SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૦) અંતર્મુહૂર્ત ૩૯૩ ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાલીસ ઘડી ઉપાથિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ઘર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય?પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે!” (વ.પૃ.૯૪) IIટા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કાળ, કહે “સમય” દીન-દયાળ રે, કરું, સંખ્યાત તે સંખ્યાચોગ્ય, અસંખ્યાત તે ઉપમા જોગ્ય રે, કરું, અર્થ :- કાળ દ્રવ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગને દીનદયાળ એવા કેવળજ્ઞાની પ્રભુ “સમય” કહે છે. જેની સંખ્યા થઈ શકે તેને સંખ્યા યોગ્ય કાળ કહે છે. જેમકે દિવસ, માસ, વર્ષ વગેરે. પણ જે સંખ્યામાં ન આવી શકે એવા અંસખ્યાત કાળને સમજાવા માટે પલ્યોપમની ઉપમા આપી સમજાવે છે. જે ચાર કોશના લાંબા, પહોળા, ઊંડા ખાડામાં વાળના ટુકડા કરી નાખી સો વર્ષે એક વાળ કાઢે તે ખાડો પૂરો થયે એક પલ્યોપમ કાળ કહેવાય છે. લો જેનો ના અંત પમાય, તે કાળ અનંત કહાય રે, કરું, થતાં ‘સમય’ શબ્દોચ્ચાર સમય વીતે અસંખ્ય ઘાર રે, કરું, અર્થ - જેનો કેવળજ્ઞાનમાં પણ અંત દેખાતો નથી અથવા કોઈ પ્રકારે જેનો અંત પમાતો નથી. એવા કાળને અનંતકાળ કહેવાય છે. એક ‘સમય’ એ કેટલો કાળ કહેવાય? તે સમજવા માટે કહ્યું કે ‘સમય’ શબ્દના ત્રણ અક્ષર બોલતાં જ અંસખ્યાત સમય વ્યતીત થઈ જાય છે. એટલો સૂક્ષ્મ એ કાળનો અંશ છે કે જેના બે વિભાગ ન થઈ શકે. II૧૦ના એક સમય કેવળી જાણે, વિશ્વાસે અન્ય પ્રમાણે રે; કરું, ગણ આઠ સમય ઉપરાંત, પ્રતિ સમયે અંતર્મુહૂર્ત રે, કરું, અર્થ - કાળ દ્રવ્યના અવિભાગી અંશ એક સમયને કેવળી ભગવાન જાણી શકે છે. બીજા બધા તેમના વિશ્વાસથી એમની વાતને પ્રમાણભૂત માને છે. આઠ સમયથી ઉપરાંત એટલે નવ સમયથી લગાવીને, અડતાલીશ મિનિટની અંદર એક સમય બાકી હોય ત્યાં સુધી પ્રતિ સમયે વઘતા કાળને અંતર્મુહૂર્ત કાળ કહેવાય છે. ૧૧ થાય ઘડી ન બે જ્યાં સુધી, અસંખ્ય ભેદ ત્યાં સુઘી રે, કરું, બે ઘડીનું એક મુહૂર્ત, સમય કમ અંતર્મુહૂર્ત રે, કરું, અર્થ :- નૌ સમયથી એક એક સમય વઘતાં જ્યાં સુધી બે ઘડી એટલે ૪૮ મિનિટ પૂરી ન થાય ત્યાં સુધી એક અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ થાય છે. પણ ૪૮ મિનિટ પૂરી થાય ત્યારે તે એક મુહૂર્ત કહેવાય છે. એક મુહૂર્તમાં એક સમય કમ હોય ત્યાં સુધી તે અંતર્મુહૂર્ત ગણાય છે. ./૧૨ા. ભવ ક્ષુદ્ર અંતર્મુહૂર્ત, જીવ કરે પાપ ઉત્કૃષ્ટ રે -કરું, છાસઠ હજાર ઉપરાંત, ત્રણ સો છત્રીસ ભવ-અંક રે, કરું, અર્થ :- જીવ ઉત્કૃષ્ટ પાપ કરવાથી તેના ફળમાં એક અંતર્મુહૂર્તમાં શુદ્ર એટલે હલકા એકેન્દ્રિય આદિના વઘારેમાં વઘારે છાસઠ હજાર ત્રણસોને છત્રીસ ભવ કરે છે. સહજસુખ સાઘનના પ્રથમ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy