SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૫૭ શિખર ફરતી રે પ્રદક્ષિણા કરે સુર નર ભક્તિ-યુક્ત, લોક ત્રણમાં રે થોડી પળો લગી ઝબકે સુખ-વિદ્યુતજાગો અર્થ - દેવો તથા મનુષ્યો જ્યાં પ્રભુનું નિર્વાણ થયું તે અષ્ટાપદ પર્વતના શિખરની ભાવભક્તિસહિત ફરતી પ્રદક્ષિણા કરવા લાગ્યા. ભગવાનના નિર્વાણ કલ્યાણક સમયે ત્રણેય લોકમાં થોડી ક્ષણો સુધી સુખરૂપી વિજળીનો ઝબકારો થયો; અર્થાત્ સુખનું વદન થયું. ૧૧૯ાા સાગર-જળથી રે શાંત ચિતા કરી, રાખ, અવશેષ પવિત્રલેતા લોકો રે ભાવ વિશેષથી, હરવા કર્મો વિચિત્ર. જાગો હે! જીવો રે મોહ કરો પરો. અર્થ :- જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ઘાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવતાઓએ ક્ષીર સમુદ્રના જળથી ચિતાગ્નિને શાંત કર્યો. પ્રભુના શરીરની રાખ તથા અસ્થિ આદિ અવશેષને પવિત્ર માની તેની પૂજા કરી, વિચિત્ર એવા કમને હરવા માટે, વિશેષ ભાવભક્તિથી લોકો તેને લેવા લાગ્યા. હે ભવ્ય જીવો! કલ્યાણ કરવાનો આ અમૂલ્ય અવસર આવ્યો જાણી જાગૃત થાઓ અને આ મોહરૂપી અનાદિના મહા શત્રુનો હવે અવશ્ય પરાભવ કરો. /૧૨૦ના (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ (રાગ : અર્કપ્રભા સમ બોઘ પ્રભામાં, ધ્યાન-પ્રિયા એ દિઠ્ઠી) પિતા વિયોગે ભરતભૂપ તો શોક-સમુદ્ર ઝીલે, શૂન્ય મને દેખે દેખાવો, રીંઝે ન ગીત રસીલે રે ) પ્રભુજી, બોઘબળે ભવ તરીએ. અર્થ :- પિતા શ્રી ઋષભજિનેશ્વર નિર્વાણ પામ્યા. તેથી તેમના વિયોગે ભરત મહારાજા શોક સમુદ્રમાં આવી પડ્યા. શૂન્ય મન થઈ બઘા દ્રશ્યોને જુએ છે. રસપડે એવા રસીલા ગીતોથી પણ તેમનું મન આનંદ પામતું નથી. તેઓ કહેવા લાગ્યા : પ્રભુજી અમને બોઘ આપો. આપના બોઘબળે અમે આ ભવ સમુદ્રને કરીએ છીએ. //લા વદે વિલાપે શોકાતુર તેઃ “આપ વિના ના ગમતું; યુગાદિદેવ હવે ના બોલે, અનાથ મુજ મન ભમતું રે. પ્રભુજી અર્થ - શોકથી આતુર થયેલા ભરતરાજા વિલાપ કરતા કહેવા લાગ્યા : હે પ્રભુ! આપના વિના મને ગમતું નથી. ચોથા આરાની શરૂઆતમાં થયેલા એવા આ યુગના દેવાધિદેવ હવે બોલતા નથી. તેથી
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy