SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નાટકમાં અનેક દેવ, નારકી, તિર્યંચ, સ્ત્રીપુરુષાદિના વેષ ધારણ કરીને સદા ઘર, પૈસા, સ્ત્રી, પુત્રાદિની ભીખ માગ્યા કરે છે, પણ તે અનેક પ્રકારના દેહરૂપી વેષમાં થયેલી આત્મબુદ્ધિને તજી જો પોતાના આત્મસ્વરૂપની સંભાળ લે તો આખું જગત તને નૃણ સમાન ભાસશે. પા! દેહ-જાળમાં સપડાયો છે, દૃશ્ય દેહ નિજ ફૂપ માને, દેહ ગણી ચિંતામણિ રક્ષ, રહે સદા તેના ધ્યાને; રાખી રહે નહિ, જર્ફેર જવાની કાયા તોપણ તે દ્રષ્ટિ પરભવમાં લઈને જીંવ જાતો; દેહ ગણે નિજ કુંદ્રષ્ટિ....૬ અર્થ :- હે આત્મા! કર્મવશ તું આ દેહરૂપી જાળમાં સપડાયો છું. રૂપી એવા પુદ્ગલ દ્રવ્યના બનેલા આ દેહને તું પોતાનું સ્વરૂપ માને છે. આ દેહને ચિંતામણિ રત્ન સમાન ગણી એની રક્ષા કરે છે અને સદા આ દેહને જ સુખી કરવાના ધ્યાનમાં તું રહે છે. પણ આ કાયા કોઈ પ્રકારે રાખી રહી શકે એમ નથી; તે જરૂર નાશ પામશે. એમ હોવા છતાં આ દેહ તે મારો છે એવી કુદ્રષ્ટિ એટલે મિથ્યાદ્રષ્ટિને જીવ પરભવમાં સાથે લઈને જાય છે; અને એ જ મિથ્યાત્વની પરંપરા ચાલુ રહેવાનો મુખ્ય પ્રકાર છે. ફા પરભવ કેવો? શાને લેવો? સમજ ના હું મંદમતિ, કૃપા કરી હે! કરુણાસિંધુ, સમજાવો.” એવી વિનતિ; આ ભવ પરભવ સ્વાનુભવથી જાણી સગુરુ એમ કહે : “હોય યોગ્યતા કે આરાઘન પૂર્વતણું તે મર્મ લહે. ૭ હવે જિજ્ઞાસુ બીજો પ્રશ્ન કરે છે : અર્થ - પરભવ શું છે? તે શા માટે લેવો પડે? હું મંદમતિ હોવાથી આ વાતને સમજતો નથી. માટે કૃપા કરીને હે કરુણાસિંઘુ પ્રભુ! આ વાત મને સમજાવો એવી મારી વિનંતી છે. ત્યારે આ ભવ પરભવને સ્વઆત્માના અનુભવવડે જાણનારા એવા સદ્ગુરુ ભગવંત કહેવા લાગ્યા કે જો યોગ્યતા હોય અથવા પૂર્વભવનું આરાધન હોય તો આ વાતના મર્મને તું સમજી શકે. શા. મતિજ્ઞાનનો સ્મૃતિ ભેદ છે, તેની નિર્મળતા જેને, પૂર્વભવોના પ્રસંગ આવે સ્ફરી આ ભવ સમ તેને; ગિરિ, ગુફા, વન, ઉપવન જોતાં પરિચિત લાગે, મળી રહે કોઈ કોઈ તે ઘન્ય કાળની નિશાનીઓ, પ્રત્યક્ષ લહૈ. ૮ જાતિસ્મરણજ્ઞાનવડે પરભવની જીવને શ્રદ્ધા આવે છે. તેથી એ વિષે જણાવે છે : અર્થ:- જાતિસ્મૃતિજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. મતિજ્ઞાનની જેને નિર્મળતા હોય તેને પૂર્વભવોના પ્રસંગો આ ભવની જેમ ફુરી આવે છે. પહાડ, ગુફા, વન, ઉપવન જોતાં તેને પરિચિત લાગે છે. જેમ પરમકૃપાળુદેવે ઈડરનો ગઢ જોઈ કહ્યું કે અહીં ભગવાન મહાવીર વિચર્યાનો ભાસ થાય છે. અથવા જુનાગઢનો ગઢ જોતાં પરમકૃપાળુદેવના જાતિસ્મરણજ્ઞાનમાં ઘણો વઘારો થયો. અથવા પૂર્વભવની કોઈ નિશાનીઓ મળવાથી પણ જાતિસ્મરણશાન ઊપજે છે. જેમ સંપ્રતિરાજાને પોતાના પૂર્વભવના ગુરુના દર્શન થતાં, એમને મેં કંઈ જોયેલા છે તેનો ઉહાપોહ કરતાં પૂર્વભવમાં તેમની સાથે જે ઘન્ય કાળ ગયો તેની નિશાની, નિમિત્ત પ્રત્યક્ષ મળતાં જાતિસ્મરણજ્ઞાન થયું. તે વડે પુનર્જન્મની જીવને શ્રદ્ધા આવે છે. IIટા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy