SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કર્મબંધના કારણ છે. પાંચમા ગુણ સ્થાનકમાં દેશે વ્રત આવવાથી તથા છઠ્ઠા ગુણસ્થાનકમાં મુનિને સર્વ વ્રતરૂપ સંપૂર્ણ સંયમ આવવાથી અવિરતિ સંબંધી થતો બંઘ અટકે છે, પણ પ્રમાદવડે થતો બંઘ ચાલુ રહે છે. તેથી વ્રતોમાં દોષ લાગે છે. તે પ્રમાદ છઠ્ઠા ગુણ સ્થાનક સુઘી કર્મબંધનું કારણ થાય છે. ૧૦૧ાા પંદર ભેદ પ્રમાદના, કષાય સોળ પ્રકારે રે; ગુણસ્થાનક દશમા સુઘી બંઘ કષાય-વિકારે રે. ૧૦૨ અર્થ :- પ્રમાદના પંદર ભેદ છે. પાંચ વિષય, ચાર કષાય, ચાર વિકથા, નિદ્રા અને સ્નેહ. હવે સાતમા અપ્રમત્ત ગુણ સ્થાનકમાં પ્રમાદથી થતો બંઘ અટકી ગયો પણ કષાયથી થતો બંઘ ચાલુ રહે છે. તે કષાય સોળ પ્રકારના છે. તે દશમા સૂક્ષ્મ સાંપરાય નામના ગુણસ્થાનક સુધી હોય છે. તે કષાયરૂપી વિકારને કારણે જીવને કર્મનો બંઘ ચાલુ રહે છે. /૧૦૨ા. ત્રણે ગુણસ્થાને પછી સાતવેદન આવે રે, કંપે આત્મ-પ્રદેશે તે યોગ, કર્મને લાવે રે. ૧૦૩ અર્થ - પછી અગ્યાર, બાર અને તેરમા ગુણસ્થાનકે જીવને સાતવેદનીયનો બંઘ થાય છે. કષાયથી થતો બંઘ અટકી જવાથી હવે આ ત્રણ ગુણસ્થાનકમાં જીવને બંધનું કારણ માત્ર યોગ છે. તે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ થવાથી આત્મપ્રદેશો કંપાયમાન થાય છે અને કર્મને પોતા તરફ આકર્ષે છે. જેના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય તેને યોગ કહે છે.” -સહજસુખ સાધન (પૃ.૩૫૪) ૧૦૩ી પંદર ભેદે યોગ છે, પ્રકૃતિ-પ્રદેશ-હેતુ રે; કષાયથી રસ ને સ્થિતિ; કર્મ પાકી રસ દેતું રે. ૧૦૪ અર્થ :- યોગના પણ પંદર ભેદ છે. તે આ પ્રમાણે સત્યમન, અસત્યમન, ઉભયમન, અનુભયમન, સત્યવચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન, ઔદારિક યોગ, ઔદારિકમિશ્ર યોગ, વૈક્રિયિક, વૈક્રિયિક મિશ્ર – છ પર્યાપ્તિ પૂરી ન થાય તેને મિશ્ર કહેવાય છે. આહારક, આહારકમિશ્ર, કાર્માણ, વિગ્રહ ગતિમાં કાર્માણયોગ હોય છે. એ મન વચનકાયાના યોગ તે પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘના કારણો છે. જ્યારે કર્મોમાં રસ અને સ્થિતિ પડે તે કષાયભાવોથી પડે છે. પછી કર્મનો અબાઘાકાળ પૂરો થયે તે કર્મ પાકીને સુખદુઃખરૂપ ફળને આપનાર થાય છે. “જે વિચાર અને વચનને સત્ય કે અસત્ય કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે.” -સહજસુખ સાઘન (પૃ.૩૫૩) I/૧૦૪ો. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય, પ્રમાદ, યોગે રે, એક સો વીસ પ્રકૃતિઓ બાંઘી કર્મ-સંયોગે રે. ૧૦૫ અર્થ :- કર્મબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તે તે કર્મબંઘના સંયોગે જીવ એકસો વીસ પ્રકૃતિનો બંઘ કરે છે. તે આ પ્રમાણે છે. પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, છવીસ મોહનીય કર્મની, પાંચ અંતરાયકર્મની, સડસઢ નામકર્મની, બે વેદનીય કર્મની, બે ગોત્રકર્મની તથા ચાર આયુષ્યકર્મની. ૧૦પા. ભમે જીવ ભવમાં અતિ; લહીં કરણાદિ લબ્ધિ રે, મોક્ષમાર્ગ જે પામતા. તે પામે છે સિદ્ધિ રે. ૧૦૬
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy