SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪) મંત્ર ૨ ૩૯ શોભી રહ્યાં છે. જેણે જગત જીવોના રાગદ્વેષ આદિ ક્લેશના કારણોને સત્ય ઉપદેશ આપી નિવારણ કર્યા છે. એક આત્મા જ સાચો છે અને એજ તારું સહજ સ્વરૂપ છે. એવા શબ્દો ઉચ્ચરનારા પરમકૃપાળુદેવને હું હૃદયમાં ઘારણ કરું છું. //ના આત્મા જાણી, ઉદયવશ જે ઘર્મ-વાણી પ્રકાશે, શબ્દ શબ્દ વિષય-વિષની વેદનાને વિનાશે; અંતભેદી ગહન કથને ભ્રાંતિ ટાળે કળાથી, જાણે કોઈ અનુભવી ગુરુ-યોગ સાચો મળ્યાથી. ૨ અર્થ :- પરમકપાળદેવે આત્મા જાણી ઉદયવશાત જે ઘર્મની વાણી પ્રકાશી છે. તેમાં શબ્દ શબ્દ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થતી વિષ સમાન વેદનાનો વિનાશ થાય એવો ઉપદેશ કર્યો છે. જે ગહન વચનો અંતરને ભેદી નાખે એટલે સ્પર્શે એવી અભુત કળાથી, આત્માની અનાદિકાળની ભ્રાંતિને ટાળે છે. કોઈ એમ જાણે કે આ તો કોઈ સાચા અનુભવી આત્મજ્ઞાની ગુરુનો યોગ મળી જવાથી જ એમ થયું; નહીં તો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ રોગ જવો તે અતિ દુષ્કર છે. રા શબ્દો સાચા પરમગુરુના મંત્ર રૂપે ગણાયા, આજ્ઞા તેની અઍક ફળતી, સંત સૌ ત્યાં સમાયા; સ્પર્શે આત્મા સુગરુવચને, ફેરવે એવી ચાવી, મિથ્યા નિદ્રા ઘટતી ઘટતી, જાગૃતિ જાય આવી. ૩ અર્થ - શ્રી પરમગુરુના આપેલ શબ્દો સાચા છે. જે મંત્રરૂપે ગણાય છે. ‘મંત્ર મૂદું ગુરુ વાક્ય' શ્રી ગુરુના વાક્ય તે મંત્રનું મૂળ છે. શ્રી ગુરુએ આપેલી આજ્ઞા આરાઘે તો તે અચૂક ફળે છે. જેમ શ્રીપાળ રાજાને સિદ્ધચક્રની આરાઘના આપી તો તે ફળી અથવા શ્રેણિક રાજાના પૂર્વ ભવના ભીલના ભાવમાં જ્ઞાની ગુરુએ કાગડાનાં માંસનો ત્યાગ કરાવ્યો તો તે આજ્ઞા ઠેઠ તીર્થંકર પદ પ્રાપ્તિ સુધી તેને લઈ ગઈ ૫.પૂ.પ્રભુશ્રીજી જેવા સંત પુરુષો પણ પરમકૃપાળુદેવે આપેલ મંત્રની આજ્ઞાને આરાધી પરમગુરુમાં સમાઈ ગયા. શ્રી સદગુરુના વચનને જો આત્મા સ્પર્શે અર્થાત્ તે પ્રમાણે વર્તે તો તે એવી ચાવી ફેરવે છે કે તે વડે આત્માની અનાદિની મિા અજ્ઞાનરૂપ નિદ્રા ક્રમે ક્રમે ઘટતી જઈ તેને આત્મજાગૃતિ આવી જાય છે. જેથી તે પોતાના સ્વસ્વરૂપને પામી લે છે. ગાયા વીરે દીથી ત્રિપદ, પણ શ્રી ગૌતમે દ્વાદશાંગી ભાળી તેમાં, પ્રગટ કરી, જો શાસ્ત્ર સૌ વિવિઘાંગી; ઉત્કૃષ્ટી એ સુગુરુ-કરુણા યોગ્ય પાત્ર પ્રકાશી, સાચી અગ્નિ પ્રગટ થતી જો શિષ્ય વિશ્વાસવાસી. ૪ અર્થ :- ભગવાન મહાવીરે શ્રી ગૌતમ ગણઘરને ઉત્પન્નવા, વિઘેવા, યુવેવા નામની ત્રિપદી આપી. તેમાં તેમણે આખી દ્વાદશાંગી દેખાઈ; તે પ્રગટ કરી. જેના વિવિધ અંગવાળા શાસ્ત્રો બની ગયા. એ શ્રી ગુરુ ભગવંતની ઉત્કૃષ્ટ કરુણા હતી. જે યોગ્ય પાત્રમાં પ્રકાશ પામી. જેમ સાચી અગ્નિ હોય તે પ્રગટ થાય, તેમ શ્રી ગુરુ સાચા હોય અને શિષ્ય પણ શ્રી ગુરુમાં પૂર્ણ વિશ્વાસ રાખનારો હોય તો જરૂર કાર્યસિદ્ધિ થાય છે. II૪
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy