યો તુર્ત સુણીને રે, સુણ બન્ને સાથે થયા, માતા-ગુરુ ગણીને રે.”૯૦ અર્થ - ભગવાન અમિતયશ જિનેશ્વર પાસે આ વાત સાંભળીને હું તુર્ત તમને સમજાવવા માટે અહીં આવ્યો છું. તેમની વાત સાંભળી, પૂર્વભવની માતાને ગુરુ ગણી બન્ને સાધુ થઈ ગયા. ૯૦ગા. અમિતતેજ પૂછે ફરી: હે! પ્રભુ, હું છું કેવો રે? હોઈશ ભવ્ય અભવ્ય કે? કૃપા કરી દર્શાવો રે.”૯૧ અર્થ :- શ્રી અમિતતેજ ભગવાનને ફરી પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! હું કેવો છું? હું ભવ્ય છું કે અભવ્ય? તે કૃપા કરી મને દર્શાવો. ૯૧. કહે પ્રભુ : “નવમા ભવે થશો તીર્થપતિ યોગી રે, ભરત-ચક્રવર્તી તણી પદવીના પણ ભોગી રે. ૯૨ અર્થ - ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે આજથી નવમા ભવે યોગીશ્વર શ્રી શાંતિનાથ નામે તમે તીર્થપતિ થશો. તથા ભરતક્ષેત્રમાં ચક્રવર્તીની પદવીના પણ સાથે ભોક્તા થશો. ૯૨ાા તુજ અનુજ શ્રીવિજય થઈ ગણથર પદવી લેશે રે.” ફરી પૂંછે : “સદ્ઘર્મ શું?” કેવળી વળી ઉપદેશે રે - ૯૩ અર્થ :- શ્રી વિજયકુંવર તે ભવમાં તારો અનુજ એટલે નાનો ભાઈ થઈ, દીક્ષા લઈ ગણઘર પદવીને પામશે. શ્રી અમિતતેજે ફરી પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ! સઘર્મ કોને કહેવો? ત્યારે શ્રી કેવળી ભગવાન તે વિષે વિસ્તારથી તત્ત્વનો ઉપદેશ આ પ્રમાણે આપવા લાગ્યા. ૯૩ાા “ભવ-હેતુ તો કર્મ છે, તે મિથ્યાત્વાદિથી રે, મિથ્યાત્વે વિપરીતતા જ્ઞાન વિષે દેખાતી રે. ૯૪ અર્થ - આ સંસારમાં જીવને રઝળવાનું કારણ તો કર્મ છે. તે કર્મ આવવાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ નામના પાંચ પ્રકાર છે. હવે દરેકનું સ્વરૂપ સમજાવે છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાનના કારણે જીવનું જ્ઞાન પણ વિપરીત થયેલું જણાય છે. ૯૪ો. પાંચ ભેદ મિથ્યાત્વના : પ્રથમ ભેદ "અજ્ઞાની રે, ભાન ન ઘર્મ અથર્મનું, એ એની નિશાની રે. ૯૫ અર્થ :- મિથ્યાત્વના અજ્ઞાન, સંશય, એકાંત, વિપરીત અને વિનય એમ પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ભેદ અજ્ઞાનનો છે. અજ્ઞાન એટલે પોતાના આત્મઘર્મનું એટલે પોતાના સ્વરૂપનું જેને ભાન નથી, ઓળખાણ નથી તે. અને અધર્મ એટલે શરીરાદિ પુદગલ દ્રવ્ય જે પોતાનો ઘર્મ એટલે સ્વભાવ નથી તેને પોતાના માનવા. એમ હિતાહિતનું ભાન ન હોવું તે આ અજ્ઞાનની નિશાની છે. પા. આગમ, આ સહાયથી, સુણ નિર્ણય ના લાવે રે, સંશય તત્ત્વ વિષે રહે, ભેદ બીજો બતલાવે રે. ૯૬ અર્થ :- આગમથી અથવા આત એટલે મોક્ષમાર્ગમાં વિશ્વાસકરવા લાયક એવા જ્ઞાની પુરુષની
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy