SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - વજજંઘના પિતા રાજા સુવર્ણજંઘને વાદળ જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી બધું અસાર જાણી પુત્રને રાજપદ આપી પોતે દીક્ષા ગ્રહણ કરી. ૧૦૪ ચક્રવર્તી કમળ જાએ-ખરી. ભ્રમર મરેલો જ્યાંય રે, ખરી. નાશવંત ગણી, સૌ તજી ખરી. તીર્થકર તે થાય રે. ખરી અર્થ :- શ્રીમતીના પિતા વજસેન ચક્રવર્તીએ કમળના ફલમાં મરેલા ભમરાને જોઈ આસક્તિના ફળો કેવું મરણ નિપજાવનાર છે તેનો વિચાર કરી, બધું નાશવંત જાણીને દીક્ષા અંગીકાર કરી વ્રતનું યથાર્થ પાલન કરતાં તે તીર્થંકર પદવીને પામ્યા. I/૧૦૨ાા વજવંઘ ને શ્રીમતી-ખરીપુંડરીકિણી જાય રે; ખરી. વનમાં મુનિ-તપ-પારણું-ખરીદાન આપતાં થાય રે. ખરી અર્થ - એકવાર વજજંઘ અને શ્રીમતી પુંડરીકિણી નગરમાં જતાં વનમાં બે મુનિ મહાત્માઓને દીઠા. તે તપસ્વીઓને ભાવભક્તિપૂર્વક આહારદાન આપી પારણું કરાવ્યું. ૧૦૬ાા મુનિ-દર્શન-ઉલ્લાસથી-ખરીરાજા કરે વિચાર ૨ : ખરી. અહો! નિર્મમ મુનિ મહા-ખરી નિષ્કષાય, ઉદાર રે. ખરી અર્થ :- મુનિઓના દર્શન ઉલ્લાસભાવથી કરી રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! આ મહાન મૂનિઓ કેવા નિર્મમ અને નિષ્કષાયભાવવાળા છે કે જેણે ઉદાર ચિત્તવાળા થઈ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. ૧૦ળા ઘન્ય એ, હું અન્ય છું, ખરી. ઘરું ન પિતા-પંથ રે, ખરી. ઔરસ પુત્ર અનુંસરે-ખરી. જેમ સતી નિજ કંથ રે. ખરી અર્થ :- એ મુનિ મહાત્માઓને ઘન્ય છે. પણ હું પિતાના ત્યાગ માર્ગને અનુસરતો નથી માટે અન્ય છું. જેમ સતી સ્ત્રી પોતાના કંથને અનુસરે તેમ જે પિતાના માર્ગને અનુસરે તે જ ઔરસ પુત્ર ગણાય અર્થાત તે માતાપિતાના શરીરથી ઉત્પન્ન થયેલો ગણાય. જ્યારે હું પિતાના ત્યાગમાર્ગને અનુસરતો નથી માટે વેચાતા લીઘેલા પુત્ર જેવો છે. ||૧૦૮ાા હજીય વ્રત જો આદરું, ખરી નહીં અયોગ્ય ગણાય રે; ખરી. સ્વપુર જઈ દઉં પુત્રને ખરીરાજ્ય, એમ મન થાય રે.” ખરી. અર્થ :- હજી પણ જો હું પંચ મહાવ્રતને આદરું તો તે અયોગ્ય ગણાય નહીં. માટે હવે પોતાના નગરે જઈ પુત્રને રાજ્ય સોંપી પિતાની ગતિને અનુસરું એમ મન થાય છે. ||૧૦૯ાા લોહાર્નલ પુરે જઈ-ખરીનિદ્રાવશ સ્ઈ જાય રે; ખરી, ધૂપ-ઘટે ઘૂંપ નાખીને; ખરી નોકરને મન થાય રે- ખરી. અર્થ :- એવી ભાવના મનમાં રાખી, પોતાના નગર લોહાર્નલ પુરે જઈ નિદ્રાવશ થઈ સૂઈ ગયા. ત્યાં રાત્રે ઘૂપના ઘડામાં ધૂપ નાખી, નોકરના મનમાં બીજો વિચાર આવ્યો. ૧૧૦ના ઠંડો વા વાતો બહુ-ખરી વાસું સઘળાં દ્વાર રે; ખરી. છિદ્રરહિત કરી ઓરડો-ખરી. નોકર ગયો બહાર રે. ખરી
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy