SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - કૈલાસ પર્વત ઉપર કાયોત્સર્ગ ધ્યાને અકંપ પથ્થર સમાન ઊભા રહ્યા. ત્યાં આ મહાત્મા તપ તપતા ઠંડી, વર્ષા કે તડકો સદા સહન કરે છે. ગા૫પા ઋષભ સમીપે વિચાર જવા હતો, પણ પકડે દુષ્ટ માન, નમવું પડશે રે નાનાય ભાઈને, મુનિ-નિયમો બળવાન. જાગો. અર્થ :- ઋષભ પ્રભુ પાસે પહેલા જવા વિચાર હતો. પણ દુષ્ટ માને પકડી લીધાં. ત્યાં જઈશ તો નાના ભાઈઓએ પહેલા દીક્ષા લીઘેલી હોવાથી તેમને નમવું પડશે. મુનિઘર્મના આવા નિયમો બળવાન છે. તે પાળવા પડશે. પા. બારી શોથે રે: કેવળી થઈ જવું; ત્યાં નહિ નમન-આચાર, દેવ-ગુરુને રે વંદી સ્તવી ઘરે ભાવે મુનિ-વ્યવહાર. જાગો. અર્થ - માટે એવી બારી શોધી કે કેવળી થઈને ત્યાં જવું. કેવળજ્ઞાન થયા પછી એક બીજાને નમવાનો આચાર નથી. તેથી દેવ-ગુરુને વંદન કરી, સ્તવના કરીને ભાવથી મુનિઘર્મના આચારને ઘારણ કર્યો. પણા ભવ-મૅળ જેવા રે જાણ ઉપાડતા, શિર-દાઢી-મૂછ-કેશ, ઘરી પ્રતિજ્ઞા રે મહાવ્રત આદિની, ઉત્તર ગુણનીય અશેષ જાગો. અર્થ - શિર, દાઢી અને મૂછના વાળને સંસારના મૂળ જેવા જાણી ઉખાડી લીઘા. પછી પંચ મહાવ્રતની તથા તેના ઉત્તર ગુણોની પણ પ્રતિજ્ઞા સંપૂર્ણપણે ઘારણ કરી. //પટા. પરિષહ સઘળા રે સહવા ઊભા રહ્યા, તજી શરીર-સંભાળ, વન-તરુ જેવા રે ચર્મ-તરુ તેમને ગણે પશુ-પંખી-બળ. જાગો અર્થ - જંગલમાં હવે શરીરની સંભાળ લીધા વિના સઘળા પરિષહોને સહન કરવા ઊભા રહ્યા. જંગલના બાળબુદ્ધિ જેવા પશુ પંખીઓ પણ તેમના ચામડાના બનેલા શરીરરૂપી વૃક્ષને જંગલના વૃક્ષ સમાન માનવા લાગ્યા. //પલા શિર પર બેસી રે કાગ ‘કાકા’ કરે, વેલો વટે શરીર, હરણાં ખણતાં રે શૃંગ ઊગતાં ઘસી, સૌ સહતા શુરવીર. જાગો અર્થ - તેમના શિર ઉપર કાગડાઓ કા-કા કરે; વેલો શરીરે વીંટાઈ ગઈ, હરણાઓ શિંગડા ઊગતા ખાજ આવવાથી તેમના શરીરે ઘસે. પણ એ સર્વ તે શુરવીર સહન કરતા હતા. ૬૦ના કીડી મંકોડી રે ડાંસ ડેસતા ઘણા, નાગ વળી વિકરાળ, વેલી-ફૂલે રે શીત-સુગંઘમાં વીંટાય જાણે વાળ. જાગો અર્થ :- કીડી, મંકોડી કે ઘણા ડાંસ તેમને ડરતા હતા. વળી વિકરાળ નાગ પણ વેલના ફુલોની સુગંધને લીધે અથવા શીત એટલે ઠંડીમાં વાળની જેમ તેમના શરીરે વીટાઈ જતા હતા. દુલા જાણે સઘળું રે પણ નહિ લેખવે, સિંહનાદ સંભળાય, વીજળી પડતાં રે વજશિલા તૂટે, નહિ ભય-શંકા થાય. જાગો
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy